ઋણ સ્‍વીકાર

આયોજન વગરના જિંદગીના સૌથી લાંબા વિરામ પછી આજે વિધાનસભાના કાર્યાલયમાં હાજર રહીને ધીમે ધીમે કામકાજની શરુઆત કરવા જઇ રહ્યો છું ત્‍યારે સૌથી પહેલાં આભાર અને કૃતજ્ઞતાની લાગણી મારા એ હજારો સ્‍વજનો, મિત્રો, સમર્થકો, સંતો-મહંતો, ઓલિયા-ફકીર, પ્રિસ્‍ટ, મીડીયા અને સ્‍નેહીઓ પ્રત્‍યે પ્રદર્શિત કરું છું કે જેઓની શુભકામનાઓ, પ્રાર્થનાઓ, આશીર્વાદ, દુવાઓ અને ભલી લાગણી મને આવેલા હ્રદયરોગના હુમલા દરમ્‍યાન મારા સાથે રહેલ છે.

તા.ર૭.૬.ર૦૧૧ના સવારના સમયે મારા નિયમિત ક્રમ મુજબ પ્રાણાયામ અને યોગાસન પછી ટ્રેડમિલ પર ૧પ મિનિટ (બ્રિક્સ વોક) ઝડપથી ચાલવાની કસરત કરતો હતો ત્‍યારે છાતીમાં થોડો દુઃખાવો અનુભવ્‍યો. પરંતુ તેને નહીં ગણકારીને ૧પ મિનિટની કસરત પૂરી કરી. ત્‍યારબાદ છાતીમાં અસહ્ય દુઃખાવાએ એ વાતનો સંકેત આપી દીધો કે મને હાર્ટએટેક છે. સતત દુઃખાવો, ગુંગળામણ અને આંખ સામે આવતા અંધકારથી લાગતું હતું કે કદાચ જવાનો સમય આવી ગયો છે. મૃત્‍યુ સાથે મુલાકાતનો અનુભવ થતો હતો, પરંતુ મૃત્‍યુનો ડર મને ન હતો. સંધ્‍યાકાળે તો સહુનો સૂર્યાસ્‍ત થાય, પરંતુ મધ્‍યાહ્નને સૂર્યાસ્‍ત કદાચ મારા માટે સારો પણ હોઇ શકે, ખેર, સમયસર હોસ્પિ‍ટલ પહોંચી શક્યો અને ડોક્ટરશ્રીઓ મારફત મારી એન્જિયોગ્રાફી થઇ, પછી માલુમ પડયું કે હાર્ટને ૭૦ થી ૭પ ટકા લોહી પુરું પાડતી મુખ્‍ય આર્ટરી(એલએડી)ના મુખમાં જ ૧૦૦ ટકા બ્‍લોક છે. થોડીક ક્ષણોમાં એન્જિયોપ્‍લાસ્‍ટી થઇ અને મેડીકેટેડ સ્‍ટેન્‍ટ મૂકાઇ ગયું. !! વીડોમેકર !!ના નામથી ઓળખાતા આ પ્રકારના હાર્ટએટેકમાં ભાગ્‍યે જ દર્દી હોસ્પિટલ સુધી પહોંચી શકે છે. મારે કદાચ કાંઇક લેણું બાકી હશે માટે નવજીવન પ્રાપ્‍ત થયું છે.

ફેઇસબુક ઉપર કેટલાંક મિત્રોની કોમેન્‍ટ મને કેવા પ્રકારનો હાર્ટએટેક હતો તે જાણવાની ઉત્‍સુક્તા સાથે શુભેચ્‍છાઓની હતી. મારા ધ્‍યાને એક ગુજરાતી સાપ્‍તાહિકનો અંક હમણાં જ આવ્‍યો. જેમાં મને આવેલા હાર્ટએટેક જેવા હાર્ટએટેક અંગે એક પ્રકાશિત થયેલ લેખ તે આ સાથે સ્‍કેન કરીને મિત્રોની ઉત્‍સુક્તાનો પ્રત્‍યુતર મળે તે માટે મોકલું છું.


  • 10 Comments

    • KRUSHNSINJI GOHIL says:

      JAY MATAJI
      BAPU I AM WERI HAPPAY TEKIYA OF SELF WELCOME TWI NEW LIF IN LORD KRISHNA JAV HAVE ANE DEKHADI DO DUNIYANE YOR ARE IN GOHILRAJ…………JAY HO ANI TIME COMLMI -7567008999

    • Jgnesh Ramavat says:

      Maut par tamne daravi nahi saki kemke Gujrat ane desh na lakho loko Ni dua tamari sathe chhe bas have Gujrat ne jarur chhe tamara jeva Honest leader ni je vato ane bhasno ma nahi karya ma visvas rakhe Chhe…Jay Mataji

      Takecare and best wishes

      Best regards,
      Jignesh Ramavat
      SDTS-Tankara

    • r.d.jadeja says:

      apni saritabyat na samachar thi khubaj anand thayo, aap all. apna mission ma safal raho tevi mataji pase prathana. jay mataji.

    • r.d.jadeja says:

      jay mataji aap aapna missionma safal thav tevi ma ashapura pase prathana.

    • pravinsingh deodar says:

      Dear sir,
      I was shoked when I heard that you had suffered a attack, one could never even imagine the situation, but the almighty has heard the prayers of thousands of ordinary people whom you have extended a helping when their lives or livelihood had come under attack,it is only such good work which can generate the goodwishes and the ‘Dua’ to tell even “yamraj’ to go back, we are all greatful to god that he has left a noble soul like you in our midst so that we may also be enriched with your knowledge and experience, we can only pray and wish that ‘ app jiyo Hazaro sal aur sal ke din ho pachas hazar’.

    • bavishi mataji says:

      JAY MATAJI
      JAY BHARAT
      KEM CHO???
      http://www.bavishimatajitemple.com
      E-mail-bavishi_mataji@yahoo.com
      bavishi_mataji@rediff.com
      jay mataji

    • Bhatt Rohit u says:

      Bapu your latter to modi is very very good i imress with you and agree with you

    • DR.ANIL says:

      THANKS GOD.
      ITS A GIFT OF GOD..NOT ONLY FOR YOU BUT FOR GUJARAT.

    • seju mahendra says:

      FUTO FALO…………AAPNI TABIYAT SARI CHHE TO HAVE UDAVI DO MODI NI NINDAR……

    • Rusty says:

      I wtnead to spend a minute to thank you for this.

      Give your comment on this topic. We respect your privacy, your email address is never shared with any one. Required fields are marked with * )