Close

May 25, 2011

Press Note Guj Dt: 25/05/2011 on Kabirvad Mega Circuit

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                          તા.રપ-૦પ-ર૦૧૧

  • ગુજરાતની કોઇ દરખાસ્‍ત ન હોવા છતાં કેન્‍દ્ર સરકારે પ્રવાસન ક્ષેત્રે રુ. ૧પ૦ કરોડ રુપિ‍યા ફાળવવાની જાહેરાત કરી.
  • કબીરવડ ખાતે મેગા સરકીટના રુ. ૪૮૦૯ લાખના પ્રોજેકટનું ખાતમુર્હુત.
  • માન. શ્રી અહેમદભાઇ પટેલના આગ્રહથી કબીરવડ, દ્વારકા અને પોરબંદરના પ્રવાસનના કામો કરોડોના ખર્ચે થશે.

             કેન્‍દ્ર સરકારે ગુજરાત માટે પ્રવાસ ક્ષેત્રે ૧પ૦ કરોડ રુપિ‍યા આપવાની જાહેરાત કરી. કેન્‍દ્ર સરકારના પ્રવાસન મંત્રીશ્રી સુબોધકાંત સહાયે આજે કબીરવડ ખાતે ઇન્‍ટ્રીગ્રેટેડ ટુરીઝમ ડેવલપમેન્‍ટ ઓફ મેગા સરકીટ ”શુકલતીર્થ, મંગલેશ્વર, કબીરવડ અને અંગારેશ્વર”નું ખાતમુર્હુત કરતાં કબીરવડ ખાતે જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રીય નેતાશ્રી અહેમદભાઇ પટેલના આગ્રહના કારણે કબીરવડ ખાતેની મેગા વિકાસ યોજના માટે રુ. ૪૮૦૯ લાખનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્‍યો છે.માન. શ્રી સુબોધકાંત સહાયે પોતાના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સરકાર ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે ધમધમતું બનાવવા પૂરતો સહયોગ આપવા માંગે છે. રાજ્ય સરકારની કબીરવડની મેગા સરકીટ માટે કોઇ દરખાસ્‍ત ન હતી તેમ છતાં માન. શ્રી અહેમદભાઇ પટેલના આગ્રહના કારણે કબીરવડ ખાતેની મેગા સરકીટ, પોરબંદર મહાત્‍મા ગાંધીજીના જન્‍મસ્‍થાન અને અન્‍ય પૂજ્ય બાપુના સંસ્‍મરણોના સાથે સ્‍થળોની મેગા સરકીટ તેમજ દ્વારકા ખાતેની મેગા સરકીટ એમ આ ત્રણ પ્રોજેક્ટમાં ૧પ૦ કરોડ રુપિ‍યા કેન્‍દ્ર સરકાર ગુજરાતને આપશે. આ ઉપરાંત, અન્‍ય પ્રોજેક્ટો માટે કેન્‍દ્ર સરકારે ગયા વર્ષે ૮૦ કરોડ રુપિ‍યા ફાળવેલાં છે. આગામી વર્ષના આયોજનમાં પણ કેન્‍દ્ર સરકાર વિવિધ યોજનાઓ માટે ગુજરાતને નાણાં ફાળવશે.

        ગુજરાતના મહત્‍વના આ યાત્રા અને પ્રવાસનના ધામોની ચિંતા કેન્‍દ્ર સરકારે સેવીને ખાસ યોજનાઓ મંજૂર કરી છે, તે માટે વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે કેન્‍દ્ર સરકારના મંત્રીશ્રી સુબોધકાંત સહાય તથા માન. શ્રી અહેમદભાઇ પટેલનો આભાર માન્યો હતો. રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજના નીચે ગુજરાત સરકારને કેન્‍દ્ર સરકારે ૧૦૦૦ કરોડ રુપિ‍યા ફાળવેલાં છે, જેનાથી ગ્રામીણ વિસ્‍તારોમાં સતત વિજ પ્રવાહ આપી શકાય છે. કબીરવડને પણ આ યોજના નીચે રાજય સરકાર તાત્‍કાલિક જોડી આપે અને ર૪ ક્લાક વિજ પ્રવાહ અવિરત મળે તેવી વ્‍યવસ્‍થા કરવા શ્રી ગોહિલે માંગણી કરી છે.

        કબીરવડ ખાતેના મેગા સરકીટના શ્રી સુબોધકાંત સહાયજીના હસ્‍તેના ખાતમૂર્હત કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવાસન મંત્રીશ્રી જયનારાયણ વ્‍યાસ, વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ, રાજ્ય મંત્રીશ્રી જીતેન્‍દ્રભાઇ સુખડીયા, શ્રી કમલેશભાઇ પટેલ, કોંગ્રેસપક્ષના દંડક શ્રી ઇકબાલભાઇ પટેલ, ધારાસભ્‍યશ્રી કિરણભાઇ મકવાણા તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

——————————————————————————————————————–