Close

January 21, 2011

Press Note 21/01/2011 Sting Operation Guj

Click hear to download Press Note_21-1-2011_Sting_Operation Guj.pdf

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી તા. ર૧.૧.ર૦૧૧

v        સંજય જોષીની સીડીનું સ્‍ટીંગ ઓપરેશન કરાવનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને સ્‍ટીંગ ઓપરેશનની બીક લાગે છે.

v        ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને કમળો થયો છે, તેથી બધું જ પીળું દેખાય છે.

v        જો ખાતા નથી અને ખાવા દેતા નથી તો સ્‍ટીંગ ઓપરેશનથી શા માટે ગભરાય છે ?

v        ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની ભાજપના કાર્યકર્તાઓને શિખામણ કે કરવું હોય તો કરો પણ સ્‍ટીંગ ઓપરેશનમાં પકડાતા નહીં.

v        હરેન પંડ્યાના ટેલિફોનનું ટેપીંગ કરવાની ગેરકાયદેસર સૂચના ગુજરાતના મુખ્‍યમંત્રીએ જ
આપી હતી.

v        ગુજરાતનો દરિયાકિનારો મુખ્‍યમંત્રીશ્રીના માનીતાઓએ પ્રદૂષીત કર્યો છે, તેથી જ ગુજરાતનો માછીમાર પાકિસ્‍તાનની સરહદમાં જવા મજબૂર થાય છે.

v        વર્ષો સુધી કેન્‍દ્રમાં ભાજપની સરકાર રહી ત્‍યારે સ્‍વીસ બેન્‍કનું કાળુ નાણું પાછુ લાવવાનું કેમ
ન સૂઝયું ?

v        ગુજરાતમાં અઢળક વિજ ઉત્‍પાદનનો દાવો કરે છે, તો શા માટે ખેડૂતોને ર૪ કલાક વિજળી આપવામાં આવતી નથી ?

જેને કમળો થયો હોય તેને બધું જ પીળું દેખાય. ગઇકાલે પ્રદેશ ભાજપની કારોબારીમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍ટીંગ ઓપરેશન ન થઇ જાય તે માટે સચેત રહેવા ભાજપના કાર્યકર્તાઓને જણાવ્‍યું હતું. ભૂતકાળમાં ગેરકાયદેસર સ્‍ટીંગ ઓપરેશન કરીને ભાજપના જ મહામંત્રીશ્રી સંજય જોષીની સેક્સ સીડી બનાવીને તેમની રાજકીય કારર્કિદી ખતમ કરવાનું કામ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ કર્યુ હતું. ગુજરાતના જ પ્રતિષ્ઠિત આઇ.પી.એસ. ઓફિસરે સોગંદનામા પર જાહેર કર્યુ હતું કે સ્‍વ. હરેન પંડ્યા જે મોબાઇલનો ઉપયોગ કરતાં હતાં તે મોબાઇલનું રેકોર્ડિંગ કરવાની સૂચના ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ આપી હતી. આમ જે માણસે ગેરકાયદેસર સ્‍ટીંગ ઓપરેશનો કર્યા છે તેને હવે બીજા પણ આવું કરશે તેવી ભીતી લાગી રહી છે.

ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી એવો પોકળ દાવો કરે છે કે, હું કાંઇ ખાતો નથી અને ખાવા દેતો નથી. જો એ સાચુ હોય તો સ્‍ટીંગ ઓપરેશનથી શા માટે ડરવું જોઇએ ? એનો અર્થ એ થયો કે, ખરેખર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભરપેટ ખાય છે અને ભરપેટ ખાવા દે છે પરંતુ આ પ્રવૃત્તિનું સ્‍ટીંગ ઓપરેશન ન થઇ જાય તે જોવાનું સચેત રહેવાનું કહે છે. ખરા અર્થમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ નિષ્‍ઠા અને પ્રામાણિકતાથી વહીવટ કરવાની સલાહ આપવી જોઇએ. તેના બદલે કરવું હોય તો કરજો પણ પકડાઇ ન જતા તેવી જે સૂચના આપી છે તે ભાજપનો અસલી ચહેરો ખુલ્‍લો કરે છે. ગુજરાતમાં અનેક રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને પત્રકારોના ટેલિફોન ટેપીંગનું ગેરકાયદેસર કામ તો ગુજરાતના મુખ્‍યમંત્રી‍શ્રીના ઇશારે ચાલી રહ્યું છે તે સૌ જાણે છે.

