Press Note Date : 18/08/2010 GUJ
Pl. Click here to Download Press Note 18/08/2010 GUJ
વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી તા.૧૮.૮.ર૦૧૦
• તદ્દન બનાવટી દસ્તાવેજો રજુ કરનારી ફ્રોડ કંપનીને ગુજરાત સરકારે ૧ર૭ કરોડના કોન્ટ્રેકટ આપ્યા.
• અન્ય કંપનીને અપાયેલા કામોના ઓર્ડરોમાં પોતાનું નામ મૂકી બનાવટી દસ્તાવેજો આતશનોર કંપનીએ ઉભા કરેલા તે દસ્તાવેજો પ્રેસ અને મિડિયાને અપાયા.
• જે કામ અન્ય અનુભવી કંપની માત્ર ૩૦ કરોડમાં કરવા આજે પણ તૈયાર છે તેજ કામના ૧ર૭ કરોડમાં અપાયું.
• તકેદારી આયોગને ફ્રોડ કંપની સામે ક્રિમીનલ કેસ કરી અને તેને બ્લેક લીસ્ટ કરવાનું કહ્યું છતાં સરકાર ફ્રોડ કંપનીને છાવરે છે.
• પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલાં દરીયામાં વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કામ ફ્રોડ કંપનીને આપી ગુજરાતને અસલામત કરવાની મેલીચાલ.
• જે કંપની કોન્ટ્રેકટ લેવા બનાવટી દસ્તાવેજો રજુ કરે તે કંપનીને આતંકવાદી આરામથી ખરીદી શકે.
• ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ઇચ્છે છે કે આતંકવાદીઓ ગુજરાતમાં આવવા જોઇએ અને તો જ આતંકવાદના નામે તેમની મતબેન્ક મજબૂત બની શકે.
• મુંબઇની હોટેલ પર આતંક ફેલાવનારા આતંકવાદીઓ ગુજરાતના પોરબંદરની બોટ લઇ ગયા ત્યારે કરોડોનું કામ કરનારી કંપનીનું વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ કયાં હતું ?
બનાવટી દસ્તાવેજો રજુ કરતી ફ્રોડ કંપનીને ગુજરાત સરકારે કરોડો રુપિયાના કામ આપીને વાયબ્રન્ટ ભ્રષ્ટાચાર કરેલ છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શકિતસિંહ ગોહિલે આજે પ્રેસ અને મિડિયાને દસ્તાવેજી પુરાવા આપીને સાબિત કરેલું હતું કે, તદ્દન બનાવટી દસ્તાવેજો રજુ કરનાર ફ્રોડ કંપની સાથે ગુજરાત સરકારને કેવી સાંઠગાંઠ છે.ગુજરાત સરકારના મેરીટાઇમ બોર્ડ દ્વારા વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (વીટીએમએસ)બુટબેઇઝ પર ગલ્ફ ઓફ કેમ્બે બંદરો માટેનું કામ આતશનોર કંપનીને આપી દીધેલું. વાયબ્રન્ટ ગુજરાતમાં એમ.ઓ.યુ. કરીને ૧ર૭ કરોડ રુપિયાનું બુટબેઇઝ કામ આપવામાં આવેલું છે. ખરા અર્થમાં આતશનોર કંપની કોઇ અનુભવી કંપની ન હતી અને આ કંપનીને માત્રને માત્ર ભ્રષ્ટાચાર માટે કામ સન-ર૦૦૬ની સાલમાં આપી દીધેલું હતું. આ કંપનીએ પોતાની નોંધણી સન-ર૦૦૬ની સાલમાં કરેલી હોવા છતાં સન-ર૦૦૬ની સાલમાં મોટું કામ આપી દીધું. ગુજરાતતના ૧૧ બંદરો માટેનું આજ કામ અન્ય અનુભવી કંપની માત્ર ૩૦ કરોડમાં કરવા આજની તારીખે પણ મળી શકે તેમ છે. આતશનોર કંપનીએ ગુજરાત સરકાર પાસે તદ્દન બનાવટી દસ્તાવેજો રજુ કરીને પોતાની કંપની ચીટર છે તે પ્રસ્થાપિત કરી આપ્યું છે.