Press Note Date 14/06/2010 GUJ
Click here to Download Press Note Date 14/06/2010
Click here to Download Press Note Enclouses
વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. |
અખબાર યાદી તા. ૧૪.૬.ર૦૧૦
- ભોપાલ ગેસ દુર્ઘટના માટે જવાબદાર યુનિયન કાર્બાઇડ(ડાવકેમિકલ્સ) સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ એપ્રીલ-ર૦૦૮માં એમ.ઓ.યુ.કર્યુ હતું.
- ડાવ કેમિકલ્સના પત્રની નકલ પ્રેસ અને મિડિયા સમક્ષ રજુ થતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની ભોપાલ દુર્ઘટના માટે દોષીત કંપની સાથે મિલી ભગતનો પર્દાફાશ.
- મધ્યપ્રદેશની ગેસ દુર્ઘટના પછીના ૩પ૬ ટન ઝેરી કચરાને ગુજરાતમાં લાવવાની મંજૂરી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ તા.૪.૧.ર૦૦૭ના રોજ આપી હતી.
- કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓની સામે આક્ષેપ કરનારા ભાજપના નેતાઓ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો જવાબ માંગે.
- ડાવ કેમિકલ્સના કેન્દ્ર સરકારના પત્રમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ તેમની સાથે એમ.ઓ.યુ. કર્યુ છે માટે કેન્દ્ર સરકાર અમોને મદદ કરે તેવી માંગણી.
- ·
ભોપાલની ગેસ દુર્ઘટના માટે જવાબદાર યુનિયન કાર્બાઇડ હવે (ડાવ કેમિકલ્સ) સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ હાથ મિલાવીને ભોપાલની માનવ સંહાર માટેની દોષીત કંપનીને લાલ જાજમ બિછાવી ગુજરાતમાં બોલાવવાનું પાપ કર્યુ છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ડાવ કેમિકલના તા.૧.૧૦.ર૦૦૮ના પત્રની નકલ પ્રેસ અને મિડિયાને આપેલી હતી. જે પત્રમાં સ્પષ્ટ રીતે ભોપાલ ગેસ દુર્ઘટના માટેની જવાબદાર કંપનીને ટેક ઓવર કરનારા ડાવ કેમિકલ્સે પોતેજ લખેલું છે કે, ગુજરાત સરકારના ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લી.(જી.એ.સી.એલ) સાથે ડાવ કેમિકલ્સ કંપની દ્વારા એપ્રીલ-ર૦૦૮માં એમ.ઓ.યુ. થયેલું છે. આ ગુનેગાર કંપનીના આ પત્રમાં લખાયું છે કે, એમ.ઓ.યુ. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કરેલું છે. સમગ્ર દેશમાં ભાજપ દ્વારા જે પત્રને લઇને હોબાળો મચાવીને કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ શ્રી ચિદંમ્બરમ તથા શ્રી કમલનાથે ડાવ કંપનીની ભલામણ કરી છે. તેવો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. તેના સંદર્ભમાં આજે રજુ થયેલાં પત્રની નકલ પરથી એ વાતનો પર્દાફાશ થાય છે કે, ડાવ કંપનીએ લખેલાં પત્રમાં મુખ્ય વાત ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની કંપની (જી.એ.સી.એલ.) સાથે જે એમ.ઓ.યુ. કર્યુ છે તે એમ.ઓ.યુ.ના કારણે ગુજરાતમાં મૂડીરોકાણ આવવાનું છે. માટે ડાવ કંપનીને મદદ કરો તેવીજ માંગણી છે. કેન્દ્ર સરકાર પર કાદવ ઉછાળનારા ભાજપના નેતાઓ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રીનો જવાબ માંગે કે તેઓએ ભોપાલમાં અનેકનો ભોગ લેનારી કંપનીએ સાથે શા માટે એમ.