Close

June 15, 2014

Letter to Finance Minister

 

સ્‍નેહીશ્રી સૌરભભાઈ,

 

        સવિનય જય ભારત સાથ જણાવવાનું કે, આ૫શ્રીનો તા.૩૦.૫.ર૦૧૪નો ૫ત્ર મને મળેલ છે. નાણાકીય વર્ષ-ર૦૧૪-૧૫ના રાજયના બજેટમાં સમાવવા બાબત આ૫શ્રીએ જણાવેલ છે. આ અંગે જણાવવાનું કે, આગામી બજેટમાં નર્મદાના પાણી લોકો સુધી વહેલામાં વહેલી તકે ૫હોંચાડી શકાય તે માટે પૂરતી નાણાંની ફાળવણી આવશ્‍યક બની રહેશે. કચ્‍છ જિલ્‍લાને નર્મદાનું પાણી ૫હોંચાડવાનું કામ અગ્રીમતાથી થાય તે માટે કચ્‍છની કેનાલના કામો આગામી વર્ષોમાં જ પૂર્ણ  થાય તેવી જોગવાઈ બજેટમાં કરવી જોઈએ. કચ્‍છ જિલ્‍લાના લખ૫ત, અબડાસા અને નખત્રાણા તેમજ બન્‍નીનો વિસ્‍તાર વારંવાર અછતથી પ્રભાવિત રહે છે. હાલ આ વિસ્‍તારમાં લોકો અછતની ૫રિસ્‍થિતિનો સામનો કરી રહયા છે. આ વિસ્‍તારમાં ભૂતકાળની સરકારોએ મોટા ડેમો બનાવ્‍યા હતાં, ૫રંતુ છેલ્‍લાં ઘણાં વર્ષોથી એક૫ણ મોટો ડેમ આ વિસ્‍તારમાં બન્‍યો નથી. માટે સ્‍થાનિક તંત્રએ તેમજ અમોએ આ વિસ્‍તારમાં મોટા ડેમો બનાવવાની જે દરખાસ્‍તો મોકલી છે. તે પૈકી મોટા ડેમો બનાવવાનું આયોજન થાય તે આવકારદાયક રહેશે. નર્મદાના પાણીથી કચ્‍છના હયાત ડેમો તથા નાના મોટા તલાવડાને લીંકેજ બનાવી ભરવામાં આવે તો કચ્‍છની જનતાને ઘણો મોટો ફાયદો થઈ શકે તેમ છે. આગામી બજેટમાં આ માટે પૂરતી જોગવાઈ થાય તે જોવા ખાસ વિનંતી છે.

        કચ્‍છના અબડાસા, લખ૫ત અને નખત્રાણા તાલુકાના અનેક રસ્‍તાઓ અત્‍યંત બિસ્‍માર હાલતમાં છે. વર્ષોથી ડામરની કાર્પેટ થયેલી નથી તો રસ્‍તાઓને રિ-કાર્પેટ માટે આગામી બજેટમાં સમાવવા વિનંતી છે. પીંગળેશ્વર મંદિર તથા હિંગરીયા      દેવસ્‍થાન,અબડા દાદાની જગ્‍યા, સુમરી ડાડીઓનું સ્‍થાનક જેવી અનેક હિન્‍દુ અને મુસ્‍લિમ લોકોની શ્રઘ્‍ધા ધરાવતા સ્‍થળો આવેલાં છે. આ પૈકીના કેટલાક યાત્રાસ્‍થાનો તરીકે ૫ણ સરકાર દવારા જાહેર કરવામાં આવ્‍યા છે, ૫રંતુ આ સ્‍થળોના રસ્‍તા કે યાત્રાસ્‍થાનોના  વિકાસ માટે નાણાની કોઈ પૂરતી ફાળવણી થયેલી નથી. આગામી બજેટમાં આ અંગે પૂરતાં નાણાંની ફાળવણી થાય તેવી ખાસ વિનંતી છે.

કચ્‍છ જિલ્‍લામાં આવેલા માતાનામઢ અને હાજીપીરની જગ્‍યાના વિકાસ માટે જરૂરી નાણા ફાળવવા વિનંતી છે.

        આભાર સહ.

આ૫નો સ્‍નેહાધીન,

 

(શક્‍તિસિંહ ગોહિલ)

પ્રતિ,

શ્રી સૌરભભાઈ ૫ટેલ,

માન.નાણાંમંત્રીશ્રી,

ગુજરાત સરકાર,સચિવાલય,

ગાંધીનગર.

Click here to View/download copy of letter.