GPCC Press Note 04-07-2024
અખબારી યાદી
તા. ૪-૦૭-૨૦૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશની સંસદમાં લોકસભા વિપક્ષના નેતા આદરણીયશ્રી રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે વાત કરી હતી, હિંસક માણસ ક્યારેય હિન્દુ ના હોઈ શકે, આદરણીયશ્રી શંકરાચાર્યએ પણ કહ્યું કે શ્રી રાહુલ ગાંધીની વાત સાચી છે જેથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને તેમણે અડધા વીડિયો ચલાવ્યા. ભાજપે જે કર્યું એ ભગવાન શિવનું અપમાન છે, તમામ ધર્મ મૂળ માનવતા છે તેની વાત રાહુલ ગાંધીએ કરી હતી. શિવજી દર્શન કરવાની પોતાની વાત કરી હતી. ડરો નહી અને ડરાવો નહિ. હિંસક માર્ગ હિન્દુનો હોય શકે નહિ.. ભાજપ મત માટે હિંસા કરી રહ્યા છે. શ્રી રાહુલ ગાંધી વાત બાદ ભાજપમાં ડરથી હિંસા માર્ગ અપનાવ્યો છે. ભગવાન શ્રીરામ પણ લંકા ચઢાઈ કરી ત્યારે મહાદેવની પૂજા કરી હતી. ભાજપે જે કર્યું છે તે શિવજી અપમાન કર્યું છે. હું અપીલ કરીશ કે કોઈપણ શિવભક્ત ભાજપને માફ ના કરે. લડાઈ વિચારધારા, સિધ્ધાંતની હોઈ શકે. કોઇ પાર્ટીની ઓફિસમાં પહોચી તોડફોડ કરવી ગુજરાતની પરંપરા નથી રહી. લડાઈ હંમેશા વિચારધારાની હોય છે. ક્યારેય કોઈ રાજકીય પાર્ટી બીજી રાજકીય પાર્ટી ઓફિસ તોડફોડ કરી નથી. ભાજપ આ પ્રકારનું કૃત્ય કરીને ગુજરાતની અસ્મિતાની ખંડન કર્યું છે. કોંગ્રેસ ઓફિસના ચોકીદારની પ્રેગ્નન્ટ દીકરી પર પણ ભાજપના લોકોએ હુમલો કર્યો બપોરની ઘટના બાદ પણ પોલીસે સાંજની ઘટના થવા દીધી. ગોતા-ઘાટલોડિયાના ભાજપના ગ્રુપમાં ૪ વાગ્યે હુમલો કરવાના મેસેજ ફરતા થયા હતા. કોંગ્રેસ કાર્યાલય તરફથી પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવા પણ માંગ કરવામાં આવી હતી એલિસબ્રિજ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવી ઘટના બનવાની છે તેની કોંગ્રેસ તરફથી જાણ કરાઈ હતી. પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરવાનું કામ કર્યું. સેલ્ફ ડિફેન્સ એ કાયદાએ આપેલો અધિકાર છે, પોલીસ અધિકારી વાળંદની બાજુમાં ઉભા રહી ભાજપના ગુંડાઓ પથ્થર મારી રહ્યા છે, પોલીસ અધિકારી ડંડો ફટકારી પથ્થરબાજી રોકી શકતા હતા પોલીસની ફરિયાદમાં એકપણ ભાજપના નેતાના નામ નથી. કોંગ્રેસની બે હિન્દુ મહિલાઓના નામ પોલીસ ફરિયાદમાં છે.
કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરનાર લોકો વિડિયો વાયરલ કરી રહ્યા છે. વિડિયો વાયરલ થાય બાદ પણ પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ? પોલીસને કોંગ્રેસ ઓફિસ દ્વારા પહેલા જાણ કરવા છતાં પોલીસ પગલાં લીધા નથી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, સહિતના વરિષ્ઠ નેતાઓએ પોલીસ જાણ કરવામાં છતાં કાર્યવાહી નથી. મંજૂરી વિના ભાજપના લોકો કોંગ્રેસ ઓફિસ આવ્યા છે. પોલીસ દ્વારા ભાજપના લોકો મદદ કરી છે. સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો ભાજપના લોકો શરૂ કર્યો હતો. પોલીસ જનતા નહિ પણ ભાજપ મદદ કરી રહી હોવાના આક્ષેપ પોલીસની ફરિયાદમાં ભાજપના નેતાનું નામ કેમ નહિ ? કોંગ્રેસના મહિલા નેતાઓનું નામ લખવામાં આવ્યું છે. નવો કાયદો બહુ સ્પષ્ટ છે કે ફરિયાદી પહોંચે તો તેની ફરિયાદ લેવી જોઈએ. કાયદા મુજબ FIR લેવી ફરજિયાત છે તેમ છતાં કોંગ્રેસના નેતા કલાકો સુધી બેસાડવામાં આવ્યા છે અને હજુ સુધી ફરિયાદ નહિ પણ માત્ર અરજી લેવામાં આવી.
વધુમાં શ્રીશક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમદાવાદના પોલીસ કમિશ્નરની છાપ સારા અધિકારી તરીકેની છે. પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ડીટેન થયેલા નેતાઓના નામ ભાજપને આપ્યા છે. કોઈની પણ પ્રિમાઇસિસમાં વોરન્ટ વગર ઘૂસવાનો પોલીસને અધિકાર નથી, પોલીસને વિનંતી કે ભાજપના રવાળે ના ચડે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ કરે છે કોંગ્રેસના કાર્યકરો કોઈ ગુન્હેગાર નથી જેથી તેમની સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ. પોલીસ અને ભાજપ કોંગ્રેસને નિઃસહાય ના સમજે. કોંગ્રેસ અન્યાય સહન નહિ કરે. કોંગ્રેસનો કાર્યકર બબ્બર શેર છે. પોલીસ અધિકારીઓ સામે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. જો પોલીસ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેના જવાબમાં ૬ જુલાઈએ કોંગ્રેસનો કાર્યકર પ્રદેશ કાર્યાલયથી રસ્તા પર ઉતરશે અને જેલભરો સુધીનો કોલ આપવામાં આવશે, અમે ઇચ્છતા તો રથયાત્રાના દિવસે પણ આ કોલ આપી શકતા હતા. પરંતુ રથયાત્રાના પાવન પર્વમાં સુપેરે પુર્ણ થાય અને ભાવી ભક્તોને તકલીફ ના પડે તે માટે કોંગ્રેસ પક્ષ ૬-૭-૨૦૨૪ના રોજ કાર્યક્રમ યોજશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભા વિપક્ષના નેતા આદરણીયશ્રી રાહુલ ગાંધીને ગુજરાત પ્રદેશ કાર્યાલય આવવા માટે વિનંતી કરી છે, થોડા દિવસોમાં શ્રી રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય કાર્યકરોને મળવા માટે આવશે. શિવભક્ત ગુજરાતીઓ ભાજપને ઓળખી ગયા છે. ૨૦૨૭ માં ગુજરાત ભાજપને જવાબ આપશે.
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, સી.ડબ્લ્યુ.સી. મેમ્બર અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, કાર્યકારી અધ્યક્ષશ્રી જીજ્ઞેશ મેવાણી, ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના સહમંત્રીશ્રી નિલેશભાઈ પટેલ, અમદાવાદ શહેર પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તાશ્રી હિરેન બેંકર, ડૉ. અમિત નાયક, લીગલસેલના સભ્યશ્રી ઈકબાલ શેખ સહિત વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા