Close

May 9, 2014

Press Note Guj Dt:09/05/2014 Modi is indeed fake OBC

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

અખબારી યાદી                                                              તા.૦૯.૦૫.૨૦૧૪

                નરેન્દ્ર મોદી નકલી ઓ.બી.સી છે તે હકીકત હોવા છતાં બીજેપી પોતાના જુઠ્ઠાણાને છુપાવવા એક પછી એક અનેક જુઠ્ઠાણાઓ બોલી રહ્યુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે ઓ.બી.સી ના લીસ્ટને ફાઈનલ કરવાનું કે તેમાં સુધારા વધારા કરવાનો અધિકાર માત્ર ભારત સરકારને જ છે. મોઢ ધાંચી ૧૯૯૪ કે ૧૯૯૯ સુધી ક્યારે પણ ભારત સરકારના ઓ.બી.સી ના લીસ્ટમાં હતા જ નહી. આ હકીકત હોવા છતા ૧૯૯૪નો બક્ષીપંચની યાદીનો ગુજરાતનો પરિપત્ર બતાવીને જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ૧૯૯૯માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલને હટાવીને ઓ.બી.સીના કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવાની ચળવળ ચાલી ત્યારે નરેન્દ્ર મોદીના ખાસ ચેલા કે જેનો ઉપયોગ કર્યા પછી મોદીએ જેને રાજકીય રીતે ખત્મ કરી નાખ્યા છે તેવા ભરતભાઈ બારોટ સમાજ કલ્યાણના મિનિસ્ટર હતા. શ્રી બારોટે મોઢ ઘાંચીને ઓ.બી.સીમાં મુકવા માટે એન.ડી.એની સરકારમાં મોદીના કહેવાથી પ્રયત્નો કર્યા હતા અને તેના પરિણામે જયારે ગુજરાતમાં ભાજપની સરકાર હતી અને કેન્દ્રમાં એન.ડી.એની સરકાર હતી ત્યારે મોઢ ઘાંચીને ઓ.બી.સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તા. ૦૧.૦૧.૨૦૦૨ના રોજ ગુજરાત સરકારે જીઆર કરી ને ઓ.બી.સીની સુધારેલી યાદીમાં મોઢ ઘાંચીને દાખલ કર્યા હતા. જો ૧૯૯૪માં મોઢ ઘાંચી ઓ.બી.સીમાં દાખલ થયા હતા તો પછી તા. ૦૧.૦૧.૨૦૦૨ના જીઆરમાં શા માટે લખાયું છે કે જૂની યાદીમાં માત્ર મોઢ મુસ્લિમ છે તેમાં હવે પછીથી નવી યાદીમાં ઉમેરો કરીને મોઢ ઘાંચી પણ ઉમેરવામાં આવે છે. આ જ બતાવે છે કે મોઢ ઘાંચી ઓ.બી.સીમાં હતા જ નહી. ૧૯૯૪માં કે કોંગ્રેસના શાશનમાં મોઢ ઘાંચી જ્ઞાતિને કેન્દ્ર સરકારે ઓ.બી.સી લીસ્ટમાં દાખલ કરી હોય તો તેની નકલ બીજેપી જાહેર કરે. 

         શ્રી ગોહિલે વધુમાં જણાવ્યું હતુ કે મોઢ સામાજની પોતાની ઓફિસીયલ વેબસાઈટ મોઢ સમાજ.કોમ છે. જેનું વેબએડ્રેસ http://www.modh-samaj.com/modh-modi.htm છે. આ વેબસાઈટ પર મોઢ મોદી, તેલી મોદી વિગેરીની વ્યાખ્યા આપવામાં આવી છે. અને તે મુજબ પણ મોઢ સમાજ સ્પષ્ટ રીતે લખે છે કે નરેન્દ્ર મોદીની જે જ્ઞાતિ  છે તે જ્ઞાતિ વેપારી જ્ઞાતિ છે એટલે કે વૈશ્યમાં આવે અને તે વેપાર કરતી જ્ઞાતિ છે. આમ મોદી કોઈ પણ રીતે પછાત જ્ઞાતિમાં આવી શકતા નથી. મોઢ સમાજ ની વેબસાઈટ પરના અક્ષ્રર સહ મોઢ મોદી માટેના લખાણ ને અહી રિપ્રોડ્યુસ કરવામાં આવી રહી  છે.    

http://www.modh-samaj.com/modh-modi.htm

Modh Samaj

———————————————————————————–