Close

July 14, 2014

Press Note Guj Dt:14/07/2014 on Narmada

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                      તા.૧૪.૦૭.૨૦૧૪

  • ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારીના કારણે લાખો કયુસેક પાણી દરિયામાં જાય છે અને બીજી તરફ ગુજરાતના લોકો પાણી વગર હાડમારી ભોગવે છે.
  • નર્મદાની કેનાલની કુલ લંબાઈ ૭૪ હજાર ૬૨૬ કિલોમીટરની છે. તેમાંથી ૩૭ હજાર ૮૪૧.૦૮ કિલોમીટર ૧૯ વર્ષ ભાજપની સરકાર રહ્યા પછી પણ કેનાલ કરી નથી.
  • કોન્ટ્રાક્ટરો સાથેની મિલી ભગતથી કરોડો રૂપિયાનો કોન્ટ્રેકટરો ને નર્મદાની કેનાલમાં લાભ.
  • ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલના ભષ્ટાચારના કારણે ખેડૂતોને ૫૦૦ કરોડનું નુકશાન.
  • સિચાઈ માટેના નર્મદાના કમાન્ડ એરિયાને ડી-નોટિફાઇડ કરીને ઉદ્યોગોને આપવાનો પ્રયત્ન.
  • ૨૮ હજાર હેક્ટર નર્મદાની સિચાઈગ્રસ્ત વિસ્તારની જમીન ઉદ્યોગોને આપવાનું કામ નર્મદાના ટ્રીબ્યુનલના એવોર્ડથી વિરુધ્ધનું.
  • ૧૯ વર્ષ સુધી કલ્પસરના નામે ભાજપની સરકારે ગુજરાતને ગાજર બતાવ્યું છે.
  • કલ્પસર બને તો ધોલેરા બંદર ડૂબમાં જાય અને ધોલેરા બંદર બને તો કલ્પસર ના બને તે હક્કિત હોવા છતા કલ્પસર અને વિશ્વકક્ષાના ધોલેરા બંદરના નામે ભાજપનું જુઠ્ઠાણું.
  • ૧૯ વર્ષ ભાજપના શાસનમાં ન કલ્પસર બન્યું કે ન ધોલેરાનું બંદર બન્યું પણ ગુજરાતના લોકો મુર્ખ બન્યા.
  • કચ્છની જનતાને ૧૯ વર્ષ સત્તામાં રહેલી ભાજપની સરકારે અન્યાય કર્યો છે.
  • કચ્છના લોકોને નર્મદાનું પાણી પહોચાડવા ભાજપની સરકાર સહેજ પણ પ્રયત્નશીલ નથી.
  • અછતગ્રસ્ત અબડાસા, લખપત અને નખત્રાણાને પાણી માટે વલખા મારવા પડે છે.

