Press Note 23/12/2010 Guj
Click here to Download Press Note 23/12/2010 Incom Tax Guj
વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી તા.ર૩.૧ર.ર૦૧૦
• વાયબ્રન્ટ ગુજરાત દરમ્યાન ઇન્કમટેક્ષ વિભાગ જાગૃત રહીને ઇન્કમટેક્ષની ચોરી કરનારાઓને પકડી પાડે.
• કરોડો રુપિયાના એમ.ઓ.યુ. કરનારા જો વ્યાજબી ટેક્ષ ન ભરતા હોય તો તેમને ત્યાં ઇન્કમ ટેક્ષના દરોડા પાડવામાં આવે.
• ઇન્કમટેક્ષ વિભાગની જાગૃતિથી ખોટા એમ.ઓ.યુ. કરીને સરકારની જમીન તથા બેન્કોના નાણાં પડાવતા લોકોને રોકી શકાશે.
ઇન્કમટેક્ષની આવકથી રાજ્ય અને કેન્દ્રના વિકાસ માટે જરુરી નાણાં મળવામાં મોટી મદદ થતી હોય છે. ગુજરાતનો મધ્યમ વર્ગનો પગારદાર વ્યક્તિ કે નાનો ઉદ્યોગકાર પોતાની આવક છૂપાવતો નથી અને પુરો ઇન્કમટેક્ષ ભરતો હોય છે. જયારે મોટા ઉદ્યોગપતિઓ બિલ્ડરો અને ટ્રેડર્સ ઇન્કમટેક્ષની ભરપૂર કરચોરી કરતાં હોય છે. મોટા કરચોરોની કરચોરી પકડવામાં આવે તો રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની તિજોરીમાં આવક પણ વધે અને વિકાસના કામોમાં વેગ મળે. વાયબ્રન્ટ ગુજરાતમાં મોટા કરચોરી કરનારા પણ એમ.ઓ.યુ. કરતાં હોય છે. આ એમ.ઓ.યુ.માં તેઓ ભાવી રોકાણ માટેની જાહેરાત કરીને જાતે જ સહી કરતાં હોય છે. જેનો અર્થ એ થાય કે, એમ.ઓ.યુ. કરનાર ઉદ્યોગપતિઓ બિલ્ડરો તથા ટ્રેડર્સ ભવિષ્યમાં જે રોકાણ કરવાની જાહેરાત કરે છે તેને અનુરુપ તેની પાસે નાણાં ઉપલબ્ધ છે. આ એક એવો પ્રસંગ છે કે, જયાં ઇન્કમટેક્ષ વિભાગે સંપૂર્ણ જાગૃતિ રાખીને ખાનગી વોચ ગોઠવવી જોઇએ કે, જેથી કરચોરોને પકડી શકાય. આવા એમ.ઓ.યુ. કરનારાને ત્યાં દરોડા પાડીને તેમજ એમ.ઓ.યુ.ની રકમને ધ્યાને લઇને સર્ચ કરીને ઇન્કમટેક્ષની વસૂલી કરવી જોઇએ. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય નાણાંમંત્રીશ્રીને તા.૧૦.૧ર.ર૦૧૦ના રોજ પત્ર લખીને રાજ્ય તથા રાષ્ટ્રના હિતમાં કરચોર મોટા માથાઓને પકડવા આગામી વાયબ્રન્ટ ગુજરાત દરમ્યાન જાગૃતિ રાખવા જણાવેલ હતું. કેન્દ્રીય નાણાં મંત્રીશ્રીએ આ અંગે જરુરી કાર્યવાહી કરવા વિભાગને સુચના આપવાની ખાતરી આપી છે. ઇન્કમટેક્ષ વિભાગની જાગૃતિના કારણે કેટલાંક તદ્દન ખોટાં એમ.ઓ.યુ. કરનારા લોકો કે જેઓ ખીસ્સામાં ફૂટી કોડી ધરાવતાં હોતાં નથી અને ખોટા એમ.ઓ.યુ.થી ગુજરાતની સરકારી જમીનો પડાવી લે છે તેમજ એમ.ઓ.યુ.ના કાગળો બતાવીને બેન્કોમાંથી મોટા ધિરાણો લઇ બેન્કોના નાણાં પણ ડૂબાડતાં હોય છે. તેમના ઉપર પણ બ્રેક લાગી શકશે અને તેથી રાજ્યનું અહિત કરનારા બેનામી લોકોને રોકી શકાશે.
——————————————————————–
Encl :
Click here to Open letter to Finance Minister dtd 10.12.2010