Close

July 30, 2010

Press Note Date : 30/07/2010

Click here to Download Press Note 30/07/2010 GUJ

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી      તા.૩૦.૭.ર૦૧૦

• સરકારી કાર્યક્રમમાં રાજકીય આક્ષેપો અને વાણી વિલાસ એ ગુજરાતની સંસ્‍કારિતાની વિરુધ્‍ધ
• રાજયની જનતાને રક્ષણ આપનારાજ ખંડણીખોર.
• બંધારણને વફાદાર રહેવાના સોગંદ ખાધા પછી પણ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની બંધારણને કલંકિત કરવાની પ્રવૃત્‍તિ.
• શું મુખ્‍યમંત્રીશ્રી ખંડણીખોરોને સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓમાં ઉમેદવાર બનાવશે?
• ભ્રષ્‍ટ અને લાલચુ મુઠીભર પોલીસવાળા જેલમાં જવાથી નિષ્‍ઠાવાન અને પ્રામાણિક ગુજરાતની પોલીસનું મોરલ મજબૂત બન્‍યું.
• અનેક ગુજરાતીઓના નાણાં માધુપૂરા બેન્‍કના કૌભાંડમાંથી પાછા મળે તેમ હતાં ત્‍યારે ગુજરાતના જ ગૃહમંત્રીએ ર.પ૦ કરોડમાં સોદો કર્યો.
• દેશમાં જયારે નિર્દોષ મહિલા પર અત્‍યાચાર થયો છે ત્‍યારે અત્‍યાચારીની સત્‍તા ભ્રષ્‍ટ થઇ છે. રાવણ અને સીતાજીનો કિસ્‍સો ,કૌરવો અને દ્રોપદીનો કિસ્‍સો છે.તેજરીતે ભાજપ અને કૌશરબીનો કિસ્‍સો ઇતિહાસ નોંધશે.
• ગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ પડી ભાંગી છે કારણ કે, ગુંડાઓજ મુંખ્‍યમંત્રીશ્રીના અંગત મિત્રો છે.
• નામદાર ગુજરાત હાઇકોર્ટની સામેજ સ્‍વ.અમિત જેઠવાની હત્‍યા મુખ્‍યમંત્રીશ્રીના નજદીકી લોકોએ કરાવી છે.

