Close

July 15, 2010

Press Note Date 15/07/2010 GUJ

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી          તા.૧પ.૭.ર૦૧૦

• ગુજરાત સરકારના ગેર વહીવટ અને તરંગી નિર્ણયોના કારણે શિક્ષણ ક્ષેત્રમાં વ્‍યાપેલી હતાશા.
• ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્‍યમિકના શિક્ષકોને દિવસોના દિવસો સુધી પગાર મળતો નથી.
• ધોરણ-૮ના અનેક વર્ગો કેટલાંય દિવસોથી ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો વગરના.
• શિક્ષણ વિભાગમાં વર્ગ-૧ અને વર્ગ-રની અસંખ્‍ય જગ્‍યાઓ ખાલી.
• મુખ્‍યમંત્રીશ્રી મહોત્‍સવો તથા પ્રસિધ્‍ધિ પાછળ મદમસ્‍ત તેથી રાજયના વહીવટમાં અંધેર


રાજ્ય સરકારના ગેર વહીવટ અને તરંગી નિર્ણયોના કારણે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં હતાશાની લાગણી પેદા થઇ ગઇ છે.ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્‍યમિક શાળાઓમાં શિક્ષકોને મે મહિનાનો પગાર છેક ૧પમી તારીખે, જુન મહિનાનો પગાર મહિનાના અંતે એટલે કે તા.ર૬મી તારીખે અને જુલાઇ મહિનાનો પગાર હજુસુધી એટલે કે તા.૧પમી જુલાઇ સુધી થયેલો નથી.શિક્ષણ વિભાગના કર્મચારીઓને નિયમિત સમયસર પગાર નહીં મળવાના કારણે શિક્ષણના કાર્યબોજ પર પણ વિપરીત અસર સ્‍વાભાવિક રીતે પડી રહી છે.મુખ્‍યમંત્રીશ્રીએ છઠ્ઠા પગારપંચના ર૦ ટકા એરીયર્સની રકમ એક હપ્‍તાની રકમ રોકડમાં આપવાની જાહેરાત કરેલી હતી અને તે મુજબ આ નાણાં શિક્ષકોને મે મહિનામાંજ મળી જવા જોઇતા હતાં. પરંતુ માધ્‍યમિક ગ્રાન્‍ટ ઇન એઇડ શાળાના શિક્ષકોને એરીયર્સની રકમ પણ હજુસુધી મળેલ નથી. પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ એપ્રિલ મહિનાનો પગાર છેક રરમી તારીખે થયો હતો અને હાલ પણ પગાર કે જે મહિનાની શરુઆતમાં મળી જવો જોઇએ તે નિયમિત મળતો નથી.

ધોરણ-૮મું પ્રાથમિક શાળાની સાથે જવાથી અંગ્રેજી અને ગણિતના વિષય ભણાવી શકે તેવા શિક્ષકોની નિમણૂંક સમયસર રાજ્ય સરકારે કરવાની હતી અનેક ગામડાંઓમાં નિમણૂંક પામેલા શિક્ષકો હાજર થયા નથી અને તેથી છેલ્‍લાં કેટલાંય દિવસોથી ધોરણ-૮નો વર્ગ શાળામાં શરુ થઇ ગયેલ છે પરંતુ અંગ્રેજી કે ગણિત ભણાવનાર શિક્ષકો ઉપલબ્‍ધ નથી. રાજય સરકાર અને મુખ્‍યમંત્રીશ્રી ખોટા પ્રચાર અને પ્રસાર પાછળ મદમસ્‍ત રહે છે. પરંતુ સાચા વહીવટની દિશામાં જાગૃત નથી. શિક્ષણ વિભાગમાં વર્ગ-૧ અને વર્ગ-રની પુષ્‍કળ જગ્‍યાઓ ખાલી છે. જિલ્‍લા શિક્ષણાધિકારીને અને જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ૧પ૦-૧પ૦ કિ.મી.ના અંતરે વધારાનો ચાર્જ આપવામાં આવી રહ્યો છે અને તેથી શિક્ષણ ક્ષેત્રમાં વહીવટી રીતે અનેક પ્રકારે વિપરીત અસર ઉભી થઇ રહી છે.
————————————————————————–