Press Note 05/01/2011 Urja MoU Guj
Click hear to download press note 05/01/2011 Urja MoU Guj
વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી તા.પ.૧.ર૦૧૧
- વાયબ્રન્ટ ગુજરાતમાં રુપિયા ર,૧૧,૮૯પ કરોડના ઉર્જા ક્ષેત્રે થયેલાં એમ.ઓ.યુ. માત્ર કાગળ પરજ.
- ઉર્જા ક્ષેત્રે થયેલાં ૩૧ એમ.ઓ.યુ. પોકળ
- ઉર્જા ક્ષેત્રે જ પ૮૦૦૦ લોકોને રોજી-રોટી મળી જશે તે વાત ભ્રામક પુરવાર થઇ.
- નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને સરકારની ટીકા કરીને કહ્યું કે, માનીતાઓની સાથે વિજ ખરીદીના કરારના કારણે ઉપભોક્તાઓનો ભોગ લેવાય છે.
- બદ ઇરાદાથી ગુજરાતમાં ટૂંકાગાળાની વિજળી ખરીદાય છે અને કરોડો રુપિયા ખવાય છે.
- ઉર્જા ક્ષેત્રના એમ.ઓ.યુ.ની જોઇન્ટ લેજીસ્લેટીવ કમિટિ (જે.એલ.સી.) તપાસ કરે.
વાયબ્રન્ટ ગુજરાતના નામ પર ગુજરાત સરકારે પાવર સેકટરમાં (ઉર્જાક્ષેત્રે) ર,૧૧,૮૯પ કરોડ રુપિયાનું ધિરાણ આવી જશે તેવી જાહેરાતો કરી હતી. ઉર્જા ક્ષેત્રના આ ૩૧ એમ.ઓ.યુ. મારફત પ૮૦૦૦ લોકોને રોજી-રોટી મળી જશે તેવી પણ જાહેરાતો કરી હતી. પરંતુ હકીકત એ છે કે, આ ૩૧ એમ.ઓ.યુ.માં એકપણ કિસ્સામાં જાહેરાતને અનુરુપ કોઇ જ પ્રગતિ થઇ નથી. વાયબ્રન્ટ ગુજરાતના પ્લેટફોર્મને માત્ર મજાક તરીકે ઉપયોગમાં લેવાયું છે. કંપનીઓએ એમ.ઓ.યુ.ની ખોટી જાહેરાતો દ્વારા માત્ર મુખ્યમંત્રીશ્રીની વાયબ્રન્ટ ગુજરાતના મોટા આંકડા દેખાડવાની ઇચ્છાને પૂર્ણ કરી છે અને પોતાની કંપનીના શેરના ભાવ ઉંચકવા માટે વાયબ્રન્ટ ગુજરાતનો ઉપયોગ કર્યો છે. કેટલાક લોકોએ ફળદ્રુપ અને કિંમતી જમીનો એમ.ઓ.યુ.ના આધાર પર હસ્તગત કરી લીધી છે. આ પ્રેસનોટમાં ખોટા કરોડો રુપિયાના એમ.ઓ.યુ. કરનાર કંપનીની હકીકતની પરિસ્થિતિ શું છે. તેની સીલસીલાબંધ હકીકતો ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે રજુ કરી છે.
ગુજરાતમાં ઉર્જાની માંગને પહોંચી વળવા માટે લાંબાગાળાના ઉર્જા ખરીદીના કોન્ટ્રેકટ બદઇરાદાથી કરવામાં આવતાં નથી અને ટૂંકાગાળાની વિજળીની ખરીદી માનીતી બે કંપનીઓ પાસેથી ગુજરાત સરકાર કરી રહી છે. વિજળીની ટૂંકાગાળાની ખરીદીમાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ ગુજરાત સરકારની આ પધ્ધતિની ભયંકર ટીકાઓ કરેલી છે.
