Close

June 24, 2013

Letter to CM

Click here to view / download copy of  letter.

પ્રતિ,

શ્રી નરેન્‍દ્રભાઈ મોદી,

માન. મુખ્‍યમંત્રીશ્રી,

ગુજરાત રાજ્‍ય,

સચિવાલય, ગાંધીનગર.

        માનનીય મુખ્‍યમંત્રીશ્રી,

        ઉત્તરાખંડમાં કુદરતી આપત્તિ આવતાં અનેક ગુજરાતીઓ અસરગ્રસ્‍ત બન્‍યા છે અને કેટલાક યાત્રિકો ઉત્તરાખંડમાં અટવાયા છે. અન્‍ય રાજ્‍યોએ પોતપોતાના રાજ્‍યના યાત્રિકોને મદદરૂપ બનવા અને પોતાના રાજ્‍યમાં પરત લાવવા સઘન વ્‍યવસ્‍થા ગોઠવી છે. આ સમયે રાજકીય પક્ષાપક્ષી કે રાજકારણ કરવાનો નહીં, પરંતુ સહિયારા પુરુષાર્થથી માનવતાનું કામ કરવાનો છે. મારી પાસે રાજ્‍યના અનેક પરિવારના ફોન આવે છે કે, મુખ્‍યમંત્રીના કાર્યાલયમાં અમારી રજૂઆત સાંભળનાર કે અમને મદદની વ્‍યવસ્‍થા આપનાર ઉપલબ્‍ધ નથી. મારી આપને વિનંતી છે કે, એક વ્‍યવસ્‍થિત કન્‍ટ્રોલ રૂમ તૈયાર કરવો જોઈએ.

        મારા ઉપર બદ્રીનાથ ખાતેથી સ્‍વામિનારાયણ મંદિરના સાધુનો ફોન આવ્‍યો હતો કે, બદ્રીનાથ મંદિરના મંદિરમાં ૨૪૦ જેટલા ગુજરાતીઓ છે અને તેમને સુરક્ષિત પાછા જવાની વ્‍યવસ્‍થા નથી.

        હું આશા રાખું છું કે, આપણી સરકાર તાત્‍કાલિક આ વ્‍યવસ્‍થા ગોઠવશે. આ ઉપરાંત, ગૌરીકુંડ અને કેદારનાથની વચ્‍ચે તેમજ ચીયા લેક-બુદ્ધિ ખાતે અનેક ગુજરાતીઓ પરત આવવાની વ્‍યવસ્‍થાની રાહ જોઈને બેઠા છે. તેમના માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા તાત્‍કાલિક થાય તેવી વિનંતી છે.

        આભાર સહ,

આપનો સ્‍નેહાધીન,

            (શક્તિસિંહ ગોહિલ) 

Letter to cm