Press Note Date 04/07/2010 GUJ
Click here to Donwload Press note 04/07/2010
વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.
અખબાર યાદી તા.૪.૦૭.ર૦૧૦
- સોમવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાયેલા બંધનું એલાન માત્ર રાજકીય રોટલો શેકવા માટે.
- પેટ્રોલિયમ પેદાશોને નિયંત્રણ મુકત કરવાના બિલને મતદાન સમયે ભાજપના તમામ સંસદસભ્યશ્રીઓએ ટેકો આપ્યો હતો.
- ગુજરાત બંધના સમયે લોકોને આશ્વાશીત કરવાના બદલે ગુજરાતની સરકાર દહેશત ફેલાવી રહી છે.
- સરકારી તંત્ર દ્વારા ફરજીયાતપણે સોમવારે શાળા કોલેજો બંધ કરવા દબાણ.
- સ્વ.હરેન પંડ્યાની હત્યા સમયે અડવાણીજીએ સી.બી.આઇ.ને તટસ્થ અને ઇન્ટેલીજન્ટ એજન્સી કહી હતી તો આજે ભાજપ સી.બી.આઇ.ને કેમ વગોવે છે.?
- દેશમાં સૌથી મોંઘા ભાવે ડિઝલ ગુજરાતમાં કારણ કે, ગુજરાત સરકારનો ટેક્ષ દેશમાં સૌથી વધારે.
- ભાજપની સત્તાના સમયે રર વખત પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારવામાં આવ્યાં હતાં.
- ગુજરાતની પોલીસે અનેક અધિકારીઓની ધરપકડ કરી ત્યારે ભાજપ ચૂપ જયારે સી.બી.આઇ. એકની ધરપકડ કરે તો કાગારોળ.
સોમવારે ગુજરાત બંધનું એલાન ભારતીય જનતા પક્ષે માત્ર સસ્તી અને હલકી રાજનીતિ કરવા માટે જ આપેલું છે. મોંઘવારીની અને સી.બી.આઇ.ની વાત કરનાર ભાજપ આ બન્ને મુદ્દા અંગે સાચી પરિસ્થિતિ લોકો સમક્ષ જાહેર કરે. કેન્દ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે પેટ્રોલિયમ પેદાશોને ભાવ નિયંત્રણમાંથી મુકત કરવાનું બિલ એન.ડી.એ.ની સરકારે જ રજુ કરેલું હતું. આ સમયે ભાજપના તમામ સંસદસભ્યશ્રીઓએ બિલની તરફેણમાં એટલે કે પેટ્રોલિયમ પેદાશોને નિયંત્રણમાંથી મુકત કરવા તરફ મતદાન કર્યુ હતું. આ રેકોર્ડ દેશની સંસદમાં આજે પણ મોજુદ છે.
કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એન.ડી.એ.ની સરકાર હતી ત્યારે ગુજરાતના ભાજપના જાગૃત નેતા સ્વ. હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા થયા બાદ જે તે સમયે અડવાણીજીએ પ્રેસ અને મિડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે સ્વ.હરેન પંડ્યાની હત્યાની તપાસ તટસ્થ અને ઇન્ટેલીજન્ટ ઇન્વેસ્ટીગેશન એજન્સી સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે.એ સમયે જે સી.બી.આઇ. હતી તેજ સી.બી.આઇ. હાલના સમયમાં છે. સી.બી.આઇ.ના બંધારણમાં કે કાર્યક્ષેત્રમાં કોઇજ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાજપના શાસનમાં સી.બી.આઇ. તટસ્થ અને ઇન્ટેલીજન્ટ હતી તો હવે કેમ તેજ સી.બી.આઇ.ની સામે ભાજપના નેતાઓ શોર બકોર કરે છે.ગુજરાતની પોલીસ દ્વારાજ ચાર આઇ.પી.એસ. અધિકારીઓ અને ૧૯ જેટલાં પોલીસોની ધરપકડ કરવામાં આવી ત્યારે ગુજરાત બંધ તો શું પણ કોઇ નિવેદન સુધ્ધાં ભાજપે કર્યુ નહી. પરંતુ હવે જયારે સી.બી.આઇ. દ્વારા એકનીજ ધરપકડ થઇ ત્યાં આખા ગુજરાતને બાનમાં લેવાનો કેમ પ્રયત્ન થાય છે. ગુજરાતમાં ચાલતી સી.બી.આઇ.ની તપાસ કેન્દ્ર સરકાર કે કોંગ્રેસના કારણે નથી થતી પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમથી તપાસ થઇ રહી છે. ગુજરાતમાં ચાલતી સી.બી.આઇ.ની તપાસનો અહેવાલ પણ નામદાર સુપ્રીમ કોર્ટ પાસે રજુ થવાનો છે. સી.બી.આઇ.ને તપાસ સોંપાતા પહેલાં નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને એક પક્ષકાર તરીકે વિસ્તારથી સાંભળેલાં અને સત્ય શોધવા પૂરી તક પણ આપી હતી. જયારે નામદાર સુપ્રીમ કોર્ટને ગુજરાત સરકાર દ્વારા ચાલતી તપાસ માત્ર અધિકારીઓને જ જેલમાં નાંખીને પડદા પાછળની વ્યકિતઓ અંગે તપાસ ન થતી હોય તેવું લાગ્યું ત્યારે સી.બી.આઇ.ને લાર્જર કોન્પીરન્સી હતી કે કેમ તે પણ તપાસવાનું કહેલું છે અને તેથીજ ભાજપના નેતાઓને તેમની અંદર બેઠેલો ચોર પકડાઇ જશે તેવા ડરથી સમગ્ર ગુજરાતને પરેશાન કરવાનું સુઝેલ છે.
સમગ્ર દેશમાં ડિઝલની કિંમત ગુજરાતમાં સૌથી વધારે છે. કારણ કે, ગુજરાત સરકાર વેલ્યુએડેડ ટેક્ષ અને તેના પરનો સરચાર્જ વસુલ કરી રહી છે. હરિયાણાની સરકારે ખેડૂતોને ખાસ ડિઝલ પર સબસીડી જાહેર કરી અને સસ્તુ ડિઝલ મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. ગુજરાતની સરકારને મોંઘવારીમાં ગુજરાતની જનતાને મદદરુપ થવા માટે કોઇ પગલાં ભરવા નથી. પેટ્રોલ ઉપરના જો ગુજરાત સરકારના કરવેરા નાબૂદ થાય તો ગુજરાતમાં પેટ્રોલ ૧૩ થી ૧૪ રુપિયા સસ્તુ આપી શકાય તેમ છે. ખેડૂતોને ખેત પેદાશમાં અપાતા ખાતર, બિયારણ અને કૃષિ પાકના રક્ષણ માટેની દવાઓ મોટા ભાગના રાજયોને વેરામુકત રાખેલ છે. પરંતુ ગુજરાત સરકાર આ તમામ બાબતો ઉપર પણ આકરા વેરા લઇ રહી છે.
ગુજરાતની સરકાર ગુજરાત બંધને કોઇપણ રીતે સફળ બનાવવા માટે ગુજરાતમાં દહેશત ફેલાવી રહી છે. સરકારી તંત્ર દ્વારા જ શાળા કોલેજોને સોમવારે ફરજીયાત બંધ રાખવા દબાણ કરવામાં આવી રહયું છે.વેપારી મહામંડળોને ભાજપના નેતાઓ ધમકીભર્યા સંદેશાઓ મોકલી રહયાં છે. સત્તામા બેઠેલી સરકાર લોકોનું રક્ષણ કરવાના બદલે પોતેજ દહેશત ફેલાવવા જઇ રહી છે.
======================================================