કાગળ ઉપરના કરારો ગુજરાતની વિજ માંગ્ કરતાં અનેકગણા વધારાના થાય છે પરંતુ હકીકતમાં ગુજરાતની જરુરિયાત મુજબની વિજળીનું ઉત્પાદન નહીં કરીને માનીતી કંપનીઓને માલામાલ કરવાનું કામ કરવામાં આવે છે.એક તરફ રાજ્ય કક્ષાના ઉર્જામંત્રીશ્રીએ વડોદરા ખાતે ઇજનેરોની મીટીંગમાં એવી જાહેરાત કરી કે, ગુજરાત પાસે સરપ્લસ પાવર છે પરંતુ આપણો આ મોંઘો પાવર ખરીદનારું કોઇ નથી જયારે આજે આપણાં રાજ્યમાં ખેડૂતોને પૂરતી વિજળી આપવામાં રાજ્ય સરકાર ઉદાસીન છે તે બાબત પણ હકીકત છે.
ગુજરાત સરકારે સ્પષ્ટ જાહેર કરવું જોઇએ કે, ગુજરાતમાં જે એમ.ઓ.યુ. થયાં છે તે એમ.ઓ.યુ. કરનારી કંપનીઓ કોલસો કયાંથી લાવવાની છે અને ગુજરાતના સંસાધનો વપરાયા પછી આ પાવર કોને વેચવાનો છે. ગુજરાતમાં ભયંકર પ્રદુષણને આમંત્રણ આપીને તથા આપણાં સંસાધનોને અને દરિયા કિનારાને નુકશાન કરવા માટે એમ.ઓ.યુ. કરવાનો અર્થ શું છે?
માનીતી કંપનીઓને માલામાલ કરવા માટે ગ્રીન એનર્જીના નામે એમ.ઓ.યુ. થઇ રહ્યાં છે. હકીકતમાં રાજ્ય સરકારે ગ્રીન એનર્જીની વિજળી ખરીદવાનો કોન્ટ્રેક્ટ કરતાં પહેલાં ટેન્ડર બહાર પાડવા જોઇએ પરંતુ ગુજરાતમાં મન ગમતાને લાભ આપવા અપર લીમીટના ભાવથી ગ્રીન એનર્જીના નામે કરાર થઇ રહ્યાં છે.આ કરારના કારણે જે મોંઘી વિજળી ખરીદવામાં આવશે તેનો માર ગુજરાતના મધ્યમ વર્ગના ઉપભોક્તાઓને પડશે.હાલમાં થઇ રહેલાં ટેન્ડર વગરના કરારોના કારણે પ્રતિ યુનિટ એક રુપિયા જેટલું નુકશાન આમ ગુજરાતીએ ભોગવવું પડશે.
વાયબ્રન્ટ ગુજરાત સન-ર૦૦૯માં એમ.ઓ.યુ. કરનારાની સંપૂર્ણ યાદી જાહેર કરીને તેમના સ્ટેટસ રિપોર્ટ જાહેર કરવા જોઇએ. સ્ટેટસ રિપોર્ટ જાહેર કર્યા વગર ભૂતકાળમાં એમ.ઓ.યુ. કરનાર એકપણ કંપની સાથે એમ.ઓ.યુ. ન થવું જોઇએ.
કેન્દ્ર સરકાર દ્વારા અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ ગુજરાતને આપવામાં આવેલો છે અને તે સંજોગોમાં લાંબાગાળાના જરુરિયાત મુજબના પાવર ખરીદીના ટેન્ડરથી કોન્ટ્રેક્ટ કરવાના બદલે માનીતાઓ સાથે મનફાવે તેવા કોન્ટ્રેક્ટ અને એમ.ઓ.યુ. વાયબ્રન્ટ ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટેજ થઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રીએ મુખ્યમંત્રીશ્રીને ચેલેન્જ કરી છે કે, જો અમારી વાત ખોટી હોય તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જાહેર મંચ ઉપર વાયબ્રન્ટ ગુજરાતના એમ.ઓ.યુ., રાજય સરકાર ઉપરનો કરજો અને માનીતા ઉદ્યોગપતિઓને આપેલી જમીનો અંગે અમારી સાથે ચર્ચા કરે.
