Close

May 16, 2011

Press Note Guj Dt: 16/05/2011 on Petrol & Diesel Prices

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                તા.૧૬-પ-ર૦૧૧

  • ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ પર ટેક્ષનું ભારણ સૌથી વધારે છે.
  • ગુજરાત સરકાર ગુજરાતની જનતાને ટેક્ષના ભારણમાં ઘટાડો કરી રાહત આપે.
  • ગુજરાતમાં પેટ્રોલ ૧૪ અને ડિઝલ ૧ર જેટલું સસ્‍તુ થઇ શકે તેમ છે.
  • કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે કાચા ક્રૂડની કિંમત આજની સરખામણીએ ઘણીજ નીચી હોવા છતાં ૧૭ વખત પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવામાં આવ્‍યા હતાં.
  • અન્‍ય રાજ્યોમાં પેટ્રોલ અને ડિઝલ પર ૮ ટકા કર છે ત્‍યારે ગુજરાત ૧૪ ટકા કરતાં વધારે કર લે છે અને તેથી પેટ્રોલ અને ડિઝલના રુ.૮,૧ર૦ કરોડ જનતાએ વધુ ચૂકવવા પડે છે.
  • દિલ્‍હીની કોંગ્રેસની સરકારે ગેસના સિલીન્‍ડર પર ૪૦ રુપિ‍યા સબસીડી આપી છે. તેજ રીતે ગુજરાત પણ સબસીડી આપે.
  • હરિયાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ પેટ્રોલિયમ પેદાશ પરના ટેક્ષ ઘટાડીને જનતાને રાહત આપી છે. તેજ રીતે ગુજરાત પણ રાહત આપે.
  • કાચા ક્રૂડની કિંમત પ્રતિ બેરલે ૬૮ ડોલર હતી તે આજે વધીને ૧૧૦ ડોલર કરતાં વધારે થતાં ન છૂટકે પેટ્રોલના ભાવમાં વધારો.

કેન્‍દ્ર સરકાર સામે પેટ્રોલના ભાવ વધારા અંગે રાજકીય નિવેદનો અને કાદવ ઉછાળવાના બદલે ગુજરાતની ભાજપની સરકાર પેટ્રોલ અને ડિઝલ પરના વેટના દરમાં ઘટાડો કરે. દેશમાં સૌથી વધારે પેટ્રોલ અને ડિઝલ પર વેલ્‍યુએડેડ ટેક્ષ (વેટ)ગુજરાતમાં લેવામાં આવે છે. ગુજરાતમાં પેટ્રોલ પર ર૩ ટકાનો વેટ ઉપરાંત ર ટકાનો વધારાનો ટેક્ષ ગુજરાત સરકાર લઇ રહી છે.  ડિઝલ ઉપર ગુજરાતની સરકાર ર૧ ટકા વેટ અને ૩ ટકા વધારાનો સરચાર્જ લઇ રહી છે. જો ગુજરાત સરકારનો ટેક્ષ પેટ્રોલ અને ડિઝલ ઉપર નાબૂદ કરવામાં આવે  તો પેટ્રોલ ૧૪ રુપિ‍યા જેટલું અને ડિઝલ ૧ર રુપિ‍યા જેટલું સસ્‍તુ થઇ શકે છે. ભાવ વધારાના કારણે ગુજરાતની સરકાર વેટના દરોનો સીધો લાભ મેળવી રહી છે. કમસેકમ વધેલી કિંમત ઉપરથી તો વેટનો દર દૂર કરવો જ જોઇએ. આંતરાષ્‍ટ્રીય બજારમાં કાચા ક્રૂડની કિંમત બેરલના ૬૮ ડોલર હતાં તે વધીને ૧૧૦ ડોલરની સપાટીએ પહોંચ્‍યા પછી ન છૂટકે પેટો્લ ઉપર ભાવ વધારો કરવામાં આવ્‍યો છે. પેટ્રોલ અને ડિઝલને નિયંત્રણમુક્ત કરીને આંતરાષ્‍ટ્રીય બજારમાં ભાવો વધે તેની સાથે કંપનીઓને ભાવ વધારો કરવાની છૂટ આપવાની નીતિ ભાજપની આગેવાનીવાળી એન.ડી.એ.ની સરકારે જ ઘડી હતી. પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો થતાં હરિયાણાના મુખ્‍યમંત્રીશ્રીએ વેટના દરોમાં ખાસ રાહતો આપી હતી. દિલ્‍હીની કોંગ્રેસની સરકારે ગેસના સીલીન્‍ડર ઉપર ૪૦ રુપિ‍યાની ખાસ સબસીડી જાહેર કરી હતી. મોંઘવારીના નામે રો કકળ કરનારી ભાજપની કોઇપણ સરકારે રાહત આપી નથી. ગુજરાત વિધાનસભા વિરોધક્ષપના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી હતી કે, ગુજરાતની સરકાર વેટના દરોમાં ખાસ રાહતો જાહેર કરે જેથી કરીને ગુજરાતની જનતા ઉપર મોંઘવારીમાં આવેલાં વધારામાં રાહત મળી શકે. ગુજરાતમાં પેટ્રોલ વાર્ષિ‍ક રપ૦ કરોડ લીટર અને ડિઝલ વાર્ષિ‍ક ૩૩૦ કરોડ લીટર વપરાય છે. ગુજરાતની પ્રજા ઉપર અન્‍ય રાજ્યોના ૮ ટકાના ટેક્ષની સરખામણીએ ગુજરાત સરકાર ૧૪ ટકા  વધારાનો કર લઇ રહી છે અને તેની જો ગણતરી કરીએ તો ગુજરાતની જનતા પાસેથી ભાજપની સરકાર દર વર્ષે ૮૧ર૦ કરોડ રુપિ‍યા વધારે લઇ રહી છે. અન્‍ય રાજ્યોના કર માળખાની સાથે પેટ્રોલ ડિઝલ અને ગેસમાં રાહતો ગુજરાતની સરકાર આપે તો પેટ્રોલ અને ડિઝલમાં ૮ થી ૧ર રુપિ‍યા સુધીની રાહતો અપાઇ શકે તેમ છે. દિલ્‍હીની માફક ગેસના સીલીન્‍ડર પર ૪૦ રુપિ‍યાની સબસીડી પણ ગુજરાત સરકારે આપવી જોઇએ.

