Close

December 15, 2015

સેક્યુલર સરદાર

Click here to visit English Blog on Sardar Patel sardarpatel_in_office સત્ય ને સદંતર વિકૃત રીતે કોઈ રજુ કરે ત્યારે દિલ દુભાયા વગર ન રહે. સરદાર વલ્લભભાઈ પટેલ સર્વોત્તમ સેક્યુલર, અડીખમ રાષ્ટ્ર ભક્ત અને રાષ્ટ્રીયતાના પ્રખર હિમાયતી અને સાચા કોંગ્રેસી હોવા છતાં ફાસ્ટીસ્ટ રાજકારણમાં જયારે સરદારને મુસ્લિમ વિરોધી કે આર.એસ.એસ. તરફી હોવાની ચેષ્ટા કરી છે ત્યારે દરેક સાચા ભારતીયને આ હલકી રાજનીતિ માટે આક્રોશ અને તિરસ્કારની ભાવના થયા વગર રહે નહી. મને લાગે છે કે, સરદાર સાહેબની આ ૬૫મી પુણ્યતિથી છે. સરદારની સાચી પ્રતિમા અને ઈતિહાસને મારા બ્લોગ પર આપ સર્વે સુધી પહોંચાડું તે જ સાચી શ્રદ્ધાંજલિ. ૫૬૫ રજવાડાઓનું વિલીનીકરણ એક રાષ્ટ્રમાં કરનાર અને દેશના હિંદુ મુસ્લિમ કોઈપણ અન્ય ફાસ્ટીસ્ટનો વિરોધ કરીને રાષ્ટ્રની એકતા અને અખંડીતતા માટે સમર્પિત સરદાર વલ્લભભાઈ પટેલની સાચી પ્રતિભા ઇતિહાસમાં કંડારાયેલી છે. સરદાર સાહેબની એ દ્રઢ માન્યતા હતી કે, “ધર્મ કે જાતિને રાજકીય હથિયાર તરીકે વપરાય નહીં.” gandhi_patel_and_maulana_azad_sept_19401 મુસ્લિમ વિરોધી સરદાર અથવા હિંદુ રાષ્ટ્રના હિમાયતી સરદાર એ તો ભા.જ.પ.ની માનસિકતાનું કાલ્પનિક તુત છે, ઇતિહાસના સાચા સરદાર નહીં. ખરી વાસ્તવિકતા તો એ છે કે, સરદાર સાહેબે તમામ સંનિષ્ઠ પ્રયત્નો હિંદુ અને મુસ્લિમ નજીક આવે તે માટેના કર્યા હતા. એ સરદાર વલ્લભભાઈ પટેલ જ હતા કે જેમને મુસ્લિમોને અત્યંત મહત્વની જગ્યાએ નિયુક્ત કર્યા હતાં અને મુસ્લિમ પ્રત્યેનો આદર અને પોતાના હૃદયની વિશાળતાનો પરિચય આપ્યો હતો. patel_and_gandhi1 ગાંધીજીના મૃત્યુ બાદ ( ૭મી ઓક્ટોબર, ૧૯૫૦) ફતેહ મેદાન, હૈદરાબાદ ખાતે સરદાર સાહેબે આપેલા ઐતિહાસિક પ્રવચનના અંશને આપ જ વાંચો. “દરેક દેશના બનતા દરેક અપકૃત્ય માટે મુસ્લિમોને જવાબદાર ન ગણી શકાય, આપણે એ ન ભુલવું જોઈએ કે ગાંધીજીના મૃત્યુ પછી હર્ષ અને ઉલ્લાહ્સથી નાચનારા હિંદુ જ હતાં.” શું કોઈ મુસ્લિમ વિરોધી જાહેરમાં ક્યારેય આવું બોલે ખરા ? સરદાર સાહેબે આજ પ્રવચનમાં એક ડગલું આગળ વધીને કહ્યું હતું કે, “કોઈ હિન્દુસ્તાનના જે માત્ર મુસલમાન છે તે માટે તેમને સતત પરેશાન કરતા રહો માત્ર એટલા માટે કે તે મુસલમાન છે તો યાદ રાખજો કે આપણે આ સ્વતંત્રતા માટે યોગ્ય નથી.” શ્રી બી.એમ. બિરલાને તેઓએ લખેલા પત્રોના શબ્દો હતાં કે “આપણે એ ન ભૂલવું જોઈએ કે લઘુમતીની રક્ષા એ આપણી પ્રાથમિક જવાબદારી છે. સત્તા એ ધર્મ, જતી, જ્ઞાતિના ભેદભાવથી પર હોવી જોઈએ.” સરદાર સાહેબને મુસ્લિમ વિરોધી ચિતરનારાઓને ખબર નહિ હોય કે સરદાર સાહેબના આત્મજનોમાં શ્રી ઈમામ સાહેબ બાવરજી અને અબ્બાસ રયબજી હતા. જેમના વિષે સરદાર સાહેબ પોતે કહેતા કે, “આ બન્ને મારા સગા ભાઈઓ સમાન છે.” દેશના ભાગલા પછી હિંદુ મુસ્લિમ રમખાણોની પરીસ્થીતિમાં ભોપાલ નવાજીની દીકરી પોતાના બીમાર પતિને પટૌડી ગામ ખાતે મળવા જે શકે તે માટે ખાસ વિમાનની વ્યવસ્થા કરી અને સરદાર સાહેબે જાતે જ તેઓને એસ્કોર્ટ કરીને સહી સલામત મિલાપ કરાવ્યો. આજે યુ.