સરકારી કાર્યક્રમમાં ગઇકાલે મુખ્‍યમંત્રીશ્રીએ કરેલો વાણી વિલાસ ગુજરાતની સંસ્‍કારિતા અને સરકારના પોતાના જ પરિપત્ર વિરુધ્‍ધનો છે. પ્રજાના પૈસાથી જે સરકારી સમારંભો યોજાય છે તેમાં પ્રજા હિતની અને પ્રોજેકટની જ વાતો કરવી જોઇએ. રાજકીય ભાષણો અને રાજકીય આક્ષેપો રાજકીય પક્ષના સંમેલનોમાંજ થઇ શકે આ અંગેની સરકારની સ્પષ્‍ટ નીતિ હોવાછતાં ગઇકાલે એ.એમ.સી.ના સરકારી કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રીએ રાજકીય આક્ષેપો અને વાણી વિલાસ કર્યો છે તે તેમની હતાશ માનસિકતાનું પ્રદર્શન છે.ગુજરાતની જનતાની રખેવાળી કરવાની જેમના શીરે જવાબદારી છે તે સરકારના ગૃહમંત્રી જ ખંડણી ઉઘરાવતા હોવાના પર્દાફાશ થાય ત્‍યારે રાજયના મુખ્‍યમંત્રીશ્રીએ લાજવું જોઇએ તેના બદલે તેઓ ગાજે છે. મુખ્‍યમંત્રીની ખુરશી પર બેસનાર માણસ બંધારણને વફાદાર રહેવાના સોગંદ ખાય છે. ગુજરાતમાં ચાલતી સી.બી.આઇ.ની તપાસ નામદાર સુપ્રિમ કોર્ટે પોતાની બંધારણીય જવાબદારીના ભાગરૂપે સોંપી છે અને તે સંજોગોમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ બંધારણીય જવાબદારી નિભાવવી જોઇએ. ગુજરાતના પ૦ વર્ષના ગૌરવમય ઇતિહાસમાં ડો.જીવરાજ મહેતાભાઇ અને શ્રી બળવંતરાય મહેતાથી લઇને શ્રી કેશુભાઇ પટેલ સુધીના મુખ્‍યમંત્રીશ્રીઓમાંથી કોઇને પણ પોતાનાજ પક્ષના પ્રધાનમંત્રીશ્રીએ રાજધર્મ નિભાવવાની સૂચના આપવી પડી નથી. પહેલી વખત ગૌરવવંતા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીનું પદ કલંકિત થાય તેવું કામ પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીએ કર્યુ અને બાજપાઇજીએ તેમને રાજધર્મ નિભાવવા કહેવું પડ્યુ. સુપ્રિમ કોર્ટે કડક શબ્‍દોમાં તેમની ટીકા કરી પ્રથમ વખત કોઇ શહિદની વિધવાએ ગુજરાતની સહાયને ઠુકરાવવી પડી, વિકસિત દેશોએ પ્રથમ વખત ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને વિઝા આપવાની ના પાડી આટલું ઓછું ન હોય તેમ ભાજપના સાથીદાર પક્ષના મુખ્‍યમંત્રીશ્રી નીતિષકુમારે ગુજરાતની જનતાએ મોકલેલી સહાય અપમાનિત કરીને પાછી મોકલી. ગુજરાતના ગૌરવને લપડાક મારનાર શ્રી નીતિષકુમાર સાથે ભાજપ આજે પણ હાથ જોડીને ચાલે છે. નકલી એન્‍કાઉન્‍ટરના જ કેસના સુપ્રિમ કોર્ટના સીનીયર વકીલે સન-ર૦૦૭માં જયારે મુખ્‍યમંત્રીશ્રીએ વાણી વિલાસ કર્યો ત્‍યારે ગુજરાત સરકારની બ્રીફ પાછી આપી દીધી.આમ ગુજરાતને સતત કલંકિત કરનાર મુખ્‍યમંત્રીશ્રી હવે પોતાની વાણીમાં વિવેક રાખે અને ગુજરાતના ગૌરવને ખંડિત ન કરે તેમ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું. જનતાના હિત અને રક્ષણ માટે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશથી સી.બી.આઇ. ખંડણીખોરોની સામે તથા અત્‍યાચાર કરનારાઓ સામે ન્‍યાયના હિતમાં તપાસ કરી રહી છે. આ સંજોગોમાં એમ કહેવું કે સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓમાં સી.બી.આઇ. ઉમેદવાર તરીકે લડશે તે બુધ્‍ધિહિન અને તર્કહિન વાત છે. આનો અર્થ એ થયો કે શું સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં મુખ્‍યમંત્રીશ્રી ખંડણીખોરો અને અત્‍યાચાર કરનારાઓને પોતાના ઉમેદવાર બનાવવા માંગે છે? વહીવટ વાણી વિલાસથી નહી પરંતુ વહીવટી કુશળતાથી થાય. ગરીબ માણસોને અપમાનીત કરવા માટે ગરીબ કલ્‍યાણ મેળા યોજાય અને માનીતા કરોડપતિઓને કરોડો ખાવા દેવાના અને એમાંથી પોતાનો ભાગ ખાઇ જવાનો તે આ મુખ્‍યમંત્રીશ્રીનું નિયમિત કામ બની ગયું છે. કરોડો રુપિયાની રક્ષિત જંગલની જમીન ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ પોતાના માનીતા ઉદ્યોગપતિને આપી દીધી છે.પરંતુ આ રાજયના આદિવાસીને કેન્‍દ્ર સરકારનો કાયદો હોવાછતાં જમીન આપવામાં આવતી નથી.