કેન્‍દ્રમાં ભાજપની આગેવાનીવાળી એન.ડી.એ.સરકારના શાસનકાળ દરમ્‍યાનમાં છ વર્ષમાં ૧૭ વખત પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો કરવામાં આવ્‍યો હતો. ગરીબ વ્‍યક્તિ જે કેરોસીનનો ઉપયોગ કરે છે તે કેરોસીનના ભાવમાં પણ ભૂતકાળમાં ક્યારેય વધારો ન થયો હોય તેટલો વધારો ભાજપની આગેવાનીવાળી એન.ડી.એ.ની સરકારે કરેલો હતો. કાચા ક્રૂડની કિંમતમાં ધરખમ વધારો થયા છતાં યુ.પી.એ.ની.સરકારે સબસીડી આપીને કેરોસીન તથા ડિઝલમાં તેમજ પેટ્રોલમાં રાહતો આપી છે. રાંધણગેસના ભાવોમાં ભાજપની સરકારે વધારા કર્યા હતાં પરંતુ કોંગ્રેસની આગેવાનીવાળી કેન્‍દ્ર સરકારે રાંધણ ગેસના ભાવોમાં એન.ડી.એ.ની સરકારની જેમ ભાવ વધારો કર્યો નથી. કેન્‍દ્રમાં ભાજપની આગેવાનીવાળી એન.ડી.એ.ની સરકારમાં પેટ્રોલિયમ પેદાશોમાં થયેલાં ભાવ વધારાનું કોષ્‍ટક તથા કેન્‍દ્રમાં આવેલી પ્રથમ પાંચ વર્ષની યુ.પી.એ.ની સરકારનું પેટ્રોલના ભાવમાં વધારો તેમજ પાંચ વખતનો થયેલો ઘટાડો દર્શાવતું કોષ્‍ટક નીચે મૂકેલું છે જે સત્‍ય હકીકત દર્શાવે છે.

કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે પેટ્રોલના ભાવમાં થયેલ વધારો.

કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્‍યારે પેટ્રોલના ભાવમાં થયેલ વધારો.

તારીખ

ભાવમાં વધારો રુ.

તારીખ

ભાવમાં વધારો.

