Press Note 28/12/2010 Guj
Click hear to Download press note 28/12/2010 fix Salary
વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી તા.ર૮.૧ર.ર૦૧૦
- ચૂંટણીઓ પહેલાં ફિક્સ પગારના તમામ કર્મચારીઓને પગાર વધારાની જાહેરાત પોકળ પુરવાર થઇ.
- ચૂંટણીઓ પહેલાનો પરિપત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂ્ર્ણ થતાની સાથે બદલી નાખવામાં આવ્યો.
- મતોના રાજકારણ માટે રાજ્યનો વહીવટ
- ·
ગુજરાતના યુવાનોનું ફિક્સ પગારથી ભયંકર શોષણ ચાલી રહ્યું છે. આવા ફિકસ પગારના કર્મચારીઓનો અસંતોષ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપને નુકશાન કરશે તેવી દહેશત ઉભી થતાં ગુજરાત સરકારે ગુજરાતની સ્વર્ણિમ જયંતિ ઉત્સવ દરમ્યાન જાહેરાત કરી કે, ફિકસ પગારના કર્મચારીઓના પગારના દરોમાં વધારો જાહેર કરેલો છે.આ અંગેનો પરિપત્ર તા.ર૯.૪.ર૦૧૦ના રોજ બહાર પણ પાડવામાં આવેલો. આ વધારાની ખૂબજ પ્રસિધ્ધી અને વાહ વાહ રાજ્ય સરકારે મેળવી હતી. તા.ર૯.૪.ર૦૧૦ના ઠરાવ ક્રમાંક ખરચ/ર૦૦ર/પ૭/ ઝ.૧માં બદઇરાદાથી કોઇ સ્પષ્ટતા કરી ન હતી અને તેથી માસિક કે અગિયાર માસની નિમણૂંકવાળા તમામ ફિકસ પગારના કર્મચારીઓને લાભ મળી જાય છે તેવુંજ અર્થઘટન થાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ જાહેરાતનો લાભ લઇ લીધા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ તા.૧૦.૧૦.ર૦૧૦ અને પંચાયતની ચૂંટણીઓ તા.ર૧.-૧૦-ર૦૧૦ના રોજ પૂરી થતાં સરકારે હવે નવો પરિપત્ર બહાર પાડીને ૧૧ માસના કરાર આધારીત કર્મચારીઓને પગાર વધારાનો કોઇ લાભ ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દિધું છે. ગુજરાત સરકારે ચૂંટણીલક્ષી બદઇરાદાપૂર્વક જે વહીવટ કરે છે તેનો નમૂનો આ સાથે સામેલ છે.
—————————————————————————————————-
Encl :
Click hear to open a document GR_Attach_Press-28-12-2010