Press Note Date 24/07/2010 GUJ
વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી તા.ર૪.૭.ર૦૧૦
• ગુજરાતમાં સી.બી.આઇ.ની. તપાસ નામદાર સુપ્રિમ કોર્ટના કહેવાથી થાય છે. કોંગ્રેસ કે કેન્દ્ર સરકારને આમાં કાંઇ લેવા દેવા નથી.
• જો કાંઇ ખોટું થતું હોય તો નામદાર સુપ્રિમ કોર્ટ પાસે કેમ ફરિયાદ કરતાં નથી.
• સી.બી.આઇ.ની તપાસ યોગ્ય દિશામાં જાય છે માટે ભાજપને ચિંતા થાય છે.
• સી.બી.આઇ. એ તટસ્થ અને ઇન્ટેલીજન્ટ એજન્સી છે. તેમ સ્વ.હરેન પંડયાની હત્યાના સમયે લાલકૃણ અડવાણીજીએ કહ્યું હતુ.
• ગુજરાત સરકારે જ સુપ્રિમ કોર્ટ પાસે સોગંદપૂર્વક કહયું હતું કે, ગુજરાતમાં ખોટાં એન્કાઉન્ટર થયાં છે. કોઇ આતંકવાદી નહોતાં પણ નાના સુના ગુનેગારો હતાં.
• અમિત શાહ જો નિર્દોષ હોય તો સી.બી.આઇ. સમક્ષ હાજર થવું જોઇએ અને ન્યાય પ્રણાલિકા પાસે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી જોઇએ.
• સમગ્ર દેશ જાણે છે કે, સી.બી.આઇ.ની તપાસનો અહેવાલ સુપ્રિમ કોર્ટ સમક્ષ રજુ થવાનો છે. ત્યારે નામદાર સુપ્રિમ કોર્ટ પાસે જવાના બદલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી કાદવ કેમ ઉછાળે છે? અપરાધીને ન્યાયના હવાલે કરવાની જવાબદારી ગુજરાત સરકારની છે.
• ગુજરાતમાં ચાલતી અપરાધની યાત્રા રોકવાની જવાબદારી પણ ગુજરાત સરકારની છે.
• ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દેશની સર્વોત્તમ અદાલતના ન્યાયની પ્રણાલિકામાં વિશ્વાસ રાખવાના બદલે પ્રજાને ઉશ્કેરવાનું કામ કરે છે તે ગુજરાત માટે શરમજનક.
• ભાજપના અનેક ભ્રામક પ્રચાર છતાં ગુજરાતની જનતાએ ગુનેગારો વિરુધ્ધ ચાલતી ન્યાયની પ્રક્રિયામાં શાંતિ જાળવીને સમર્થન આપેલ છે તે બદલ અભિનંદન.
ગુજરાતમાં ચાલી રહેલી સી.બી.આઇ.ની તપાસ નામદાર સુપ્રિમ કોર્ટના હુકમથી ચાલી રહી છે. સી.બી.આઇ.ની તપાસમાં કોંગ્રેસપક્ષ કે કેન્દ્ર સરકારની કોઇપણ જાતની ભૂમિકા નથી. જો કોઇપણ જગ્યાએ સહેજ પણ ખોટું થતું હોય એમ ભારતીય જનતા પક્ષ, મુખ્યમંત્રીશ્રી કે, શ્રી અમિત શાહને જણાતું હોય તો તેઓએ નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ ફરિયાદ કરવી જોઇએ. આ નિર્વિવાદ વાત હોવા છતાં નામદાર સુપ્રિમ કોર્ટનું અવમાન થાય તે રીતે નામદાર સુપ્રિમ કોર્ટના હુકમની વિરુધ્ધ ગુજરાતભરમાં અને દેશભરમાં રાજનીતિ કરીને કોંગ્રેસપક્ષ અને કેન્દ્ર સકાર ઉપર કાદવ ઉછાળવાનો જે પ્રયત્ન થઇ રહ્યો છે તે શરમજનક છે. નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ મેટર પેન્ડીંગ છે અને ગુજરાત સરકાર નામદાર સુપ્રિમ કોર્ટ પાસે પક્ષકાર છે. આ સંજોગોમાં નામદાર સુપ્રિમ કોર્ટ કે જે ન્યાયનું સર્વોત્તમ પ્લેટફોર્મ છે ત્યાં ફરિયાદ કરવાના બદલે રાજકીય આક્ષેપો કરવા તેજ બતાવે છે કે, સી.બી.આઇ.ની તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને ભાજપની વાતમાં કોઇ તથ્ય નથી.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જવાબદાર ખુરશી પર બેઠા હોવાથી જુઠ્ઠાણું નહીં ફેલાવવું જોઇએ કોણ દોષિત છે અને કોણ નિર્દોષ છે તે નકકી કરવાનો અધિકાર ભારતના સંવિધાન પ્રમાણે ન્યાયાલયનો છે. જેના સામે આઇ.પી.સી.ની કલમ-૩૦ર જેવી ગંભીર કલમો લાગેલી હોય તેવા તહોમતદારને ભાજપે બચાવવાના બદલે ન્યાયાને સહયોગ કરવો જોઇએ. ગુજરાતના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ રાજીનામું આપે એટલું પુરતુ નથી તેમણે સી.બી.