તા.૩.૬.૧૯૯૮         

રુ.૧.૧૦    

તા.ર૧.૬.ર૦૦પ

રુ.ર.૬પ   

તા.૧પ.૧.ર૦૦૦       

રુ.ર.૧૪    

તા.૭.૯.ર૦૦પ       

રુ.૩.૦૦   

તા.૩૦.૯.ર૦૦૦       

રુ.ર.પ૦   

તા.૬.૬.ર૦૦૬         

રુ.૪.૦ર   

તા.૪.૬.ર૦૦ર        

રુ.ર.૪૦   

તા.૧પ.ર.ર૦૦૮       

રુ.ર.૬૭   

તા.૧૬.૬.ર૦૦ર       

રુ.૦.ર૪   

તા.પ.૬.ર૦૦૮        

રુ.પ.૦૪   

તા.૧.૯.ર૦૦ર         

રુ.૦.ર૦   

તા.ર.૭.ર૦૦૯        

રુ.૪.૦૧

તા.૧૬.૯.ર૦૦ર       

રુ.૦.૪૬   

 

તા.૧.૧૦.ર૦૦ર       

રુ.૦.રપ   

કોંગ્રેસના શાસનમા પાંચ વર્ષમાં પાંચ વખત પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્‍યો હતો. તારીખ. ૧૬.૧૧.ર૦૦૪ થી તા.ર૯.૧.ર૦૦૯ સુધીમાં રુપિયા ૧પ.૭૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્‍યો હતો.

તા.૧૭.૧૦.ર૦૦ર     

રુ.૦.૩૩    

તા.૩.૧.ર૦૦૩         

રુ.૧.૦ર    

તા.૧૮.૧.ર૦૦૩        

રુ.૦.૪૦   

તા.૧.ર.ર૦૦૩         

રુ.૦.૩૮    

તા.૧.૩.ર૦૦૩         

રુ.૧.૩૯    

તા.૧૬.૩.ર૦૦૩        

રુ.૧.૩૯    

તા.૧.૯.ર૦૦૩         

રુ.ર.૧૦    

તા.૧૬.૧ર.ર૦૦૩      

રુ.૧.૦૦   

તા.૧.૧.ર૦૦૪         

રુ.૧.૦૦

પશ્ચિમ બંગાળમાં ડિઝલ ઉપર ૧૭ ટકા વેરો હતો તે ઘટાડીને ૧ર.પ ટકા કરવામાં આવ્‍યો છે. પેટો્લ પરનો ટેક્ષ પણ બંગાળમાં ઘટાડવામાં આવ્‍યો છે. બિહારમાં કે જયાં ભાજપ અને જનતાદળની સરકાર છે તેણે પણ ભૂતકાળમાં પેટ્રોલિયમ પેદશો પરના કરના માળખામાં ઘટાડો કર્યો હતો. પરંતુ ગુજરાતની ભાજપની સરકારે કોઇપણ જાતનો ઘટાડો કર્યો નથી. કેન્‍દ્રમાં જયારે એન.ડી.એ.ની સરકાર હતી ત્‍યારે કાચા ક્રૂડની કિંમત એક બેરલની માત્ર ૩પ કે ૪૦ ડોલર હતી જયારે અત્‍યારે આંતરરાષ્‍ટ્રીય બજારોમાં કાચા ક્રૂડની કિંમત ત્રણ ગણા કરતાં પણ વધારે વધી ગઇ છે.

          આંતરરાષ્‍ટ્રીય બજારમાં કાચા ક્રૂડની કિંમત વધવાથી પેટ્રોલ અને ડિઝલના જે ભાવ વધે છે તેના કારણે રાજ્ય સરકારના અતિશય  વધારે ટેક્ષના ભારણના કારણે ગુજરાતની જનતા ઉપર બિન જરુરી વધારાનો માર પડે છે. ગત વર્ષના ગુજરાતની પેટ્રોલિયમ પેદાશો પરની વેટની આવકના આંકડાઓ જોઇએ તો સ્‍પષ્‍ટ થાય છે કે,કરોડો રુપિ‍યાનો કરબોજ ગુજરાતની જનતા પર ભાજપની સરકારના ઉંચા કરબોજ અને રાહત નહીં આપવાની નીતિના કારણે પડેલ છે. કોંગ્રેસપક્ષ માંગણી કરે છે કે, ગુજરાતની સરકાર અન્‍ય રાજ્યોની સરખામણીમાં પેટ્રોલ અને ડિઝલ પરના વેટના દર નીચા લાવે તેમજ વધેલી કિંમત પરથી ટેક્ષનું ભારણ દૂર કરે જેથી લોકોને પેટ્રોલ અને ડિઝલમાં મોંઘવારીનો માર ઓછો થાય.

—————————————————————————————————————————