Close

June 30, 2010

Press Note Date 30/06/2010 GUJ

Click here to Download Press Note 30/06/2010 Reg. Krushi Kit

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.
અખબાર યાદી       તા. ૩૦.૦૬.ર૦૧૦

  • ચાલુ વર્ષે ખેડૂતો માટેની કૃષિ‍ કીટની ૭૦ ટકા રકમ વણ વપરાયેલી.
  • કોઇપણ જાતના ટેન્‍ડરની પ્રક્રિયા વગર વિદેશી કંપની મોન્‍સાન્‍ટો પાસેથી ભ્રષ્‍ટાચાર દ્વારા બિયારણની ગુજરાત સરકારની ખરીદી.
  • ખેડૂતોનું બે-બે વખત બિયારણ નિષ્‍ફળ ગયેલ હોવાથી સરકાર ખેડૂતોને મફત બિયારણ આપે.
  • ટેન્‍ડરની પ્રક્રિયા જે આઇટમમાં પુર્ણ થઇ છે તે આઇટમ પણ ભ્રષ્‍ટાચારની લાલચમા ફાઇનલ થતી નથી.
  • વિદેશી કંપનીને ફાયદો કરાવવા ગુજરાત સરકાર બી.ટી.કપાસનું બિયારણ સંશોધન કરીને ઉત્‍પાદિત કરતી નથી.
  • ગયા વર્ષે કૃષિ‍ કીટમાં અપાયેલી વસ્‍તુઓ અને આ વર્ષે કૃષિ‍ કીટમાં ખેડૂત સુધી પહોંચેલી વસ્‍તુઓની યાદી સરકાર જાહેર કરે.

ગુજરાતમાં ખેડૂતોને અપાતી કૃષિ‍ કીટ માટેની નાણાંની જોગવાઇઓ પૈકી ૭૦ ટકા રકમ ચાલુ વર્ષે વણવપરાયેલી રહી છે. ગુજરાત સરકારના જી.આર. મુજબ ખેડૂતોને કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારની ગ્રાન્‍ટમાંથી દરવર્ષે કૃષિ‍ કીટ આપવામાં આવે છે. જેમાં બિયારણ, પ્રવાહી ખાતર, પેસ્‍ટીસાઇડ અને આનુષાંગિક અન્‍ય સાધન-સામગ્રી પૂરી પાડવાની હોય છે. સરકારના જી.આર. મુજબ આ જે વસ્‍તુઓ આપવાની હોય છે તે પૈકી આ વર્ષે એટલે કે, સન-ર૦૧૦-૧૧માં અનેક વસ્‍તુઓ પૂરી પાડવામાં આવી નથી. ખેડુતોને બિયારણ આપવા માટે ઉત્‍તમ બિયારણ તૈયાર કરીને પૂરી પાડવાની કૃષિ‍ ખાતાની જવાબદારી હોય છે. ભૂતકાળમાં  સંશોધનના ઉત્‍તમ પરિણામરુપ લોકવન જેવા ઘઉં કોંગ્રેસના શાસનમાં કૃષિ‍ વિભાગે સંશોધનથી ખેડૂતો માટે આશીર્વાદરુપ પૂરા પાડેલા હતાં. હાલમાં ખેડૂતો બી.ટી. કપાસનું મબલખ વાવેતર કરે છે. બી.ટી.કપાસનું ઉત્‍તમ બિયારણ તૈયાર કરવાની જવાબદારી કૃષિ‍ વિભાગ મારફત બીજ નિગમની છે. આ નિગમ તૈયાર અને સક્ષમ હોવા છતાં ગુજરાતની સરકાર મલ્‍ટી નેશનલ વિદેશી કંપનીને મદદ કરવા માંગતી  હોવાથી બી.ટી.કપાસનું સારુ બિયારણ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતું નથી. કોઇપણ જાતની ટેન્‍ડરની પ્રક્રિયા વગર ચાલુ વર્ષે મલ્‍ટી નેશનલ કંપની મોન્‍સાન્‍ટો પાસેથી ગુજરાત સરકારે બિયારણ ખરીદેલું છે. મોન્‍સાન્‍ટો કંપનીનું બિયારણ કંપની પાસે પુષ્‍કળ જથ્‍થામાં પડી રહેલું હતું અને આવા ડેડસ્‍ટોકમાં પડી રહેલા બિયારણનો આ વિદેશી કંપની નિકાલ કરી શકે તે માટે વગર ટેન્‍ડરે ગુજરાત સરકારે ખરીદી કરેલી છે. ગુજરાત સરકાર ગુજરાત એગ્રો દ્વારા વિદેશી કંપનીનું બિયારણ ખેડૂતોને પધરાવીને પ્રજાના પૈસા ખાઇ રહી છે. કૃષિ‍ કીટમાં વિતરણ કરવાની વસ્‍તુઓ ચોમાસાની શરુઆત પહેલાં પૂરેપૂરી ખેડૂતોને મળી જવી જોઇએ. પરંતુ ચાલુ વર્ષે કૃષિ‍ કીટમાં સરકારશ્રીના જી.આર. મુજબની વસ્‍તુઓનું વિતરણ હજુસુધી પૂરી રીતે થયું નથી. સરકારમાં હિંમત હોય તો વર્ષ-ર૦૦૯-૧૦માં કૃષિ‍ કીટમાં કઇ કઇ વસ્‍તુઓ અપાઇ હતી અને આ વર્ષે કઇ કઇ વસ્‍તુઓ અપાઇ છે તેની યાદી જાહેર કરે.

