Press Note Guj 17.09.2020 Raised the issue of increase in death-rate of radio collared Asiatic lions
Click here to view/download the Press Note
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
સાંસદ (રાજ્ય સભા), પ્રભારી બિહાર – દિલ્હી અને રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી
અખબારીયાદી તા.૧૭.૦૯.૨૦૨૦
એશિયાટિક લાયન્સ ( ગીરના સિંહો )નાં રેડિયો કોલર કરવાથી ૨૫ % જેટલા થયેલા સિંહોના મૃત્યુનો મુદ્દો ઝીરો અવર્સમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો..
ગુજરાતનાં આપણા ગીરમાં રહેલા સિંહો તે આપણું ગૌરવ છે. ગુજરાતમાં જે સિંહો છે તે સિંહોને રેડિયો કોલર કરવામાં આવ્યા છે, જે વૈજ્ઞાનિક રીતે જે ધારાધોરણ નક્કી થયા છે તે નેવે મુકીને કરવામાં આવ્યા છે. જે સંખ્યામાં કરવામાં આવ્યા હોય તે સંખ્યાને પણ નેવે મુકવામાં આવેલ છે. અઢી અઢી કિલોના રેડિયો કોલર સિંહના એ બચ્ચા જે જુવાનીમાં પહોચી રહ્યા છે તેને લગાડવામાં આવ્યા છે. શરીર વધે અને સિંહનું માથું મોટું થાય જે પરિણામને ધ્યાને ન રાખ્યું અને ૨૫ % સિંહો રેડીઓ કોલર કરેલા મૃત્યુ પામ્યા જે અતિ ગંભીર બાબત છે. ઝીરો અવર્સમાં મુદ્દો ઉઠાવવાની તક આપવા બદલ શક્તિસિંહ ગોહિલે સભાપતિજીનો આભાર માનેલ. વાઈલ્ડલાઈફના રાષ્ટ્રીય બોર્ડના સભ્ય મી. સિંઘે પણ કહ્યું છે કે આ ખોટું થયું છે. શ્રી એ.કે. શર્મા કીર્તિચક્રથી સન્માનિત વ્યક્તિ જે સિંહ ઉપરની ઓથોરીટી કહેવાય એમણે કહ્યું કે, આ ગિલ્ટી નથી ! આના ઉપર આવા અખતરા ના થાય ! આટલી મોટી સંખ્યામાં ન થાય. એકજ ગ્રુપના ત્રણ ત્રણ સિંહોને રેડિયો કોલર કરવામાં આવ્યા ? જેનું કોઈ કારણ જ ન હોઈ શકે. મેં માંગ કરી છે કે, આ અવૈજ્ઞાનિક રીતે જે કામ થયું છે તેની સામે ક્રિમિનલ કેસ થાય અને કડક હાથે કામ લેવામાં આવે અને જે મારા વનરાજોને અઢી અઢી કિલોના રેડિયો કોલર લગાડીને અવૈજ્ઞાનિક રીતે પરેશાન કરવામાં આવેલ છે તેને આમાંથી મુકત કરવામાં આવે.
આ સાથે સંસદમાં ઉઠાવેલ મુદ્દાની વિડીઓ લીંક સામેલ છે. જે જોવા વિનંતી.
———————————————————————————————————–