ઉર્જા વિભાગમાં થયેલાં કરોડો રુપિયાના એમ.ઓ.યુ.ની વિગતવાર માહિતી. | ||
એમ.ઓ.યુ.કરનાર કંપનીનું નામ | એમ.ઓ.યુ.મુજબ કરવાના રોકાણની જાહેરાત | એમ.ઓ.યુ.મુજબ હાલની પરિસ્થિતિ |
અભિનવ સ્ટીલ | રુ. ૧,રપ૦ કરોડ | અભિનવ સ્ટીલની વેબસાઇટ ઉપર ગુજરાતમાં રોકાણના એમ.ઓ.યુ.ની એકપણ લીટી લખવામાં આવી નથી. એમ.ઓ.યુ. મુજબના રોકાણ શૂન્ય છે. |
યુનિવર્સલ સકસેશ એન્ટરપ્રાઇઝ | રુ.પ૦,૦૦૦/- | પ૦,૦૦૦ કરોડની જાહેરાત કર્યા પછી એક ટકો એટલે કે, પ૦૦ કરોડનું પણ રોકાણ કરવામાં આવ્યું નથી. કે ૧પ૦૦૦ને રોજગારી આપવાનું કહ્યા પછી ૧પ૦ને પણ રોજગારી આપવામાં આવી નથી. |
અદાણી પાવર | રુ.૧ર,પપ૦ કરોડ | ધંધુકા અને દહેગામ પાવર પ્લાન્ટ બનાવવાની કોઇ યોજના કે તૈયારી નથી. મુન્દ્રા પ્રોજેક્ટ માટે મફતના ભાવે જમીન લીધી છે પરંતુ વીજળી ગુજરાત સરકારને આપવી નથી. |
અંતાઇ બાલાજી | રુ.૭પ કરોડ | કોઇ વેબસાઇટ કે માહિતી સુધ્ધાં ઉપલબ્ધ નથી. |
અવન્થા પાવર | રુ.૬,૦૦૦ કરોડ | ૬૬૦ x ર સંભિવત યુનિટો અંગે કશુંજ નથી. |
બાલાજી ગ્રૃપ | રુ.૯૦૦ કરોડ | જમીન સંપાદન કે પર્યાવરણની પણ મંજૂરી કયાં છે? પ્રમોટર્સ કયાં છે? |
કેનાસીઆ પાવર કોર્પોરેશન | રુ. ૬,પ૦૦ કરોડ | કંપની પોતેજ કહે છે કે, લાંબાગાળાના પીપીએ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ સાથે કરવાનો મેં પ્રયત્નજ કર્યો નથી. |
જી.એમ.આર.એનર્જી | રુ. ૧૦,૦૦૦ કરોડ | કંપનીએ પોતેજ ગુજરાતમાંથી પ્લાન્ટ વાઇન્ડપ કર્યાની જાણકારી છે. આ કંપનીએ ઊર્જા વિકાસ નિગમ સાથે કોઇ પીપીએ માટે રસ દાખવ્યો નહોતો. |
જી.એસ.ઇ.સી એન્ડ જી.એસ.પી.સી. | રુ. ૧૯૬૦૦ કરોડ અને ૭,૦૦૦ કરોડ | ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ દલાલે સુરત ખાતે ગયા મહિને એન્જીનીયર એસોસીએશનના કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે, ગુજરાત પાસે વધારાની વીજળી ઉપલબ્ધ છે પણ કોઇ ખરીદનાર નથી. જો આ હકીકત સત્ય હોય તો નવા પાવરના એમ.ઓ.યુ. શા માટે? જી.એસ.ઇ.સી. અને જી.એસ. પી.સી. શા માટે પ્રજાના પૈસાનો ધુમાડો કરે છે. |
ઇન્ડીયન પાવર કોર્પોરેશન | રુ. ૬૬૦૦ કરોડ | આ કંપની અમદાવાદ ખાતે પાવર પ્લાન્ટ નાખવાનું એમ.ઓ.યુ. કરી ચૂકી છે. પરંતુ અમદાવાદમાં કયાં આ પાવર પ્લાન્ટ બનશે તેની કોઇને જ જાણકારી પણ મળતી નથી. |
