Close

May 3, 2014

Press Note Guj Dt. 03/05/2014

Click here to view/download press note.

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

 

અખબારી યાદી                                                                 તા.૦૩.૦૫.૨૦૧૪

 

            કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કેટલાક અતિસ્વાર્થમાં અંધ બનેલા લોકોને મિત્રનો અર્થ પણ ખબર નથી હોતી. ગુજરાતના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ હરેન પંડ્યાને ૨૦૦૨ પહેલા પોતાના અંગત મિત્ર કહેતા હતા પરંતુ પોતાના રાજકીય સ્વાર્થ ખાતર ૨૦૦૨ની ચુંટણીમાં પોતાના કહેવાતા અંગત મિત્રને ભાજપ ટીકીટ ન જ આપે તેવી જીદ શ્રી મોદીએ કરી હતી. સ્વર્ગસ્થ હરેન પંડ્યાની જગ્યાએ અન્ય કોઈ પણ વ્યક્તિ ઉમેદવારીપત્ર ભરે તે જ પછી હું મારું ઉમેદવારીપત્ર ભરીશ તેમ કહીને ભાજપ હાઈકમાન્ડનું નાક દબાવ્યું હતુ અને આખરે ભાજપ હાઈકમાન્ડ ઝૂક્યું હતુ. સ્વર્ગસ્થ હરેન પંડ્યાની ટીકીટ કાપીને કહેવાતા મિત્રનું પોલીટીકલ મર્ડર શ્રી મોદીએ કરાવ્યું હતુ તે જગ જાહેર છે. ત્યાર બાદ શ્રી પંડ્યાની શારીરિક હત્યા કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ હરેન પંડ્યાના પિતાશ્રીએ વારંવાર જણાવ્યું હતુ કે તેમના દીકરાની હત્યા શ્રી નરેન્દ્ર મોદીએ કરાવી છે. આજ દિવસ સુધી સ્વર્ગસ્થ હરેન પંડ્યાની હત્યા કરનારા પકડાયા નથી. જે માણસ હિન્દુ ધર્મની ઉચ્ચતમ પ્રણાલીકા મુજબ અગ્નિની સાક્ષીએ સોગંધ ખાય કે જીવનભર સાથ નહી છોડું અને કોઈ પણ સંજોગોમાં અર્ધાગીની તરીકે સાથે રાખીશ તે પછી ધર્મપત્નીને છોડી દેતા હોય તે માણસને મિત્રની વ્યાખ્યા કરવાનો કોઈ અધિકાર નથી. અગ્નિની સાક્ષીએ સોગંધ ખાધા પછી સોગંધ તોડતા હોય તો તેના પાસેથી વફાદારીની કેમ અપેક્ષા રાખી શકાય?  જો ભૂતકાળ તપાસીએ તો ભાજપના વયોવૃદ્ધ નેતા આત્મારામભાઈ પટેલના જાહેરમાં કપડા ઉતારવા પાછળ કોનું દિમાંગ હતુ તે સમગ્ર ગુજરાત જાણે છે. સંકુચિત સ્વાર્થ માટે નીચી ક્ક્ષાએ જનાર ગુજરાતના મુખ્યમંત્રીના કોઈ મિત્ર ન હોય શકે. તેમનો ઈતિહાસતો એવો છે કે જેમના ખભા ઉપર ઉભા રહીને તે ઉચ્ચે ઉઠે છે તે જ વ્યક્તિના પગ નહી પરંતુ ગળું ગુજરાતના મુખ્યમંત્રી કાપે છે.

     ————————————————————————————