આઇ. સમક્ષ હાજર થવું જોઇએ. ગુજરાત સરકારની જવાબદારી સંવિધાન પ્રમાણે ન્યાય અને તપાસની પ્રક્રિયાને સહયોગ આપવાની છે. નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશન નીચે ગુનાહીત નેટવર્ક ધરાવતાં તત્વો કે જેના મુખ્ય સૂત્રધાર ગુજરાતના ગૃહમંત્રીશ્રી હોય તેને પર્દાફાશ થતો હોય ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને સ્થાપવાની અને આવા ગુનાહીત તત્વોને ન્યાયાલય સમક્ષ રજુ કરવાની નૈતિક જવાબદારી પણ ગુજરાત સરકારની છે.ખોટું થતું હોય તો ન્યાયાલય પર વિશ્વાસ રાખીને તેના પાસે રજુઆત કરવાના બદલે જનતાને ગુમરાહ કરવાનો અને શેરીમાં આંદોલન કરવાની ધમકી આપવાનો પ્રયત્ન એ લોકશાહીનું અપમાન છે. ગુજરાત સરકારે જ સોગંદ પર નામદાર સુપ્રિમ કોર્ટ પાસે સ્વીકારેલું છે કે, ગુજરાતમાં ખોટા એન્કાઉન્ટરો થયાં હતાં. જે એન્કાઉન્ટરો થયા તે આતંકવાદી નહોતાં પરંતુ નાના મોટાં ગુનેગારોને ગુજરાતની પોલીસે નેમ એન્ડ ફેમ માટે મારી નાંખેલા હતાં. આ પ્રકારની વાત સોગંદ પર નામદાર સુપ્રિમ કોર્ટ પાસે કર્યા પછી હવે તદ્દન વિપરીત વાત ગુજરાતના મુખ્યમંત્રીશ્રી કરે તે ગુજરાતનું અપમાન છે. નામદાર સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને મહિનાઓ સુધી અનેક તક આપી હતી અને ગુજરાત સરકારની અનેક એકશન ટેકન રિપોર્ટની હકીકતો સાંભળ્યા પછી નામદાર સુપ્રિમ કોર્ટે સમગ્ર કેસમાં કાંઇક છૂપાવેલું લાગવાથી સી.બી.આઇ.ને તપાસ સોંપી છે. સી.બી.આઇ.સંપૂર્ણ તપાસના અંતે નામદાર સુપ્રિમકોર્ટને અહેવાલ રજુ કરવાની છે ત્યારે સાચા ગુનેગારો તરફ પગેરું ચાલતું હોય ભાજપ, કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર પર પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યું છે. જો સી.બી.આઇ. તરફથી પણ કાંઇ ખોટું થતું હોય તો નામદાર સુપ્રિમ કોર્ટ પાસે કેમ ભાજપ જતું નથી? ચાલ, ચલન, ચારિત્રની વાત કરનાર ભાજપ જયારે ગંભીર ગુનાના ગુનેગારોને છાવરવા માટે પ્રયત્નશીલ છે.તે બતાવે છે કે, ભાજપનો અસલી ચહેરો કેવો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતના પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઇ પટેલ તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શકિતસિંહ ગોહિલે ગુજરાતની જનતાએ ભાજપના ભ્રામક પ્રચારમાં આવવાના બદલે ન્યાયની પ્રક્રિયામાં શાંતિપૂર્ણ સહયોગ આપવાનું વલણ દાખવ્યું છે તેના માટે આભાર વ્યકત કરીને ગુજરાતની જનતાને અભિનંદન આપેલ છે. ગુનેગાર વ્યકિતને સજા થાય તે સમયે ગુજરાતની સરકાર સમગ્ર ગુજરાતમાં ગુનેગારને સજા ન થાય તે માટે આંદોલનની વાત કરે છે. તેને પૂજય મહાત્મા ગાંધીના ગુજરાતની જનતા કયારેય સહયોગ આપશે નહી. સ્વ. હરેન પંડયાની જયારે હત્યા થઇ અને તેની તપાસ સી.બી.આઇ.ને સોંપવામાં આવી ત્યારે તે વખતના ગૃહમંત્રીશ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ કહયું હતું કે સી.બી.આઇ. એક ઇન્ડીપેન્ડન્ટ અને ઇન્ટેલીજન્ટ સંસ્થા છે. તેની કામગીરીમાં કોઇ હસ્તક્ષેપ કરી શકતું નથી અને આવી એક મજબૂત તપાસની સંસ્થાને સ્વ.હરેન પંડયાની હત્યાની તપાસ સોંપવામાં આવી છે. એન.ડી.એ.ના શાસન વખતે લાલકૃષ્ણ અડવાણીજીએ જે સંસ્થાને પ્રામાણિક કરતાં હતા તે સી.બી.આઇ.ના બંધારણમાં આજે કોઇ જ ફેરફાર થયો નથી. તો પછી આજે સાચા ગુનેગાર તરફ તપાસ જાય છે ત્યારે સી.બી.આઇ.વિરુધ્ધ ભાજપ કેમ આક્ષેપો કરે છે.
———————————————————————