જગદ્દગુરુ ટેકનોલોજી સર્વિસ | રુ. પ૦૦ કરોડ | કંપનીએ જમીન સંપાદન કે પર્યાવરણની મંજૂરી પણ લીધી છે ખરી? કંપનીને પોતાની વેબસાઇટ પણ નથી. |
જે.એસ.ડબલ્યુ એનર્જી | રુ. ૭૦૦૦ કરોડ | આ કંપનીએ ખૂબજ મોટા પ્રમાણમાં નાણાં આઇ.પી.ઓ. દ્વારા મેળવેલાં છે. પરંતુ નક્કર કામ એમ.ઓ.યુ. મુજબનું કયાંય જોવા મળતું નથી. |
એલ.એન્ડ ટી પાવર ડેવલોપમેન્ટ | રુ. ૧પ,૦૦૦ કરોડ | જી.એસ.પી.સી.નું પ્લેટફોર્મ બનાવવા કે.જી.બેઝીંગ માટેનો કોન્ટ્રેકટ આ કંપનીએ મેળવી લીધો છે. પરંતુ એમ.ઓ.યુ. મુજબના પાવર ડેવલપમેન્ટ માટે એમ.ઓ.યુ.ના આંકડા મુજબનું કોઇ રોકાણ કર્યુ નથી. |
ઓ.પી.જી. પાવર ગુજરાત | રુ. ૧ર,૦૦૦ કરોડ | આ કંપની એમ.ઓ.યુ.મુજબના રોકાણો કયાં સુધીમાં કરશે તેનો ઉલ્લેખ પણ નથી. કચ્છમાં નજીવું કામ કરનારી કંપની ૧ર૦૦૦ કરોડ કયાંથી લાવશે. |
પટેલ એનર્જી લીમીટેડ | રુ.ર,ર૦૦ કરોડ | આ કંપની તામિલનાડુમાં કામ કરે છે પરંતુ ગુજરાતમાં કામ કરવા અંગેનું કોઇ નકકર આયોજન જ નથી. |
રચના ગ્રૃપ | રુ.૯,ર૦૦ કરોડ | કોઇપણ પ્રકારનું કામ થયું જ નથી માત્ર કાગળ પરની જાહેરાત છે. |
રિલાયન્સ સિમેન્ટેશન | રુ. ૧,પ૦૦ કરોડ
|
કોઇપણ પ્રકારનું કામ થયું નથી. |
રિસ્પોન્સીવ ઇન્ઙ | રુ. ૧૦,૦૦૦ કરોડ | કોઇ પ્રકારનું કામ થયું નથી. |
શાપોરજી પલ્લોનજી એન્ડ કું. | રુ.૧૦,૦૦૦ કરોડ | એમ.ઓ.યુ.મુજબના રોકાણની કોઇ તૈયારી કે કામગીરી જ નથી. |
શ્યામ સેન્યુરી ઇન્ફ્રા. | રુ.પ,૪૦૦ | છત્તીસગઢમાં કામ કરે છે પરંતુ ગુજરાતમાં કોઇ કામગીરી જ નથી. |
સ્ટર્લિગ પાવર સેઝ | રુ.૮૦૦ કરોડ | પાવર સેકટરમાં આ કંપનીનું કોઇ રોકાણ એમ.ઓ.યુ. મુજબનું થયું નથી. |
ટોરન્ટ પાવર | રુ.૧૦,પ૦૦ કરોડ | કંપનીનું તાત્કાલિક રોકાણ માટેનું કે એમ.ઓ.યુ. મુજબની કામગીરી કરવાનું આયોજન નથી. |
ટફ એનર્જી | રુ.૩,૯૩૦ કરોડ | કામગીરી શૂન્ય |
વિડીયોકોન | રુ.૩,૦૦૦ કરોડ | પાંચ વર્ષથી ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રે રોકાણોની વાતો કરે છે, જમીનો મેળવે છે પરંતુ ઊર્જા ક્ષેત્રે કશુંજ કામ થયું નથી. |
——————————————————————————————————-