ભ્રષ્‍ટ અને લાલચુ મુઠ્ઠીભર પોલીસવાળા પોલીસ તંત્રને સરકાર સાથે મિલિભગતથી બાનમાં લઇને બેઠા હતાં અને તેથી પોલીસ તંત્રનું મોરલ પડી ભાંગ્‍યુ હતું. ભ્રષ્ટ અને ગેરકાનૂની કામ કરનારા મુઠ્ઠીભર અધિકારીઓ,મંત્રી અને પોલીસ જેલમાં જવાથી નિષ્‍ઠા અને પ્રમાણિકતાથી ફરજ બજાવતા પોલીસ ફોર્સનું મોરલ ખૂબજ મજબૂત થયું છે.
નકલી એન્‍કાઉન્‍ટરની તપાસ ત્રણ વર્ષથી ગુજરાતની સરકારે કરી હતી. નામદાર સુપ્રિમ કોર્ટ પાસે સોગંદ પર એમ કહયું કે, ગુજરાતમાં નકલી એન્‍કાઉન્‍ટરો થયાં છે તે અત્‍યંત ખરાબ છે. ગુજરાત સરકારનો આમાં કોઇ રોલ નથી. નરાધમોને આકરામાં આકરી સજા થવી જોઇએ. નકલી એન્‍કાઉન્‍ટરો કરનારા પોલીસ અધિકારીઓ નામના તથા પ્રમોશન અને મેડલો માટે ખોટું કરતાં હતાં.આજે પણ માજી ગૃહમંત્રીશ્રીએ પોતાની અરજીમાં નકલી એન્‍કાઉન્‍ટરો હતા તે સ્‍વીકાર્યુ છે અને આ એન્‍કાઉન્‍ટરો ખોટી રીતે થયા હતાં અને તેમાં પોલીસવાળા જવાબદાર હતા તેવો બચાવ કર્યો છે. સોરાબુદ્દીનના કુટુંબીજનોનો ભાજપ સાથે જે ઘરોબો હતો અને ખંડણી માટે ભાજપના નેતાઓ સોરાબુદ્દીનનો જ ઉપયોગ કરતા હતાં. તે સત્‍ય હકિકત વિશે મુખ્‍યમંત્રીશ્રી કેમ મૌન છે. આ દેશમાં નિર્દોષ મહિલા પર જે કોઇ રાજસત્‍તાએ અત્‍યાચાર કર્યો છે તેની રાજસત્‍તા નષ્‍ટ થઇ છે. રાવણે સીતાજી પર અત્‍યાચાર કર્યો અને લંકા નષ્‍ટ થઇ. સતત જીતતા આવતાં કૌરવોએ દ્રોપદીજી ઉપર અત્‍યાચાર કર્યો અને કૌરવોનું પતન થયું એજરીતે આ દેશની નિર્દોષ નારી કૌશરબી ઉપર અત્‍યાચાર કરનારાઓ તરફ કુદરતની સજાનો પ્રહાર થઇ રહયો છે અને તે કુદરતનો ક્રમ કોઇ પણ પાપીને નહીં છોડે. અડવાણીજીના મત ક્ષેત્રમાં આવેલી માધુપુરા બેન્‍કને કેતન પારેખે ડૂબાડયુ અને આ ૧૬૦૦ કરોડના કૌભાંડના કારણે અનેક સામાન્‍ય લોકોના નાણાં ડૂબ્‍યા. નામદાર સુપ્રિમ કોર્ટના શરતી જામીનના કારણે કેતન પારેખ પાસેથી કરોડો રુપિયા પ્રાપ્‍ત થાય તેમ હતાં અને ગુજરાતના ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોને પોતાની રકમ મળે તેમ હતી પરંતુ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી અને ગૃહમંત્રીએ ગુજરાતની જનતાની ચિંતા કર્યા વગર ર.પ૦ કરોડ રુપિયા કેતન પારેખ પાસેથી લઇને તેના જામીન રદ થતાં અટકાવ્‍યા તે વાત સી.બી.આઇ.એ નહીં પરંતુ ગુજરાત સરકારના એડિશનલ ડી.જી.પી.એ લખીને આપી તે અંગે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કેમ ચૂપ રહ્યાં? ગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સંપૂર્ણ કથળી ગઇ છે કારણ કે, મુખ્‍યમંત્રીશ્રી અને એમના મળતીયાઓની ગુંડાઓ સાથે સીધી સાઠગાંઠ છે. ગુંડાઓને પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીએ રાજકીય હોદ્દાઓ ઉપર બેસાડી દિધા છે. ગુજરાતની નામદાર હાઇકોર્ટ સમક્ષ ન્‍યાય માંગવા જનારા અને ખનીજ ચોરો સામે લડનારા સ્‍વ.શ્રી અમિત જેઠવાને લોકોની હાજરીમાં નામદાર ગુજરાત હાઇકોર્ટની સામે મારી નાંખવામાં આવે અને છતાં ગુજરાતના મુખ્‍યમંત્રી બફાટ કરે તે શરમજનક છે. ગુજરાતમાં શિક્ષણનું સંપૂર્ણ વ્‍યાપારીકરણ કરવામાં આવ્‍યું છે. ગરીબ માણસને બી.પી.એલ.કાર્ડ મળતું નથી અને ભાજપના નેતાઓ બી.પી.એલ. કાર્ડના માલિકો છે. વિધવા બહેનોને પેન્‍શન કે ફિકસ પગારના કર્મચારીઓને પૂરતો પગાર ગુજરાત સરકાર આપતી નથી જયારે બીજી તરફ પાવર કોર્પોરેશન અને પેટ્રોલિયમ કોર્પોરેશનમાં કરોડો રુપિયા સરકારના ઇશારે ખાઇ જવામાં આવે છે.

——————————————————————