Close

August 9, 2010

Press Note Date : 09/08/2010 GUJ

Click here to Download Press Note 09/08/2010 GUJ

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                           તા.૯.૮.ર૦૧૦

  • માળખાકીય સુવિધાઓમાં ભયંકર ભ્રષ્‍ટાચાર થતો હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી.
  • અતિવૃષ્ટિના સમયે ફૂડ પેકેટ, દૂધ અને પાણી લોકોને પૂરું પાડવું જોઇએ.
  • ભ્રષ્‍ટાચાર અને વૈભવમાં મસ્‍ત રાજ્ય સરકારે પૂરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત પણ ન લીધી.
  • કેન્‍દ્ર સરકારે આપેલાં કરોડો રુપિ‍યા માળખાકીય સુવિધાઓમાં યોગ્‍ય રીતે ગુજરાતની સરકારે વાપર્યા   હોત તો વરસાદી પાણીનો નિકાલ  બરોબર થયો હોત.
  • ગુજરાત સરકાર અને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં માળખાકીય સુવિધાઓ માટેના નાણાંનો મોટા પાયે ભ્રષ્‍ટાચાર થતો હોવાથી અમદાવાદ શહેર અને ગુજરાતમાં માળખાકીય સુવિધાઓમાં ભયંકર ક્ષતિઓ રહી છે. અમદાવાદમાં થયેલાં એકજ વરસાદથી આ ભ્રષ્‍ટ વહીવટનો પર્દાફાશ થયો છે. એકજ રાત્રીના વરસાદમાં અમદાવાદના મોટા ભાગના વિસ્‍તારો બેટ જેવી ‍પરિસ્થિતિમાં ફેરવાઇ ગયા હતાં. કેન્‍દ્ર સરકારે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્‍યુઅલ મિશન(JNNURM)નીચે અમદાવાદ શહેર અને ગુજરાતને કરોડો રુપિ‍યા આપેલાં છે. આ રુપિ‍યાનો યોગ્‍ય માળખાકીય સુવિધાઓમાં ઉપયોગ થયેલો નથી અને તેથીજ  થોડો વધારે વરસાદ થતાં લોકોને પારાવાર મુશ્‍કેલીઓ ભોગવવી પડી છે. અતિવૃષ્ટિના સમયે રાજય સરકારે  લોકોની મદદમાં ખડે પગે ઉભા રહેવું જોઇએ તેના બદલે પ્રસિધ્‍ધીના ભુખ્‍યા મુખ્‍યમંત્રીશ્રી અને સરકાર પ્રજાની મુશ્‍કેલીના સમયે પણ વૈભવમાં વ્‍યસ્‍ત હતાં. અમદાવાદ શહેરનાં પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં તથા રાજયનાં પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં ફૂડ પેકેટ, દૂધ અને પાણીની પ્રાથમિક વ્‍યવસ્‍થા પણ ઉભી કરવાની રાજય સરકારે ચિંતા કરી નથી. મોરબીની પૂર હોનારત થઇ ત્‍યારે પૂરગ્રસ્‍ત લોકોની વચ્‍ચે તે વખતના મુખ્‍યમંત્રીશ્રી બાબુભાઇ જશભાઇ પટેલ સતત હાજર રહયાં હતાં. મોરબીના પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં ઓટલા પર બેસીને તેમણે સચિવાલયનો વહીવટ ચલાવ્‍યો હતો. ગુજરાતની આ ઉત્તમ અસ્મિતા હોવાછતાં હાલના મુખ્‍યમંત્રીશ્રીએ પૂરગ્રસ્‍ત લોકોની વચ્‍ચે જવાનું પણ પસંદ કર્યુ નથી. નીચાણવાળા વિસ્‍તારોમાંથી પાણીના નિકાલ અને બચાવની કામગીરીમાં રાજય સરકારે સદંતર ઉદાસીનતા દાખવી છે. અતિવૃષ્ટિના કારણે જે લોકોની પારાવાર તારાજી થઇ છે તેમને કેશડોલ્‍સ અને સહાય તથા રાહત માટેની જરુરી સામગ્રી રાજય સરકાર તાત્‍કાલિક પુરી પાડે તેવી ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે.

ખેડૂતોને અતિવૃષ્ટિથી નુકશાન થયું છે ત્‍યાં વળતર પણ રાજય સરકારે તાત્‍કાલિક આપવું જોઇએ.

————————————————————————————————————