Press Note 22/09/22 ભાજપ સરકાર અંહકાર છોડે અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલે
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી
અખબારીયાદી તા.૨૨.૦૯.૨૦૨૨
ગુજરાતના આરોગ્ય વિભાગના ૧૬૦૦૦ કરતા વધારે કર્મચારીઓ છેલ્લા ૪૭ દિવસથી હડતાલ પર છે. પગાર વિસંગતતા, ટેક્નીકલ સ્ટાફ ગણવા તથા જૂની પેન્શન યોજના જેવા પ્રશ્નો માટેની માંગણી સરકારે સકારાત્મક રીતે ઉકેલી નથી તે દુઃખદ છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે ભાજપની સરકાર અંહકાર છોડે અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલે. આજે ગ્રામિણ જનતા માટે વેક્સીનેશન, પ્રસુતિ સમયની સેવાઓ, બાળકો અને વૃધ્ધોની સરભરા જેવા અનેક આરોગ્ય વિષયક પ્રશ્નો માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે. સરકાર આ બાબત અંગે પણ વિચારે તે જરૂરી છે. બીજી તરફ હજારો કર્મચારી આંદોલનના સ્થળે યાતના ભોગવી રહ્યા છે તે પણ સરકારે માનવીય અભિગમ સાથે વિચારવું જોઈએ તેવી માંગણી શકિતસિંહ ગોહિલે કરી છે
——————————————————————————————————–