Close

May 27, 2010

Press Note Date : 27/05/2010

Click here to Download Press Note Dated 27/05/2010 GUJ

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. 

   અખબાર યાદી                                               તા.ર૭.૦પ.ર૦૧૦ 

 

  • કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓ તથા સંસદસભ્‍યશ્રીઓ માન. રાજયપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યુ.

  • ગુજરાતના વહીવટમાં સંપૂર્ણપણે નિષ્‍ફળ ગયેલી ભાજપ સરકાર સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓમાં પ્રજાના રોષથી બચવા ગુજરાતમાં હુલ્‍લડો ફેલાવવા માંગે છે.
  • નામદાર સુપ્રીમ કોર્ટના હુકમથી સી.બી.આઇ.નકલી એન્‍કાઉન્‍ટરોમાં પડદા પાછળના સૂત્રધારોની તપાસ કરે છે તેમાં વિધ્‍ન પેદા કરવા ભાજપ ગુજરાતમાં હુલ્‍લડ ફેલાવવા જઇ રહ્યું છે.
  • ગુજરાતમાં જ ૧૯ જેટલાં પોલીસ અધિકારીઓની ધરપકડ કરી ત્‍યારે ભાજપ સરકારને વાંધો ન હતો પરંતુ સી.બી.આઇ એકની ધરપકડ કરે તો ભાજપ સરકારના નેતાઓ છાપરે ચડી પોકારો કરે છે.
  • ગુજરાતી-ગુજરાતી વચ્‍ચે દુશ્‍મનાવટ પેદા કરી ગુજરાતને ભલે નુકશાન થાય પરંતુ પોતાની મતબેન્‍ક મજબૂત થાય તેવું ભાજપ ઇચ્‍છે છે.
  • ભાજપના નેતાઓની પ્રેસ કોન્‍ફરન્‍સ, પત્રીકાઓ,દિવાલ પરના લખાણો અને હોર્ડિંગ્‍સ માત્ર કોમી હુલ્‍લડો પેદા કરવા જ થયેલાં છે.
  • ગુજરાતની જનતાએ ભાજપની મેલી મુરાદ સમજી જતાં ગુજરાતમાં ભાજપના પ્રયત્‍નો છતાં શાંત અને એખલાસ જાળવી રાખ્‍યા એટલે ભાજપ સક્રિય થઇ અમદાવાદમાં જાતેજ તોફાનો શરુ કરાવ્‍યાં.
  • નામદાર સુપ્રીમ કોર્ટના હુકમના કારણે ભ્રષ્‍ટ, પક્ષપતી અને નિર્દોષોની હત્‍યા કરનારા સામે  પગલાં ભરાયા તેથી ગુજરાતના નિષ્‍ઠાવાન અને પ્રામાણિક અધિકારીશ્રીઓનું મોરલ મજબૂત બન્‍યું છે.
  • ગુજરાત સરકાર પ્રેરિત સન-ર૦૦રના રમખાણોથી ગુજરાતની જનતા અને સંપતિનું અઢળક નુકશાન થયું અને આજે પણ કેટલાંય ગુજરાતીઓ જેલમાં ઓફસોસ કરે છે તે ભાજપની મતબેન્‍કની મેલી મુરાદના કારણે હતું.
  • ઇન્‍ડીયન પીનલ કોડ મુજબ  ગુનો બનતો હોવાછતાં હુલ્‍લડો પેદા કરાવે તેવી જાહેરાત, હોર્ડિંગ્‍સ, લખાણો, પત્રીકાઓ કે પ્રેસ કોન્‍ફરન્‍સ કરનારાઓ સામે ક્રિમીનલ કેસ ફાઇલ થયો નથી.
  • માન.રાજયપાલશ્રી બંધારણીય વડા તરીકે પગલાં ભરે અને રાષ્‍ટ્રપતિશ્રીને પણ ગુજરાતની પરિસ્થિતિથી વાકેફ કરે તેવી કોંગ્રેસપક્ષની માંગણી.

  • અમદાવાદમાં તોફાનો કરાવનારા મુખ્‍ય સૂત્રધારોને પ્રજાના કહેવા છતાં સરકારના ઇશારે પોલીસ પકડતી નથી.
  • નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી થઇ રહેલી તપાસમાં પડદા પાછળના મુખ્‍ય ગુનેગારો કે જે ભાજપના છે તેમના સુધી કાયદાનો હાથ પહોંચવા જઇ રહ્યો છે ત્‍યારે તેમાં વિક્ષેપ ઉભો કરવા ગુજરાતમાં હુલ્‍લડો ફેલાવી જનતાને બાનમાં લેવાના ભાજપ સરકારના પ્રયત્‍નો.

ઉપરોકત મુદ્દાઓ અંગેનું મહામહીમ માન.રાજ્યપલશ્રીને સુપ્રત કરાયેલું આવેદનપત્ર આ સાથે સામેલ છે. 

================================================

મહામહીમ માન.રાજ્યપલશ્રીને સુપ્રત કરાયેલ આવેદનપત્ર ની નકલ માટે અહી ક્લિક કરો.