આતશનોર કંપનીએ અંબાજી મંદિર ખાતે મેટલ ડિટેકટર ગેટ વિડિયો રેકોર્ડીગ સિસ્ટમ સાથે સિકયોરીટી સિસ્ટમ ઉભી કરવાનું રુ.પ૭,૯૦,૩૭પ/-નું કામ કરવાનો વર્ક ઓર્ડર તા.૧પ.૮.ર૦૦૬ના રોજ મેળવેલા હોવાનું ડોકયુમેન્ટ રજુ કરેલું છે. પરંતુ હકિકતમાં અંબાજી મંદિરનું આ કામ ગોદરેજ એન્ડ બોયઝ મેન્યુફેકચરીંગ કું.લી.ને આપવામાં આવેલું હતું. આ વર્ક ઓર્ડરની સાથે ચેડાં કરીને ખોટું ડોકયુમેન્ટ કંપનીએ રજુ કરેલું છે.આ કામનું સર્ટિફિકેટ ગોદરેજ એન્ડ બોયઝ મેન્યુફેકચરીંગ કંપનીને અપાયેલું હતું તે ડોકયુમેન્ટ પણ બનાવટી ઉભું કરીને કંપનીએ સરકારમાં રજુ કરેલું છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી સ્પષ્ટ રીતે હવે લખી આપવામાં આવ્યું છે કે સિકયુરીટીનું ઉપરોકત કામ ગોદરેજ કંપનીએ કરેલું છે અને અન્ય કોઇ કંપનીને નાણાં ચુકવાયા નથી. શ્રી ગોહિલે આતશનોર કંપનીએ ચીટીંગ કરીને ઉભા કરેલાં દસ્તાવેજોની નકલો પ્રેસ અને મિડિયાને આપી હતી. આજ રીતે કલકત્તા પોર્ટ ઉપર કામ Kongsberg કંપની કે જે નોર્વેની છે. તેના તરફથી આતશનોરને મળેલાં તા.૧૯.૪.ર૦૦૬ના વર્ક ઓર્ડરની નકલ ગુજરાત સરકારમાં રજુ કરી છે. હકીકતમાં આતશનોર કંપની પોતે અસ્તિત્વમાં તા.ર૦.૬.ર૦૦૬ના રોજ આવેલી છે. કંપનીની તા.ર૦.૬.ર૦૦૬ના રોજ નોંધણી રજીસ્ટર્ડ ઓફ કંપનીમાં નોંધાયેલું છે. તેનું સર્ટિફિકેટ તથા કોનબર્ઝ કંપનીના વર્ક ઓર્ડરની નકલો પ્રેસ અને મિડિયાને આપીને સાબિત કર્યુ હતું કે, જે કંપની તા.ર૦.૬.ર૦૦૬ના રોજ અસ્તિત્વમાં આવી હોય તેને તેના અસ્તિત્વ પહેલાં એટલે કે તા.૧૯.૪.ર૦૦૬માં વર્ક ઓર્ડર કેવી રીતે મળે? આ ઉપરાંત આજ કંપનીએ એક એવું ડોકયુમેન્ટ પણ ગુજરાત સરકાર પાસે રજુ કરેલ છે કે,તેની સીસ્ટર કંપની મોદી મરીન એન્જીનીયરીંગ એન્ડ માર્કેટીંગ લિ.ને મુંબઇ પોર્ટ ટ્રસ્ટ ઇલેકટ્રો પેનલ માટેનું કામ પ૯ લાખનું આપેલું છે. આ સંર્દભમાં મુંબઇ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ચકાસણી કરીને લેખિત અપાયું છે કે, મોદી મરીન એન્જીનિયરીંગ અને માર્કેટીંગ લિ. જે દસ્તાવેજ રજુ કર્યો છે. તે (ફ્રોડ છે.) આ બધી બાબતોની ફરિયાદ ગુજરાત તકેદારી આયોગને કરવામાં આવી હતી અને તકેદારી આયોગને બંદરો અને વાહનવ્યવહાર વિભાગના સચિવશ્રીને તા.૧પ.૩.ર૦૧૦ના રોજ આ બનાવટી દસ્તાવેજો રજુ કરનાર અંગે તપાસ કરીને બનાવટી દસ્તાવેજ રજુ કરનારા કંપની સામે ફોજદારી કાર્યવાહી કરવા તથા તેને બ્લેકલીસ્ટ કરવા માટે જણાવ્યું છે. તકેદારી આયોગની તા.૧પ.૩.