ભાજપની કારોબારીમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍વીસ બેન્‍કના કાળા નાણાં પરત લાવવાની વાત કરી છે. શું મુખ્‍યમંત્રીશ્રીને આ ડહાપણ જયારે દિલ્‍હીમાં વર્ષો સુધી ભાજપની સરકાર હતી ત્‍યારે કેમ ન થયું ? શું જયારે કેન્‍દ્રમાં એન.ડી.એ.ની સરકાર હતી ત્‍યારે સ્‍વીસ બેન્‍કમાંથી કાળા નાણાં વિશે મૌન એટલા માટે સેવવામાં આવતું હતું કે, સ્‍વીસ બેન્‍કમાં ભાજપના જ નેતાઓના પૈસા હતાં ? હવે સ્‍વીસ બેન્‍કમાંથી પૈસા બીજે ટ્રાન્‍સફર કર્યા બાદ અને કેન્‍દ્રમાં પોતાની સત્‍તા રહી નથી ત્‍યારે સ્‍વીસ બેન્‍કમાંથી નાણાં પાછા લાવવાનું ડહાપણ સૂઝયું છે. સમગ્ર દુનિયા જાણે છે કે, યુ.પી.એ. સરકારના સનિષ્‍ઠ પ્રયત્‍નો સ્‍વીસ બેન્‍ક હોય કે અન્‍ય કોઇપણ જગ્‍યા હોય ત્‍યાંથી કાળુ નાણું દેશના હિતમાં બહાર લાવવાની નિષ્‍ઠાપૂર્વકની કોશિષ છે.

એક સમયે કચ્‍છ અને સૌરાષ્‍ટ્રના સમુદ્ર કિનારેથી મુલ્‍યવાન માછલીઓ ગુજરાતના માછીમારોને મળતી હતી, આજે ગુજરાતનો દરિયાકિનારો અત્‍યંત પ્રદૂષીત કરી નાખવામાં આવ્‍યો છે. ભૂતકાળમાં પાકિસ્‍તાનના માછીમારોને સારી માછલી મેળવવા ગુજરાતની સરહદમાં આવવું પડતું હતું, અને તેઓ આપણા દેશની જેલમાં કેદ થતાં હતાં. આજે હવે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના ઉદ્યોગપતિઓના પ્રેમના કારણે ગુજરાતના માછીમારોને ગુજરાતના દરિયાકાંઠે માછલી મળતી જ નથી. જીવન ટકાવવા ગુજરાતના માછીમારે ન છૂટકે પાકિસ્‍તાનની સરહદમાં જવું પડે છે અને પાકિસ્‍તાનની જેલમાં કેદ થવું પડે છે. આ પરિસ્થિતિમાં અસંખ્‍ય ગુજરાતના માછીમારો માટે‍ ચિંતિત થવું જોઇએ, તેના બદલે હજુ પણ માનીતા ઉદ્યોગપતિઓને ગુજરાતનો દરિયાકાંઠો પ્રદુષીત કરવા માટે પીળા પરવાનાથી અપાઇ રહ્યો છે.

ગુજરાતમાં વિજ ઉત્‍પાદનના મોટા બણગાં મરાતાં હોવા છતાં ગુજરાતનાં ખેડૂતોને ર૪ કલાક વિજળી ખેતરમાં આપવામાં આવતી નથી. જો ગુજરાત પાસે પૂરતી વિજળી ઉપલબ્‍ધ હોય તો ગુજરાતના ખેડૂતોને થ્રી ફેઝ વિજળી ર૪ કલાક આપવી જોઇએ. સરકારી ખર્ચે સમારંભો યોજીને રાજકીય ભાષણો ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કરે છે અને તેથી સરકારની તિજોરીના નાણાંનો વ્‍યર્થ વ્‍યય થાય છે. સરકારી કર્મચારીઓને નિયમિત પગાર આપી શકતા નથી, પરંતુ પોતાના અહમને પોષવા માટે મુખ્‍યમંત્રીશ્રી કરોડો રુપીયા ઉડાડી રહ્યાં છે.

————————————————————————————————–