ઓ.યુ. કર્યુ ? એમ.ઓ.યુ. કર્યા પછી આ ગુનેગાર કંપનીના પ્રવક્તાની જેમ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ શા માટે જાહેરાતો કરી? ડાવ કંપનીના પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે, દેશની કોઇપણ રાજ્ય સરકાર કે આપણાં દેશની કેન્દ્ર સરકાર ડાવ કંપનીને ગુનેગાર ગણીને પોતાના રાજ્યના કોઇપણ યુનિટ સાથે ભાગીદાર બનાવા તૈયાર ન હતા અને બનાવેલ નથી ત્યારે આ ગુનેગાર કંપનીને ગુજરાત સરકારે એપ્રીલ-ર૦૦૮માં પોતાનાજ જાહેર સાહસ સાથે શા માટે ભાગીદાર બનાવી? બિહારમાં જઇને ભોપાલની બાબતમાં બફાટ કરનાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પોતે પોતાની સરકાર દ્વારા ડાવ કંપની સાથેના જોડાણ અંગે કેમ મૌન છે? ભોપાલની દુર્ઘટના પછી યુનિયન કાર્બાઇડના ઝેરી ઔદ્યોગિક કચરાનો નિકાલ કરવાની જવાબદારી કંપનીને ટેક ઓવર કરનાર ડાવ કંપની દ્વારા સ્વીકારવાની ના પડાયા પછી આવી કંપનીને ગુજરાત સરકારે કેમ ભાગીદાર બનાવી? જે કંપનીના કારણે અનેક લોકોના મૃત્યું થયાં છે તે કંપનીને લાલ જાજમ બિછાવી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ગુજરાતમાં કેમ બોલાવે છે?
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું ગુજરાત વિરોધી અને ઉદ્યોગપતિઓ સાથે અને તેમાં પણ ભોપાલની દુર્ઘટના માટે દોષીત યુનિયન કાર્બાઇડ(હવે ડાવ કેમિકલ્સ) સાથે એવા તે. પ્રેમનું કયું જોડાણ છે કે તા.૮.૧૦.ર૦૦૬ના રોજ ડાવ કંપનીને મધ્યપ્રદેશથી યુનિયન કાર્બાઇડનો ઝેરી કચરો ગુજરાતમાં લાવવાની કંપનીએ પરવાનગી માંગી અને ગુજરાતની સરકારે તા.૪.૧.ર૦૦૭ના રોજ ગુજરાતની જનતાની સહેજ પણ ચિંતા કર્યા વગર આ ઝેરી કચરો ગુજરાતમાં લાવવાની પરવાનગી આપી દીધી. ગુજરાતના જાગૃત એન.જી.ઓ. અને પર્યાવરણ સુરક્ષા સમિતિની જાગૃતીના કારણે જન આંદોલન ઉભું થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થતાં તા.૪.૧૦.ર૦૦૮ના રોજ આ ઝેરી કચરાને ગુજરાતમાં લાવવાની પરવાનગી રદ કરતો પરિપત્ર ગુજરાત સરકારે કરવો પડ્યો હતો. આજ બતાવે છે કે, ભોપાલ ગેસ દુર્ઘટનાના નામે મગરના આંસુ સારનારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ભાજપ ગુનેગાર કંપનીને સમગ્ર દેશમાંથી જયારે જાકારો હતો ત્યારે તેના સાથે હસ્તધૂનન કરતાં હતાં.
ગુજરાત સરકારની ગુનેગાર ડાવ કંપની સાથે એટલી હદે મિલી ભગત છે કે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન(આર.ટી.આઇ.)નીચે જી.એ.સી.એલ.અને ડાવ કંપની વચ્ચે થયેલાં ભાગીદારીનાં કેટલાંક મુદ્દાઓ અંગેની માહિતી માંગવામાં આવી હતી પરંતુ આ માહિતી કાયદાથી આપવાની જી.એ.સી.એલ.ની જવાબદારી હોવાછતાં માહિતી આપવામાં આવી નથી. નહીં મળેલી માહિતીની સામે અપીલ કરવામાં આવી હતી. જેનું હીયરીંગનું એક વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં થઇ ગયેલું હોવા છતાં નિર્ણય થતો નથી.જે અંગેનું કારણ ગુજરાતની રાજ્ય સરકારની ગુનાહીત માનસિકતા ગણી શકાય.
——————————————————————————————-