પી.એ. સરકારની વિચારધારા એ છે કે, દેશના વિકાસમાં સૌનું સંયોજિત યોગદાન હોવું જોઈએ. એ જ વિચારધારા હતી સરદાર સાહેબની. દિલ્હીના પ્રથમ ચીફ કમિશ્નરની નિમણુંક યોગ્યતાના આધાર પર શ્રી ખુરશીદ અહેમદ (મુસ્લિમ અધિકારી) ની નિમણુંક કરી. આજ રીતે ઓલ ઇન્ડિયા રેડીયોમાં સરદાર સાહેબના પ્રયત્નોએ ઉર્દૂને મહત્વનું સ્થાન આપ્યું. જુના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી યુ.એન. ઢેબરે નોંધેલ કે, સરદાર સાહેબને દેશના ભાગલા પછી હિંદુ મુસ્લિમની એકતા અંગે ચિંતા હતી, માટે કહેતા કે, ભાગલા પછી હિંદુ મુસ્લિમોની વધારે કાળજી લેવી જોઈએ. આપણે ત્યાં નિર્ભયપણે ગાયો પણ ફરી શકતી હોય ત્યાં કોઇપણ દેશવાસીઓએ ચિંતામાં જીવવું પડે તે યોગ્ય નથી. congressmen ૧૩મી નવેમ્બર, ૧૯૪૭ માં રાજકોટ ખાતે સરદાર સાહેબ બોલ્યા હતા કે, “મારે કોઈપણ મુસ્લિમો સામે વિરોધ નથી. ભૂતકાળમાં બે દેશની વિચારધારામાં માનનારા મુસ્લિમો પણ જો આજે હિન્દુસ્તાનમાં રહ્યા હોય તો શું ભૂતકાળ ભૂલી ગયો છું, વર્તમાનમાં તો હિંદુ મુસ્લિમ આ દેશના ભાઈઓ – ભાઈઓ છે. ૧૭મી ડીસેમ્બર, ૧૯૪૭માં દિલ્હી ખાતે સરદાર સાહેબના શબ્દો હતા કે, “ભારત એક છે. કોઈ વ્યક્તિ વહેતી નદી કે દરિયાને વિભાજીત કરી શકતો નથી તેમ મુસ્લીમોના મૂળ આ દેશમાં છે અને તેમને જુદા ન પાડી શકાય. ભારત જેટલો મુસલમાનોનો છે તેટલોજ હિન્દુઓનો છે.” ભા.જ.પ. એવી ભ્રમણા પેદા કરી શકે કે આર.એસ.એસ. ઉપરનો પ્રતિબંધ સરદાર સાહેબે નહેરુના દબાણ નીચે લાદયો હતો. શું કોઈ એ વાત માને ખરું કે લોખંડી પુરુષ કોઈના દબાણ નીચે નિર્ણયો કરે ? સરદાર સાહેબના શબ્દો હતા કે, “કોમી ઝેર પેદા કરવા માટેનું બીજકેન્દ્ર એટલે આર.એસ.એસ.”. ગાંધીજીની હત્યા કરનારી વિચારધારાના હીટ લીસ્ટમાં સરદાર સાહેબ હતા. ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે, ફેબ્રુઆરી ૧૯૪૯માં સરદાર સાહેબે કહ્યું હતું કે, “હિંદુ રાષ્ટ્ર એ ગાંડપણભર્યો વિચાર છે.”, આમ સરદાર સાહેબ એ ખરા અર્થમાં સેક્યુલર હતાં. રાષ્ટ્રને હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ એ કોઈના નામે વિભાજીત કરવાના બદલે એક અખંડ ભારતના શિલ્પી હતાં. ટૂંકી દ્રષ્ટિના અને ભાગલાવાદી વિચારધારામાં માનનારા અને કોઈ વામણા નેતાઓ પોતાની જાતને છોટે સરદાર કહેવડાવે તે લોકંડી પુરુષનું અપમાન છે. મારી અપેક્ષા છે કે, લોખંડી પુરુષની સ્વર્ણિમ પ્રતિભા અંગેના અને તેમની વિચારધારાઓ ઉપરની આપની કોમેન્ટ મને જરૂર પ્રાપ્ત થશે.