Close

June 19, 2010

Press Note Date 19/06/2010 GUJ

Click here to Download Press Note 19/06/2010 Guj

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી તા. ૧૯ર૦૧૦

  • બિહારના મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતની મદદ પાછી મોકલીને સમગ્ર ગુજરાતનું અપમાન કર્યુ છે.
  • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની પ્રસિધ્‍ધીની ભૂખે બિહારનાં મુખ્‍યમંત્રીશ્રીને ગુજરાતનું અપમાન કરવાની તક પૂરી પાડી.
  • બિહારને કરેલી મદદ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની પેઢીમાંથી ન હતી, પરંતુ ગુજરાતની જનતાના
    નાણાં હતાં.
  • ગુજરાતની સંસ્‍કૃતિ એવી છે કે, જમણો હાથ કોઇને આપે તેની ડાબા હાથને ખબર ન પડવી જોઇએ.
  • મુંબઇ આતંકવાદી હુમલા વખતે પણ મુખ્‍યમંત્રીશ્રીની પ્રસિધ્‍ધીની ભૂખના કારણે શહિદ પરિવારોએ ગુજરાતની મદદ ઠુકરાવી હતી.
  • અક્ષરધામના શહિદોને અને વિધવા બહેનોને પેન્‍શનના પૂરાં નાણાં ન મળે પરંતુ પ્રસિધ્‍ધી માટેની મુખ્‍યમંત્રીશ્રીની લાલસા જાગૃત રહે છે.
  • વિકાસમાં નંબર-૧ એ માત્ર ભ્રામક પ્રચાર, પરંતુ અપમાનીત થવામાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી
    સાચા નં. .

બિહારના મુખ્‍યમંત્રીશ્રી નિતિશકુમારે ગુજરાત સરકાર તરફથી મદદ માટે અપાયેલા પાંચ કરોડ રુપિ‍યા પરત કરીને ગુજરાતનું અપમાન કર્યુ છે તે તેમણે કરવું જોઇતું ન હતું. ગુજરાત સરકાર તરફથી અપાયેલાં મદદના નાણાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની પેઢીના નહોતાં પરંતુ ગુજરાતની જનતાના નાણાં હતાં. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની પ્રસિધ્‍ધીની ભૂખના કારણે બિહારના મુખ્‍યમંત્રીશ્રીને ગુજરાતનું અપમાન કરવાની  તક પ્રાપ્‍ત થઇ હતી. ગુજરાતની સંસ્‍કૃતિ એમ કહે છે કે, જમણો હાથ કોઇને આપે તો ડાબા હાથને તેની ખબર પડવા દેતો નથી. ગુજરાતની આ ગરીમા અને સંસ્‍કૃતિને ઠેસ પહોંચે તે રીતે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ બિહારમાં જે પ્રસિ‍ધ્ધિના પાટીયા લગાડયા તેના કારણે બિહારના મુખ્‍યમંત્રીશ્રીને રાજકીય સ્‍ટંટ કરવાની અને ગુજરાતની જનતાનું અપમાન કરવાની તક મળેલ છે. બિહારના મુખ્‍યમંત્રીશ્રી નિતિશકુમાર ભાજપની આગેવાનીવાળી એન.ડી.એ.ના ભાગીદાર છે. આવા ભાગીદાર પક્ષ દ્વારા ગુજરાતની જનતાનું અપમાન થયું છે ત્‍યારે ભાજપની જવાબદારી બને છે કે, ગુજરાતનું અપમાન કરનારા સામે પગલાં ભરે અને ગુજરાતનું અપમાન કરવાની તક પૂરી પાડનાર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સામે પણ ભાજપના કેન્‍દ્રીય નેતૃત્‍વને ગુજરાતના ગૌરવની ચિંતા હોય તો પગલાં ભરે.

ગુજરાતમાં આફતના સમયમાં કે આતંકવાદ સામે લડીને અક્ષરધામનું રક્ષણ કરતાં શહિદ થયેલાં પોલીસ જવાનો માટે કે એન.એસ.એ.ના રક્ષક જવાનો માટે યોગ્‍ય રાહત નહીં આપનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ મહારાષ્‍ટ્રના આતંકવાદી હુમલા વખતે પ્રસિધ્ધિ માટે પાગલ થઇને પહેલાં કેમેરા પાસે જાહેરાતો કરી કરોડો રુપિ‍યાનું પાણી કરીને સ્‍વ. હેમંત કરકરે અને અન્‍ય શહિદ પરિવારોની પાસે ગયાં ત્‍યારે પણ તેમની પ્રસિધ્‍ધીની ભૂખના કારણે શહિદ પરિવારોએ ગુજરાતની મદદને ઠુકરાવી દીધી હતી અને ત્‍યારે પણ ગુજરાતનું ગૌરવ ખંડીત થયું હતું.

બિહારના મુખ્‍યમંત્રીશ્રી નિતિશકુમારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીનું અપમાન કરીને મદદની જે રકમ પરત મોકલી છે તેવો કિસ્‍સો આ દેશના ઇતિહાસમાં બનેલો પ્રથમ કિસ્‍સો છે. બીજા કોઇએ કરેલા સારા કામનો યશ પોતે લઇને હું નં. ૧ છું તેવો ભ્રામક પ્રચાર કરનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી હંમેશા નં. ૧માં ખોટાં રહ્યાં છે. પરંતુ અપમાનિત થવામાં સાચા નં. ૧ બન્‍યા છે. મુખ્‍યમંત્રીશ્રીની પ્રસિધ્ધિની ભૂખના કારણે માત્ર તેમનું જ અપમાન થયું નથી પરંતુ સમગ્ર ગુજરાતનું અપમાન થયું છે અને આવા અપમાનની તક પુરી પાડનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ.

——————————————————————————————–