Close

July 20, 2010

Press Note Date 20/07/2010 GUJ

Click here to Download PRESS NOTE 20072010 GUJ

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. 

   અખબારી યાદી                                                         તા. ર૦.૦૭.૨૦૧૦

       ગુજરાતના આદિવાસી વિસ્‍તારમાંથી ચૂંટાયેલા કોંગ્રેસપક્ષના ૧૬ ધારાસભ્‍યશ્રીઓ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ તથા પૂર્વ નેતાશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં આજે મહામહીમ રાજયપાલશ્રીને મળ્યા હતાં.ગુજરાતમાં આદિવાસી વિસ્‍તારોની સદંતર અવગણના ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે.કેન્‍દ્ર સરકારનો કાયદો છે કે, વન સંપતિ પરનો અધિકાર આદિવાસી વિસ્‍તારના ગરીબ લોકોને આપવાનો છે. આ કાયદો હોવાછતાં ગુજરાતની ભાજપ સરકાર ગરીબ લોકોને જમીન આપવા માંગતી નથી. ગુજરાતમાં ૧,૮૬,૦૦૦/એક લાખ છયાંસી હજાર કરતાં વધારે દાવાઓ કાયદા મુજબ સરકાર સમક્ષ રજૂ થયેલાં છે. પરંતુ યેનકેન પ્રકારે આ દાવાઓને ગૂંચવવામાં આવે છે. માત્ર ૧૮,૦૦૦/અઢાર હજાર દાવાઓનો નિકાલ કરવામાં આવ્‍યો છે. ગ્રામ સભામાં વન ડેવલપમેન્‍ટ સમિતિ બનાવવાની જોગવાઇ હોવાછતાં અધિકારીઓની જોહુકમી અને રાજકીય રીતે સહભાગી એવી વન સમિતિઓની રચના કરવામાં આવે છે. ડેપ્‍યૂટી કલેકટરશ્રીને  દાવાઓની અરજીને રીજેકટ કરવાની સત્‍તા નહીં હોવાછતાં તેઓ ગુજરાતમાં દાવાઓની માંગણી રીજેકટ કરે છે.

        ગરીબ લોકોને ઘરથાળના પ્‍લોટ આપવાની કોંગ્રેસ સરકાર વખતની યોજના હાલ પણ અમલમાં છે.આ યોજના મુજબ તમામ ખેત મજદૂર અને ગ્રામ્‍ય કારીગરોને ઘરથાળના પ્‍લોટ સરકારે આપવા જોઇએ. પરંતુ ગુજરાતમાં માત્ર બી.પી.એલ.કાર્ડધારકોને લાભ આપીને અસંખ્‍ય ગરીબોને ભાજપ સરકાર અન્‍યાય કરી રહી છે. બી.પી.એલ.ના લાયક લોકોને બી.પી.એલ. કાર્ડ મળતાં નથી જયારે ભાજપ સાથે સંલગ્‍ન શ્રીમંત લોકો બી.પી.એલ. કાર્ડ લઇને બેસી જાય છે. નરેગા યોજનાનો ખર્ચ માત્ર ગ્રામ સભાની માંગણી અને ઠરાવ મુજબ થઇ શકે છે. આ કામોનું સોશ્‍યલ ઓડીટ પણ ગ્રામ સભાએ કરવાનું હોય છે. નરેગાની કલમ-૧૬, ૧૭માં સ્‍પષ્‍ટ જોગવાઇ હોવાછતાં રાજ્ય સરકાર કાયદાનો ભંગ કરીને મનસ્‍વી રીતે નરેગાનો ખર્ચ પાડી રહી છે. વન મજદૂરોને કાયમી કરવામાં આવતાં નથી.તેમનું શોષણ કરવામાં આવે છે.સેટેલાઇટ પિકચરના બહાના નીચે આદિવાસી વિસ્‍તારોમાં અધિકારીઓ મનમાની ચલાવે છે. સમતુલિત વિકાસનો જે લાભ આપવો જોઇએ તે આપવામાં આવતો નથી. કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓએ આદિવાસી વિસ્‍તારના પ્રશ્‍નો માટે  મહામહીમ રાજયપાલશ્રીને સ્‍થળ મુલાકાત લેવા પણ વિનંતી કરી છે. આદિવાસી વિસ્‍તારના કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓ સંયુકત રીતે આદિવાસી વિસ્‍તારની મુલાકાત લઇને ગરીબ લોકોના પ્રશ્‍નોને સરકારના બહેરા કાન સુધી પહોંચાડવાનું કામ કરશે.

=========================================