Close

March 22, 2017

Press Note Dt: 22/03/2017 શિક્ષણ વિભાગની માંગણીઓ પર ચર્ચા.

Click here to view/download press note.

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                           તા. ૨૨.૦૩.૨૦૧૭    

   

  • જો સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળે છે તો પછી ભાજપના મંત્રીઓ તેમના બાળકોને ખાનગી શાળામાં શા માટે ભણાવે છે?
  • વિઘાસહાયકોની ભરતીમાં ખૂબ જ મોટા ગોટાળા, અનિયમિતતા અને ભ્રષ્ટાચાર.
  • મેરીટ્સ વગરના વિદ્યાસહાયકોએ ભ્રષ્ટાચારથી નોકરી મેળવી.
  • શિક્ષણ વિભાગની તપાસ સમિતિએ જ સાબિત કરેલ છે કે અનેક ખોટા પ્રમાણપત્રો અને ખોટી માર્કશીટો બનાવીને નોકરીઓ મેળવી લેવામાં આવી છે.
  • શિક્ષકને સરકાર શિક્ષણનું કામ કરવા દેવાના બદલે શૌચાલય ગણવા મોકલી તેમનું અપમાન કરે છે.
  • કર્મચારીઓના ભાગલા પાડો અને રાજ કરો તે સરકારની નીતિ છે.
  • ફીક્સ પગારના ૨૦૦૬ પહેલાંના કર્મચારીને લાભથી શા માટે વંચિત રખાયા ?
  • શિક્ષકોની ભરતીની જેટલી જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવે તેટલી ભરવી જોઈએ. નોકરીમાં હોય તે જ પસંદગીનો જિલ્લો મેળવે તેને નવી નોકરી ન કહેવાય.
  • ગુજરાતના તેજસ્વી બાળકોને ભણાવનાર શિક્ષકો, પ્રોફેસરો અને પ્રિન્સિપાલની અસંખ્ય જગ્યાઓ ગુજરાતમાં ખાલી છે.
  • જ્યાં મહાત્મા ગાંધીજી ભણ્યા હતા તે ભાવનગરની કોલેજ વર્ષોથી પ્રિન્સિપાલ વગરની.
  • સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત એસએનડીટીની ભાવનગરની કોલેજની વિઘાર્થીનીઓને વિદ્યાસહાયક માટે યોગ્ય ન ગણવાનો સરકારનો નિર્ણય અન્યાયકર્તા.
  • લખપતની સરકારી કોલેજ કોઈપણ સુવિધા કે પ્રાધ્યાપકો વગરની.
  • એમ.એસ. યુનિવર્સિટીની એમ.ઈ. ઈલેકટ્રોનિક્સની શાખા એ એમ.ઈ. સમકક્ષ જ ગણવી જોઈએ.
  • કચ્છ જિલ્લાના લખપત, અબડાસા, નખત્રાણાના થોડા વિસ્તારને પાણી અને ધાસ તાત્કાલિક પૂરું પાડવું જોઈએ.

—————————-———————————————————————————