Close

May 10, 2011

Press Note Guj Dt: 10/05/2011 on Kutch Sammelan

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                         તા.૧૦-પ-ર૦૧૧

 

  • કોંગ્રેસપક્ષના લોક પ્રશ્ન સાંભળવાના કાર્યક્રમમાં કચ્‍છની જનતા ઉમટી પડી.
  • ગુજરાતના મુખ્‍યમંત્રી અદાણીને લ્‍હાણી કરે છે અને આમ જનતાને પરેશાન કરે છે.
  • કચ્‍છના દરિયાકાંઠાને પ્રદુષિત કરવાનું પાપ ગુજરાતની સરકારે કર્યુ છે. જેથી ગુજરાતનો માછીમાર પાકિસ્‍તાનની સરહદમાં જવા મજબૂર બને છે.
  • રક્ષિ‍ત જંગલની ર૦૦૮ હેકટર જમીન અદાણીને અર્પણ.
  • બન્‍નીના પશુપાલકો માટે ઉપયોગી મોટા રણની એક લાખ એકર જમીન ભા.જ.પ.ના રાષ્‍ટ્રીય નેતાની આર્ચિયન કંપનીને ગુજરાતની સરકારે આપી.
  • ગરીબ લોકો માટેની નરેગા યોજનાના પૈસા ભા.જ.પ.ના નેતાઓ જ ખાઇ ગયાં.
  • ભુજ ખાતેની કોંગ્રેસની જનસભામાં હજારોની મેદની.

             ઉદ્યોગપતિઓને માટે વાયબ્રન્‍ટ બનનારી ગુજરાતની સરકાર કચ્‍છની આમ જનતાની ઉપેક્ષા કરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે કચ્‍છની જનતાના આમ પ્રશ્નો અને મુશ્‍કેલીઓને સમજવા માટે ભુજ ખાતે કાર્યક્રમ રાખેલો હતો. કોંગ્રેસપક્ષના જન સમસ્‍યા માટેના આ કાર્યક્રમમાં સંખ્‍યાબંધ લોકોએ પોતાને પડતી મુશ્‍કેલીઓ અને સરકાર તથા તંત્ર દ્વારા ચાલતાં બેફામ ભ્રષ્‍ટાચારની રજૂઆતો કરી હતી. જે ખિસ્‍સા ભરી શકે તેમના માટે કાયદાથી વિરુધ્‍ધ જઇને ખાસ કિસ્‍સામાં મંજૂરીઓ મળે છે, પરંતુ આમ આદમીને કોઇ જ સાંભળતું નથી તેવી વ્‍યાપક ફરિયાદો પ્રાપ્‍ત થઇ હતી. કોંગ્રેસપક્ષ આયોજીત ભુજ ખાતેની જાહેરસભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતાં. આ જનસભાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી અદાણીને લ્‍હાણી કરે છે, પરંતુ સામાન્‍ય ખેડૂતની સમસ્‍યા માટે તેમને સમય નથી. મુંદ્રા પોર્ટની અદાણીને અપાયેલી જમીનો, ભા.જ.પ.ના શ્રી વૈંકેયા નાયડુના સંપર્કવાળી આર્ચિયન કંપનીને અપાયેલી જમીનો જેવા અનેક દાખલા છે કે જેમાં કરોડો રુપિ‍યાની પ્રજાની મિલકત મફતના ભાવે આપી દેવામાં આવી છે. એક તરફ ગુજરાતની સરકાર એવો દાવો કરે છે કે, ગુજરાત પાસે સરપ્‍લસ વિજળી છે અને ગુજરાત બહાર વિજળી વેચી રહી છે, જયારે બીજી તરફ ડાર્કઝોનના નામે ખેડૂતોને વિજ જોડાણથી વંચિત રાખવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોને પૂરતી વિજળી આપવામાં આવતી નથી. ડાર્કઝોનમાં ઉદ્યોગપતિને પાણી ખેંચવા માટે વિજ જોડાણ મળે પરંતુ ખેડૂતને વિજ જોડાણ ન મળે તેનાથી મોટો અન્‍યાય બીજો કોઇ હોઇ શકે નહી. ગુજરાત રાજ્યમાં મુખ્‍યમંત્રીશ્રી દ્વારા ચાલતાં કરોડો રુપિ‍યાના ભ્રષ્‍ટાચાર અને જમીનોના કૌભાંડોની સીલસીલાબંધ હકીકતો જાહેર સભામાં શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ આપી હતી. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જાહેર સભાને સંબોધન કરતાં જણાવ્‍યુ હતું કે, કચ્‍છના સામાન્‍ય ખેડૂત જબરદાન ગઢવીને ગુજરાત સરકાર તરફથી થતા અન્‍યાય માટે આત્‍મવિલોપન કરવું પડે, ત્‍યારે બીજી તરફ કચ્‍છની ર‍ક્ષિ‍ત જંગલની ર૦૦૮ હેકટર જમીન મફતના ભાવે અદાણીને આપી દેવામાં આવે તે કચ્‍છની જનતાનું અપમાન છે. કચ્‍છ પર ધરતીકંપ પછી કુદરતની મહેર રહી છે અને એકપણ દુષ્‍કાળ ધરતીકંપ પછી કચ્‍છમાં પડ્યો નથી. કુદરતની આ કૃપાનો લાભ કચ્‍છના ખેડૂતો અને માલધારીઓને મળવો જોઇએ, તેના બદલે ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રીશ્રીની મીલીભગત ઉદ્યોગપતિઓને જ લાભાન્વિત કરે છે. કચ્‍છના બન્‍ની વિસ્‍તારના પશુપાલકો માટે ઉપયોગી ઘાસ પેદા કરતી એક લાખ એકર જેટલી જમીન ભા.જ.પ.ના રાષ્‍ટ્રીય નેતાના મળતીયાને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ આપી દીધી છે. મુંબઇની ઇન્‍ડીગોલ્‍ડ કંપનીને કરોડો રુપિ‍યાની જમીન સરકારના તમામ અધિકારીઓના અભિપ્રાયથી વિરુધ્‍ધ આપી દેવાનું અપકૃત્‍ય અને ભ્રષ્‍ટાચાર ગુજરાતની આ સરકારે કર્યો છે. ગુજરાત સરકારનો વિકાસ એ રાવણની લંકાના વિકાસ જેવો છે. રાવણની લંકામાં રાવણના માનીતા રાક્ષસોના મહેલ સોનાના હતા, પરંતુ આમ આદમી મુશ્‍કેલીમાં હતો. તે જ રીતે ગુજરાતમાં મુખ્‍યમંત્રીશ્રીના માનીતા ઉદ્યોગપતિઓ માલામાલ છે. તેમના મહેલ સોનાના છે, પરંતુ જબરદાન જેવા સામાન્‍ય મહેનતકશ ખેડૂતોની વ્‍યથા સરકાર સાંભળતી નથી. નર્મદાના પાણી કચ્‍છને સમયસર મળી શક્યા નથી તેની જવાબદારી ગુજરાતની ભા.જ.પ.સરકારની છે.