ર૦૧૦ની સૂચના હોવા છતાં આ બનાવટી દસ્તાવેજ રજુ કરનારી કંપની સાથે સંપર્ક મુખ્યમંત્રીશ્રી અને તેમના કાર્યાલય સાથે હોવાના કારણોસર કોઇ પગલાં ભરાતાં નથી તેવી ચર્ચા સમગ્ર સચિવાલયમાં છે.’ ખંભાતના અખાતમાં વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ(વીટીએમએસ)સિસ્ટમ જો એક ફ્રોડ કંપનીને સોંપવામાં આવી હોય તો ગુજરાત કેવી રીતે સલામત રહી શકે? ખંભાતનો અખાત પાકિસ્તાનની દરિયાઇ સિમાઓ સાથે જોડાયેલો છે. જે કંપની ટેન્ડર મેળવવાની લાલચમાં બનાવટી દસ્તાવેજો રજુ કરતી હોય તે કંપનીને આતંકવાદીઓ આરામથી ખરીદી શકે તે હકીકત છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ગુજરાતની જનતાને જવાબ આપે કે ગુજરાતને આતંકવાદીઓના હવાલે કરી શકે તેવી કંપનીને શા માટે કામ આપ્યું?
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ઇચ્છે છે કે, આતંકવાદીઓ ગુજરાતમાં આવવા જોઇએ. પોતે પોતાની સલામતી મજબૂત રાખે જેથી પોતે સલામત રહે અને સાથોસાથ ગુજરાતમાં આતંકવાદી તેની મેલીમુરાદ માટે હુમલા કરે તોજ મુખ્યમંત્રીશ્રી આતંકવાદના નામે પોતાના મતોની રાજનિતી કરી શકે. જયારે આતંકવાદીઓ ન આવે ત્યારે દેશના નાના મોટા ગુનેગારોને મારી નાખીને તેને આતંકવાદી ઠેરવી મતબેન્કની રાજનિતી મુખ્યમંત્રીશ્રી કરે છે. ખોટે ખોટી ચેલેન્જો આતંકવાદીઓને આપીને અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રીએ આતંકવાદીને નિમંત્રણ આપ્યું હતું. પોતાના બંગલાને અભેદ કિલ્લાની જેમ રાખી તેની સામે આવેલા અક્ષરધામને આતંકવાદીઓના હવાલે મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું. મુંબઇની હોટેલ પર આતંક મચાવનારા આતંકવાદીઓ ગુજરાતના પોરબંદરની બોટને લઇ ગયા હતાં ત્યારે ગુજરાત સરકારે જેને આ કરોડોનો કોન્ટ્રેકટ આ૫યો છે તે વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કામ કરતી કંપની કયાં ઉંઘતી હતી? શું મુખ્યમંત્રીશ્રી આવી કંપનીને પાકિસ્તાન સાથેની સિમા પરના કામો આપી આ દેશને અને ગુજરાતને આતંકવાદીઓના હવાલે કરવા માંગે છે? ફ્રોડ કંપનીને દુશ્મન સાથેના દરિયાઇ સરહદ પરનું કામ કોણે અને કેમ આપ્યું તેની તપાસ માટે વિરોધપક્ષના ધારાસભ્યશ્રીની ચેરમેનશીપવાળી સંયુકત વિધાયકીય કમિટી બનાવી તેની તપાસ સરકાર આપે અથવા નામદાર ગુજરાત હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખ નીચે તપાસ એજન્સી વિરોધપક્ષ સાથે પરામર્શ કરીને મૂકવામાં આવે અથવા સમગ્ર પ્રકરણની તપાસ સી.બી.આઇ.ને સોંપવામાં આવે તેવી માંગણી ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શકિતસિંહ ગોહિલે કરેલી છે.
——————————————————————–
Pl. Click here to Download Encls to Press Note 18/08/2010