ભૂતકાળમાં ટેન્‍ડરની પ્રક્રિયા દ્વારાજ કૃષિ‍ કીટ માટેની વસ્‍તુઓ  ખરીદ કરવામાં આવતી હતી અને ખેડૂતોને પૂરી પાડવામાં આવતી હતી. ચાલુ વર્ષે ટેન્‍ડરની પ્રક્રિયાને નેવે મૂકીને ભ્રષ્‍ટાચારથી ખરીદી કરવામાં આવી છે અને આવી ખરીદ કરેલી વસ્‍તુઓની ગુણવત્‍તા તથા સ્‍પર્ધાત્‍મક ભાવોની કોઇજ ચિંતા કરવામાં આવી નથી. ખેડૂતોને મળવાપાત્ર કૃષિ‍ કીટ પૈકીની વસ્‍તુઓ હજુસુધી પહોંચી નથી. કેટલીક વસ્‍તુઓમાં ટેન્‍ડરની પ્રક્રિયાઓ થઇ ગઇ છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ખરા અર્થમાં સૌથી નીચા ભાવવાળા પાસેથી ગુણવત્‍તાવાળી વસ્‍તુઓ ખરીદીને ખેડૂતોને પહોંચાડી દેવી જોઇતી હતી પરંતુ આ અંગેનો નિર્ણય સરકાર કરતી નથી. આના પરથી  સ્‍પષ્‍ટ થાય છે કે, જયાં સુધી ભ્રષ્‍ટાચાર પૂર્ણ વહીવટ  ન થાય ત્‍યાં સુધી ખેડૂતોને  આપવાની વસ્‍તુની ફાઇલ પેન્‍ડીંગ રહે છે.

ચાલુ વર્ષે થોડો થોડો વરસાદ ગુજરાતના મોટા ભાગના વિસ્‍તારમાં થયો છે અને તેથી કોરી જમીનમાં વાવેલુ બિયારણ અથવા પહેલાં વરસાદમાં વવાયેલું બિયારણ બે-બે વખત નિષ્‍ફળ ગયું છે જેથી હવે રાજય સરકારે ખેડૂતોને ખેતી ઉદ્યોગ ટકી રહે તે માટે મફત બિયારણનું વિતરણ તાત્‍કાલિક કરવું જોઇએ.

====================================================