        ભુજ ખાતેની જાહેરસભામાં કોર કમિટીના સીનીયર સભ્‍યશ્રી કદીરભાઇ પીરઝાદાએ પ્રવચન કરતાં જણાવ્‍યું હતું કે, કચ્‍છના મહેનતકશ લોકોએ ધરતીકંપ પછી કચ્‍છને ફરી ધમધમતું બનાવ્‍યું છે. કચ્‍છના આ વિકાસમાં પહેલો અધિકાર કચ્‍છની જનતાનો હોવો જોઇએ, તેના બદલે બહારથી આવતાં ઉદ્યોગપતિઓને ગુજરાતની ભા.જ.પ.ની સરકાર માલામાલ કરી રહી છે. કચ્‍છમાં જંત્રીના ભાવોની બહુ જ મોટી અસમાનતા ઉભી કરવામાં આવી છે. કેન્‍દ્ર સરકારની નરેગા યોજનાના કરોડો રુપિ‍યા ભા.જ.પ.ના આગેવાનો ખાઇ ગયા છે. જનતા તરફથી જયારે ફરિયાદ દાખલ થઇ છે ત્‍યારે ટપાલ ખાતાના નાના કર્મચારીને પકડીને સરકાર મોટા માથાને  બચાવી રહી છે. હિંમત હોય તો સરકારે  આ સમગ્ર કૌભાંડની તપાસ સી.બી.આઇ.ને સોંપવી જોઇએ.

        કચ્‍છની જાહેરસભામાં ધારાસભ્‍યશ્રી બાબુભાઇ શાહ, જિલ્‍લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી વી. કે. હુંબલ, માજી સંસદસભ્‍યશ્રી ઉષાબેન ઠક્કર તથા જીલ્‍લાના આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

—————————————————————————————————–