વિધાનસભામાં નર્મદા વિકાસ, સિચાઈ અને પાણી પુરવઠા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે વર્ષો પહેલા ભગવાન મહાવીરસ્વામીએ પાણીની કિંમત અને જરૂરિયાત તેમજ ઉપયોગીતાને સમજીને કહ્યું હતુ કે પાણીને ધી ની જેમ વાપરો મારે દુઃખ સાથે કહેવુ પડે છે કે આ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે નર્મદા નદીનું લાખો કયુસેક પાણી દરિયામાં વહી જાય છે અને બીજી તરફ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના લોકો પાણી વગર ખૂબ મોટી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. સરદાર સરોવર યોજનામાં ગુજરાતના ભાગે આવતુ ૯ એકર મિલિયન ફીટ પાણી સંપૂર્ણ પણે ઉપલબ્ધ છે. હાલ ઉપલબ્ધ પાણી માંથી ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર જમીનને સિચાઈનું પાણી નર્મદા માંથી આપી શકાય તેમ છે. પરંતુ અત્યારે માત્ર ૨.૦૩ લાખ હેક્ટરને જ ગુજરાતમાં પાણી અપાય છે. આ માટેનું કારણ એ છેકે નર્મદા યોજના નહેરની કુલ લંબાઈ ૭૪,૬૨૬ કિલોમીટરની કરવાની છે. નર્મદાની આ કેનાલો બનાવવા માટે કોઈની મંજુરી લેવાની જરૂર નથી કે કોઈ અદાલતનો સ્ટે નથી આમ છતાં ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારીના કારણે આ જે ૭૪,૬૨૬ કિલોમીટર પૈકી ૩૭,૮૪૧.૦૮ કિલોમીટરની લંબાઈ નું કામ ૩૧.૦૫.૨૦૧૪ ની સ્થિતિએ કરવાનું બાકી છે. કોંગ્રેસની છેલ્લી સરકારે આયોજનબંધ રીતે કામ કરીને ૧૯૯૫માં નર્મદાની નહેરનું ૯૦% માટી કામ પૂર્ણ કરેલ હતુ અને ત્યાર બાદ ૧૯ વર્ષ સુધીમાં ભારતીય જનતા પક્ષની સરકાર નર્મદાની કેનાલોનું કામ પૂર્ણ કરી શકી નથી. હક્કિતમાં નર્મદાની કેનાલો માટે જો આ ૧૯ વર્ષમાં પુરતી રકમ ફાળવી હોત તો આ જે ગુજરાત કૃષિક્ષેત્રે ખૂબ અગ્રેસર હોત અને નર્મદાના પાણીનો પૂરેપુરો ઉપયોગ થઈ શકતો હોત. ગુજરાતની સરકારે ૧૯ વર્ષ દરમ્યાન માત્ર સપનાઓ દેખાડીને પબ્લીકસીટી પાછળ જ નાણાનો દુર્વ્યય કર્યો છે.

શ્રી ગોહિલે કેનાલના કામોમાં ચાલતા ભષ્ટાચાર અંગે આકરા પ્રહારો સરકાર ઉપર કર્યા હતા અને જણાવ્યું હતુ કે નક્કર એકજ દાખલો રજુ કરું તો નર્મદા નિગમ કંપનીએ ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ નીચીને ડીસ્ટીબ્યુટરી અને માઈનોર ચેનલ્સ માટે ચેઈનેજ ૦ થી ૧૨૪.૯૩ કિલોમીટર સુધીનું કામ કરવા માટે ૨૩૯.૨૩ કરોડનું ટેન્ડર બહાર પાડેલુ હતુ. આ કામ ૧૮ મહિનામાં પૂર્ણ કરવાનું હતુ. આ કામ માટે ૮ કોન્ટ્રેકટરો એ ટેન્ડર ભર્યા હતા અને તેમાં સૌથી ઓછા ભરનાર લોયેસ્ટ ૧ (L-1) અને બીજા નંબરના સૌથી ઓછા ભાવ ભરનાર લોયેસ્ટ ૨ (L-2) કંપનીને નિગમે તમારો ઈતિહાસ સારો નથી એમ કરીને ના પાડી દીધી જયારે ત્રીજા નંબરના સૌથી ઓછા ભાવ ભરનાર કોન્ટ્રાક્ટર ને કહ્યું કે લીંબડી કેનાલનું કામ તમે કરો છો માટે તમને બીજુ કામ નહીં આપી એ. ત્યાર પછીના ચોથા ક્રમે ભાવ ભરનાર L- 4 રે ત્રીજા નંબરના ભાવ ભરનારના ભાવથી કામ કરવા તૌયારી બતાવી પરંતુ આ કંપની સાથે સોદાબાજી કરી ને નિગમે કામ તેને આપવાના બદલે એજ કામને બે ભાગમાં વહેચી નાખીને નવા ટેન્ડર બહાર પાડ્યા અને આ ટેન્ડરની કિંમત ૨૩૯.૨૩ કરોડની જગ્યાએ ૨૮૩.૨૩ કરોડની કરી નાખી. સૌથી મોટી પરદાફાસ થનારી હક્કિત એ છે કે અગાઉ જે કંપનીએ ચોથા ક્રમે હતી અને ત્રીજા ક્રમના ભાવથી કામ કરવા માગતી હતી એજ મધુકોન પ્રોજેક્ટ લિમીટેડ ને નિગમે કામ સોપી દીધું અને તેમાં તેને ૪૫.૦૯ કરોડ રૂપિયા જૂની ઓફર કરતા વધારેના ભાવથી કામ સોપી દીધું. અગાઉ નક્કી થયેલા ટેન્ડર અને નવા ઇસ્યુ થયેલા ટેન્ડર વચ્ચે થોડા વધારાના કામ અને એસ.ઓ.આરના ભાવ ડિફરન્સના ૯.૧૩ કરોડ બાદ કર્યા પછી ૪૫.૦૯ કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટર ને મળે તેવી રીતેની ગોઠવણ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરના અને સરકારના આ ૪૫.૦૯ કરોડના ભષ્ટાચારના કારણે ખેડૂતોને જે પાણી ૨૦૧૦ થી ૧૮ મહિનામાં મળી જવાનુ હતુ તે કામ વિલંબિત થઈ ને ૨૦૧૨ના અંતમાં માત્ર શરૂ થયું અને તે રીતે જોઈએતો ૧ લાખ ૬ હજાર હેક્ટર જમીનને દોઢ વર્ષ પાણી મોડું મળવાના કારણે કરોડો રૂપિયાનું નુકશાન ખેડૂતોને થયુ. નિષ્ણાતોના મત મુજબ નર્મદાનું પાણી ૧ એકરમાં જો પ્રાપ્ત થાયતો ખેડૂતને દર વર્ષે ૨૦ હજાર રૂપિયાનો ફાયદો થાય. આ ગણતી મુજબ ૧ લાખ હેકટરમાં એક વર્ષ મોડું પાણી મળવાથી ૫૦૦ કરોડ રૂપિયાનું નુકશાન ભાજપની સરકારના પાપ અને ભષ્ટાચારના કારણે થયુ છે.

