Close

August 28, 2010

Press Note Date : 28/08/2010 GUJ

Click here to Download Press Note Date : 28/08/2010 GUJ

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી   તા.ર૮.૮.ર૦૧૦

• ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી અને ભાજપની માનસિકતા મહિલા વિરોધી છે.
• મહિલાઓને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં પ૦ ટકા અનામત આપવાની જોગવાઇઓનું વિધેયક અલગ રીતે રજુ કરવાની કોંગ્રેસપક્ષની માંગ.

સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં મહિલાઓને પ૦ ટકા પ્રતિનિધીત્‍વ આપવું જોઇએ. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ તેમની તથા ભાજપની મહિલા વિરોધી માનસિકતાના કારણેજ મહિલાઓને અનામતની જોગવાઇઓ અંગેનું વિધેયક ફરજીયાત મતદાનના અવિચારી અને ગેરબંધારણીય જોગવાઇઓ સાથે જોડી દઇને ગુજરાતની મહિલાઓને અન્‍યાય કર્યો છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે, આગામી વિધાનસભાના સત્રમાં સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં મહિલાઓને પ૦ ટકા સ્‍થાન આપવા અંગેની જોગવાઇઓનું વિધેયક અલગ રીતે રજુ કરવું જોઇએ. ગુજરાતમાં મહિલાઓ અગ્રેસર છે અને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં તેમને યોગ્‍ય પ્રતિનિધીત્‍વ મળે તે જરુરી છે. વિધાનસભામાં મહિલાઓને પ૦ ટકા સ્‍થાન સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં આપવાનું વિધેયક આવે તેને કોંગ્રેસપક્ષ સંપૂર્ણ સમર્થન આપવા માગે છે. આમ મહિલાઓને સ્‍થાન આપવાનું વિધેયક ખરેખર તો અલગ રીતે રજુ કરીને ગત વર્ષે કાયદાનું સ્‍થાન લઇ શકયું હોત. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની અને ભાજપની મહિલા વિરોધી માનસિકતાના કારણે મહિલાઓને પ૦ ટકા અનામત આપવાની જોગવાઇઓ કરતું વિધેયક ફરજીયાત મતદાનને જોડીને ઇરાદાપૂર્વક રજુ કરવામાં આવ્‍યું હતું જેથી મહિલાઓને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં સ્‍થાન ન મળે. માન.રાજ્યપાલશ્રીએ આ વિધેયક પરત મોકલ્‍યું છે અને તેમાં સ્‍પષ્‍ટ રીતે સંદેશો આપેલો છે કે, મહિલાઓને અનામતની જોગવાઇઓ કરતું વિધેયક અલગ રીતે રજુ કરવામાં આવે તો તેને કાયદાને સ્‍થાન આપી શકાય અને મહિલાઓને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં પ૦ ટકાનું પ્રતિનિધીત્‍વ પ્રાપ્‍ત થઇ શકે. આ સંજોગોમાં રાજય સરકારે વિધાનસભાના મળી રહેલાં આગામી સત્રમાં મહિલાઓને અનામતની જોગવાઇઓ કરતું વિધેયક અલગ રીતે રજુ કરવું જોઇએ. ફરજીયાત મતદાતનની જોગવાઇઓ કરતું વિધેયક બંધારણની જોગવાઇઓથી વિરુધ્‍ધનું છે. આ પ્રકારની જોગવાઇઓ જે દેશોએ અખતરારુપે કરી હતી તેઓના અનુભવ પણ સારા નથી. મોટા ભાગના દેશોએ અખતરારુપે કરેલી આ જોગવાઇઓ પણ પરત ખેંચેલ છે.ગુજરાતમાં ફરજીયાત મતદાનની જોગવાઇઓમાં શ્રીમંતોને માત્ર પાસપોર્ટ બતાવીને મુકિત મળવાની જોગવાઇ કરવામાં આવી છે પરંતુ આમ આદમીને મુશ્‍કેલીઓમાં વધારો કરે તેવું આ વિધેયક છે. ફરજીયાત મતદાનનું વિધેયક માત્ર ગીમીક અને સસ્‍તી પ્રસિધ્‍ધી માટે લાવવામાં આવેલું હતું. શ્રી ગોહિલે માંગણી કરી છે કે, આવા અવિચારી ફરજીયાત મતદાનના વિધેયકને ન રજુ કરવું જોઇએ. આમ છતાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી બિન જરુરી વિવાદો કરીને સસ્‍તી પ્રસિધ્‍ધીમાં રહેવા માંગતા હોય તો ફરજીયાત મતદાનનું વિધેયક મહિલા અનામતથી જુદુ રજુ કરે કે જેથી ગુજરાતની મહિલાઓને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં પ૦ ટકા પ્રતિનિધીત્‍વ મળી શકે.
——————————————————————–