Close

July 19, 2016

પ્રેસ નોટ ૧૯/૦૭/૨૦૧૬ દલિતો પર દમન

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                                                                                તા.૧૯/૦૭/૨૦૧૬

     ઉના તાલુકાના સમઢીયાળા ગામના દલિત યુવાનો પર થયેલો અત્યાચાર એ આઘાતજનક છે અને તમામ ગુજરાતીઓ માટે શરમજનક ઘટના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં આ અતિ ગંભીર અને દુઃખદ બનેલી ઘટનાના સમયે શાંતિ અને એખલાસ જાળવી રાખવા તથા વિરોધ ગાંધી ચિંધ્યા રાહે જ દર્શાવવા અનુરોધ કર્યો છે. રાજ્યના દલિત યુવાનો એ ગઈકાલે ઝેર પીવાનું અંતિમ પગલું ભર્યું તે દર્શાવે છે કે દલિતો પરના અત્યાચારની પીડાની પરાકાષ્ઠા છે. શ્રી ગોહિલે રાજ્યના દલિત યુવાનોને ખાસ અનુરોધ કર્યો છે કે આત્મવિલોપન જેવા અંતિમ પગલાં ભરવાનું કોઈ વિચારે નહી. આ પીડા માત્ર દલિતો નહી પરંતુ સભ્ય સમાજના સૌ નાગરીકોની છે.

  ગુજરાતમાં કેટલાક લોકોની માનસિકતા હજુ પણ વર્ણવ્યવસ્થાને પોષનારી છે. આવા લોકો સામે કડક હાથે કામ લેવાના બદલે ગુજરાતની ભાજપની સરકાર તેમને રક્ષણ આપી રહી છે.

   ગુજરાતમાં ગાયો માટેનું ગૌચર ઉદ્યોગપતિઓને આપી દેવાનું, ગૌશાળાઓ ને સબસીડી નહી આપવાની તેમજ પશુધનની કોઈ પણ જાતની ચિંતા નહી કરવાની ભાજપ સરકારની નીતિ રહી છે અને ગાયોને માત્ર મતોના રાજકારણ માટે ‘માતા’ એમ કહીને ગાયના નામે અનેક યુવાનોમાં વિકૃત માનસિકતા પેદા કરવાનું કામ ભાજપની સરકારે કર્યું છે. મૃત ગાયોના કે પશુઓના દેહનો નિકાલ ચમાર પરિવારના ભાઈઓ કરે છે તેના કારણે સમાજમાં પર્યાવરણની અને આરોગ્યની જાણવણી થઈ શકે છે. ખરેખર આવું કામ કરનારા પરિવારોનો આભાર માનવો જોઈએ તેના બદલે તેમના પર અત્યાચાર થાય અને સરકાર ચુપ બેસી રહે તે દુઃખદ છે.

   દલિત ભાઈઓ માટે ભૂતકાળમાં સાંથણીની જમીન આપવામાં આવતી હતી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી હોવાના કારણે દલિત પરિવારોની પરીસ્થિતિ ગામડાઓમાં અત્યંત કપરી બની છે. જે પરિવારો પાસે કોંગ્રેસના શાસન દરમ્યાન સાંથણીની જમીન પ્રાપ્ત થઈ હતી તે જમીન શરતભંગના બહાના નીચે પડાવી લેવાનું કામ પણ ભાજપના શાસનમાં થઈ રહ્યું છે.

——————————————————————————————————