કચ્છની જનતાને નર્મદાનું પાણી પહોચાડવા માટે આ સરકાર સહેજ પણ સંવેદનશીલ નથી. બજેટમાં જે જોગવાઈ કરી છે. તેનાથી કચ્છની ધરતીને નર્મદાના પાણી મળવાના નથી. મુખ્ય નહેરમાં માત્ર અંજાર સુધી પાણી પહોચાડીને પાણીનું પ્રદર્શન કે ઉત્સવો કરવાથી કચ્છના લોકોનું ભલું થવાનું નથી. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ કાચબાની ઢાલ જેવી છે અને માટે કચ્છની ધરતી ને પુરતું પાણી પહોચાડવા કેનાલ કચ્છના મધ્યમાંથી પ્રસાર થવી જોઈએ તેના બદલે દરિયાકાંઠે કેનાલ લઈ જઈ ને ઉદ્યોગપતિઓને પાણી પહોચાડવા આ સરકારનું આયોજન છે. કચ્છ અને ભાલ ને પાણી પહોચાડવાની ગુજરાતની દલીલના જ કારણે નર્મદાની ઉચાઇ માટેની સુપ્રિમ કોર્ટે મંજુરી આપી છે અને હવે આ બન્ને વિસ્તારને અન્યાય ભાજપની સરકાર કરી રહી છે. છેલ્લા ૧૯ વર્ષમાં કચ્છની ધરતીને પાણી પહોચાડવા નર્મદાની કેનાલોને માટે રૂપિયાની ફાળવણી કરવામાં આવી નથી. કચ્છમાં આવેલા કોંગ્રેસના સમયમાં બનેલા ડેમોને નર્મદાના પાણીના લિન્કેજ થી જોડવાનું કોઈ આયોજન આ સરકારે કરેલું નથી.

