Close

September 3, 2010

Press Note Date : 03/09/2010 Guj

Click here to Download Press Note Date 03/09/2010 GUJ

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.
અખબાર યાદી તા.૩-૯-ર૦૧૦

• ‍પમી સપ્‍ટેમ્‍બરે ઉજવાતો શિક્ષકદિન મુખ્‍યમંત્રીશ્રી પોતાની સસ્‍તી પ્રસિધ્ધિ માટે ૪થી સપ્‍ટેમ્‍બરે ઉજવશે.
• શિક્ષકદિનને પમી સપ્‍ટેમ્‍બરના બદલે ૪થી સપ્‍ટેમ્‍બરે ઉજવવો તે દેશના તમામ શિક્ષકો અને સંસ્‍કૃતિનું અપમાન.

પમી સપ્‍ટેમ્‍બર એ સમગ્ર દેશમાં શિક્ષકદિન તરીકે ઉજવાય છે. ભારત રત્‍ન અને દેશના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિશ્રી ડો.સર્વપલ્‍લી રાધાક્રિષ્‍ણનો જન્‍મ દિવસ પમી સપ્‍ટેમ્‍બર તેમની ભાવનાઓના કારણે શિક્ષકદિન તરીકે ઉજવાઇ રહ્યો છે. પ્રસિધ્ધિના ભૂખ્‍યા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ પોતાની અનુકૂળતા અને પ્રસિધ્‍ધી માટે પમી સપ્‍ટેમ્‍બરને બદલે ૪થી સપ્‍ટેમ્‍બરે શિક્ષકદિનના કાર્યક્રમોનું આયોજન કરીને દેશના તમામ શિક્ષકોનું અને સંસ્‍કૃતિનું અપમાન કરેલ છે. મહાનુભવોની તિથિ ઐતિહાસિક રીતે જોડાયેલી હોય છે.આ તિથીમાં ફેરફાર કરવાની ચેષ્‍ટા એ હલકી માનસિકતાનું પ્રદર્શન છે.ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ પમી સપ્‍ટેમ્‍બરે શિક્ષકદિન છે તે દિવસે શિક્ષકોના સન્‍માન યોગ્‍ય ઉચિત કાર્યક્રમનું આયોજન કરવું જોઇએ તેના બદલે પોતાની અનુકૂળતા ખાતર અને પોતાની સસ્‍તી પ્રસિધ્ધિની ભૂખ માટે ૪થી સપ્‍ટેમ્‍બરે વિડીયો કોન્‍ફરન્‍સથી પોતાના ભાષણનું આયોજન કરેલ છે.ગુજરાતના શિક્ષકોને શિક્ષકદિને સામેથી બોલાવીને તેમના પ્રશ્‍નોનું યોગ્‍ય નિરાકરણ કરવું જોઇએ. ફિકસ પગારના શિક્ષકોને પૂરતો પગાર અને છઠ્ઠા પગારપંચના સંપૂર્ણ લાભો આપવા જોઇએ. પ્રવાસી શિક્ષકોનો પ્રશ્‍ન ગુજરાતમાં ગૂંચવાયેલો છે. કેન્‍દ્ર સરકારે જાહેર કરેલી યોજના મુજબ નિચ્છિત થયેલી મર્યાદા પૂર્ણ થયેથી રાજય સરકારે પ્રવાસી શિક્ષકોને પૂરતો પગાર આપી નોકરીમાં ચાલુ રાખવા જોઇએ. પરંતુ ગુજરાતની સરકારે આ પ્રવાસી શિક્ષકોની ચિંતા કરી નથી. મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોને પડતી મુશ્‍કેલીઓ દૂર કરવાના બદલે પોતાના માનીતા ટ્રસ્‍ટોને સમગ્ર યોજના આપી દેવાનું પાપ ગુજરાતની સરકારે કરેલું છે.
——————————————————————–