Press Note Guj Dt: 21/02/2011 on Jabardaan Gadhvi
Click here to view / download press note.
વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી તા. ર૧.ર.ર૦૧૧
- ગુજરાતના આમ આદમીને સરકાર તરફથી થતા અન્યાયના કારણે આત્મવિલોપન કરવું પડ્યું.
- કચ્છના જબરદાન ગઢવીને કાયદેસર પોતે જે માહિતી મેળવવા અધિકૃત છે તે માહિતી નહીં મળતાં અને નીચેથી ઉપર સુધી રજૂઆતોનું પરિણામ પણ નહીં મળતાં આત્મવિલોપન.
- મોટા ઉદ્યોગપતિઓ માટે સરકાર વાયબ્રન્ટ છે, પરંતુ ગુજરાતના સામાન્ય વ્યકિતનો અવાજ પણ સંભળાતો નથી.
- જે સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે સતત દોડતી રહે છે તે સરકારની જ આમ આદમી માટેની ઉપેક્ષાના કારણે ગુજરાતના આમ આદમીએ આત્મવિલોપન કરવું પડે છે.
કચ્છ જિલ્લામાં આજે મામલતદાર ઓફિસમાં જ સરકારી તંત્રના અન્યાય સામે શ્રી જબરદાન ગઢવીને આત્મવિલોપન કરવાની ફરજ પડી હતી. ન્યાય મેળવવા માટે સતત લડી રહેલાં આમ ગુજરાતીએ ન્યાય માટે આત્મવિલોપન કરવું પડે તે હદ સુધી ગુજરાતની સરકાર અને ગુજરાતનું તંત્ર ઉંઘતું રહે તે સ્વર્ણિમ ગુજરાતના વર્ષમાં શરમજનક ઘટના છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, માનીતા ઉદ્યોગપતિઓને વાયબ્રન્ટ ગુજરાતના નામે મફતમાં કિંમતી જમીનો ગણત્રીના દિવસોમાં જ આપી દે છે, પરંતુ ગુજરાતનો આમ આદમી પોતાની જમીન અંગેની માહિતી મેળવવા કાયદાથી અધિકૃત હોવા છતાં સતત રઝળ્યા કરે અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સુધી તેણે કરેલી રજૂઆતોનું કોઇ પરિણામ ન આવે ત્યારે હતાશ થઇને આત્મવિલોપન સુધીનું પગલું ભરવું પડે તે શરમજનક ઘટના છે. ગુજરાતના આમ આદમીની ચિંતા સરકાર અને સરકારી તંત્રએ કરવી જોઇએ અને કોઇપણ ગુજરાતીને પોતાના પ્રશ્ન માટે આત્મવિલોપન સુધીના તબક્કે જવું પડે ત્યાં સુધી સરકાર કે સરકારી તંત્ર સંવેદનાવિહિન બની જાય તે સ્વર્ણિમ ગુજરાતના વર્ષમાં શરમજનક છે. સ્વ. જબરદાન ગઢવી પોતાની વારસાઇ જમીનની માહિતી મેળવવા માટે અને આર.ટી.આઇ.ના કાયદા મુજબના પોતાના અધિકારથી લડી રહ્યા હતાં ત્યારે તેમને ન્યાય આપવામાં આવ્યો નહીં. પોતાને થતાં અન્યાય સામે સરકારના સર્વોપરી વ્યકિતઓ સુધી રજુઆતો થાય અને તેમ છતાં ગુજરાતના આમ આદમીનો અવાજ ન સંભળાય તે નિંદનીય છે.
————————————————————————————————–