એક અત્યંત ગંભીર બાબત તરફ ગૃહનું ધ્યાન દોરતા શ્રી ગોહિલે જણાવ્યું હતુ કે નર્મદા ટ્રીબ્યુનલ અને નર્મદા ઓથોરીટી દ્વ્રારા ગુજરાતનો કમાન્ડ એરીયા નક્કી થયેલો છે. આ કમાન્ડ એરિયા માંથી ખેડૂતોને અન્યાય કરીને ઉદ્યોગોને પાણી આપવાનો પ્રયત્ન એ નર્મદાના એવોર્ડનો તેમજ શિડયુઅલના આદેશનો અને નર્મદા ઓથોરીટીના આદેશનો ભંગ છે. હક્કિતમાં નર્મદા યોજનાનું પાણી પીવા માટે અને ખેડૂતોને સિચાઈ માટે અગ્રીમતાથી આપવાનું છે તેના બદલે માનીતા ઉદ્યોગપતિઓને પાણી આપવાનું આ સરકાર પાપ કરી રહી છે. ગુજરાતની ભાજપની સરકારે કેટલાય વિસ્તારમાં વર્ષોથી નર્મદાના પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતોના મો પાસે આવેલો કોળીયો જુટવી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ સરકારે ૨૮ હજાર હેક્ટર જમીન ડી-નોટિફાઇડ કરી નાખી છે. નર્મદાનું પાણી પહોચવા માટે કમાન્ડ એરીયા તરીકે નોટિફાઇડ થયેલ જમીનોને ડી-નોટિફાઇડ કરવી એ ખેડૂતો માટે અન્યાય કરતા છે. ધોલેરા પાસેની ૧૩ હજાર જમીન એસ.આઈ.આર માટે આપવાનું નક્કી કરીને ત્યાના ખેડૂતોને નર્મદાના પાણીથી વંચિત કરવાનું કામ ગુજરાતની સરકારે માત્ર જમીન માફિયાઓ અને માનીતા ઉદ્યોગપતિઓ ના લાભાર્થે કર્યું છે.

કલ્પસર યોજનાના નામે લોકોને વર્ષોથી અમદાવાદને બુલેટ ટ્રેન જેવા સપનાઓ બતાવનારી ભાજપની સરકાર પર પ્રહાર કરતા શ્રી ગોહિલે જણાવ્યું હતુ કે છેલ્લા ૧૯ વર્ષથી કલ્પસર યોજનાના નામે ભાજપની સરકાર ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે. ફીજીબીલીટી રીપોર્ટના નામે દર વર્ષે બેજટમાં કરોડો રૂપિયા ફાળવીને તેને વેડફવામાં આવે છે. એક પ્રિ ફીજીબીલીટી રીપોર્ટ પાછળ કરોડો વેડફાયા પછી કલ્પસર યોજનાની પત્રિકા પણ બદલાવી નાખવામાં આવી છે અને પરિણામે કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. કલ્પસર યોજનાના નામે માર્કેટિંગ કરનારી ગુજરાતની સરકારે ધોલેરા ખાતે વિશ્વકક્ષાનું બંદર બનાવવાની પણ જાહેરાત કરી હતી. હવે જો કલ્પસર યોજનાનો નકશો જોઈએતો ધોલેરાનો દરિયાકાંઠો કલ્પસરમાં ડૂબમાં જાય છે એટલે કે જો કલ્પસર બને તો ધોલેરા બંદર ક્યારે ન બની શકે અને જો ધોલેરા બંદર બને તો કલ્પસર યોજના ક્યારે ન બની શકે. હક્કિતમાં ૧૯ વર્ષમાં નતો આ સરકારે કલ્પસર યોજના બનાવી કે ન તો ધોલેરા બંદર બનાવ્યું પરંતુ ગુજરાતની જનતાને મુર્ખ બનાવવાનું કામ માત્ર આ સરકારે કર્યું છે. કચ્છ જીલ્લામાં પીવાના પાણીની અત્યંત મુશ્કેલી છે અને તેમાં પણ ખાસ કરીને લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં પાણી માટેનો સ્થાનિક કોઈ સોર્સ નથી આ સંજોગોમાં હાલ જયારે અર્ધદુષ્કાળ સરકારે જાહેર કર્યો છે ત્યારે આ વિસ્તારના લોકોને પુરતું પાણી પહોચાડવાની સરકારની જવાબદારી છે પરંતુ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે લોકોને પાણી માટે ટળવળવું પડે છે.શ્રી ગોહિલે અછત રાહત કમિશ્નર તથા પાણી પુરવઠાના એમ.ડી એ કચ્છના દુર્ગમ વિસ્તારની મુલાકાત લીધી તેની પ્રશંસા કરી હતી.

————————————————————————————————————–