Press Note Dt: 23/06/2018 કેન્દ્રની મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા પરંતુ ચૂંટણી સમયે કરેલા વાયદાઓ પુરા કરવામાં સંપૂર્ણ નિષ્ફળ
Click here to view/download press note
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી
અખબારી યાદી તા. ૨૩/૦૬/૨૦૧૮
ભાજપાનાં નેતૃત્વ વાળી કેન્દ્રની મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા પરંતુ ચૂંટણી સમયે કરેલા વાયદાઓ પુરા કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે અને દેશની આર્થિક પરીસ્થિતિ, યુવાનોની હાલત તેમજ ખેડૂતોથી લઈને શૈક્ષણિક વ્યવસ્થા સુધી તમામ જગ્યાએ દેશવાસીઓને માત્રને માત્ર નિરાશા પ્રાપ્ત થઈ છે. ચૂંટણી સમયે બે કરોડ નોકરીઓ દર વર્ષે યુવાનોને મળશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ સત્ય હક્કિત એ છે કે ૨૦૧૬-૧૭ માં માત્ર ૪.૧૬ લાખ નોકરીઓ મળી છે જે લેબર બ્યુરોના ઑથેન્ટિક રેકોર્ડ આધારીત છે. UPA ના ૧૦ વર્ષમાં આનાં કરતા અનેકગણી વધારે નોકરીઓ મળતી હતી. શિક્ષણ વ્યવસ્થા ખુબજ સુદ્રઢ બનાવવી છે અને ઉત્તમ શિક્ષણ આપવું છે માટે શિક્ષા પરનો સેસ નાખવામાં આવે છે તેમ કરીને દેશવાસીઓ ઉપર ભાજપ સરકારે શિક્ષણ સેસ નાખ્યો અને જેના ધ્વારા ૧,૬૦,૭૮૬.૮૫ કરોડ રૂપિયા લોકો પાસેથી ભાજપની કેન્દ્ર સરકારે ઉઘરાવ્યા પરંતુ આ પૈસા શિક્ષણ ક્ષેત્રે વાપરવાના બદલે UGC (યુનિવર્સીટી ગ્રાન્ડ કમીશન) ની મળતી રકમમાં ૬૭.૫% નો ભાજપ સરકારે કામ મુંકીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખુબજ મોટો અન્યાય કર્યો છે.
ભ્રષ્ટાચાર મિટાવી દઈશ, કાળુંધન વિદેશથી ૧૦૦ દિવસમાં પરત લાવી દઈશ અને દેશવાસીઓના ખાતામાં ૧૫-૧૫ લાખ આવી જશે આવો વાયદો કર્યા પછી હક્કિત એ છે કે, કાળુંધન તો પરતનાં આવ્યું પરંતુ દેશમાંથી લલિત મોદી,નીરવ મોદી, મેહુલ ચોકસી જેવા કે જેને વડાપ્રધાનશ્રી સાથે સીધો પરિચય હતો તેવા લોકો કરોડો રૂપિયા બેંકોના લુંટીને વિદેશ જતા રહ્યા છે.
રાફેલ લડાકુ વિમાની ખરીદીમાં ખુબ મોટો ભ્રષ્ટ્રાચાર વર્તમાન ભાજપની કેન્દ્ર સરકાર ધ્વારા કરવામાં આવ્યો છે. UPA સરકાર ધ્વારા એક રાફેલ લડાકુ વિમાન ૫૨૬.૧૦ કરોડમાં ખરીદવાનું હતું અને આવા ૩૬ લડાકુ વિમાનની કિંમત ૧૮,૯૪૦ કરોડ થતી હતી આજ વિમાનો ભારતીય જનતા પાર્ટીએ ૬૦,૧૪૫ કરોડમાં ખરીદયા અને ૪૧,૨૦૫ કરોડ વધારે આપીને આ જ સુધીના ઈતિહાસનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે સાથો સાથ કોંગ્રેસની સરકાર ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીનો કરાર પણ કરીને રાફેલ વિમાનોનું ઉત્પાદન ટેકનોલોજી મેળવીને દેશમાંજ કરવાની હતી જે અંગેનો કરાર પણ ભાજપ સરકારે કર્યો નથી.
ડીઝલ અને પેટ્રોલ દુનિયાભરમાં સસ્તું થયું હોવા છતાં આપણા દેશમાં ડીઝલ અને પેટ્રોલ આમ ભારતીયને ખુબ મોઘું પડે છે કારણકે ભારતીય જનતા પાર્ટીની સરકારે ચાર વર્ષમાં પેટ્રોલ પર સેન્ટ્રલ એકસાઈઝ ૨૧૧.૭% વધારી છે અને ડીઝલ પર ૪૪૩.૦૬% સેન્ટ્રલ એકસાઈઝ વધારી છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાચા ક્રૂડની કિંમત ૧૬/૦૫/૨૦૧૪ ના રોજ ૧૦૭.૦૯ યુએસ ડોલર પ્રતિ બેરલ હતી તેમ છતાં પેટ્રોલ માત્ર ૭૧.૪૧ રૂપિયામાં અને ડીઝલ ૬૭.૮૬ રૂપિયામાં મળતું હતું. જયારે મેં મહિનામાં કાચા ક્રુડ ની કિંમત દુનિયામાં માત્ર ૭૬.૪૩ યુએસ ડોલર ભાજપના શાસનમાં બની ત્યારે પેટ્રોલ ૭૬.૬૧ રૂપિયા અને ડીઝલ ૬૭.૮૬ રૂપિયામાં વહેચાય છે. LPG ગેસ નો સીલીન્ડર (બાટલો) જે ૪૧૪ રૂપિયામાં વહેચાતો હતો તે ૬૫૩ રૂપિયામાં દેશમાં વેચાય છે. LPG ગેસ માટેનું વિશ્વ બજારમાં FOB કાંગ્રેસના શાસનમાં ૯૭૦ યુએસ ડોલર હતું જે ભાજપના શાસનમાં ૪૬૪ યુએસ ડોલર થયું હોવા છતાં દેશવાસીને સૌથી મોઘો LPG નો બાટલો ખરીદવો પડે છે.
ખેડૂતો અને ગ્રામિણ ક્ષેત્રે મજુરી કરનાર વર્ગની સૌથી વધુ કફોડી સ્થિતિ ભાજપના ચાર વર્ષના શાસનમાં થઈ છે. કોંગ્રેસના શાસન દરમ્યાન એગ્રીકલ્ચર ગ્રોથ (કૃષિ વિદ્ધિ દર) ૪.૨% હતો જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ૨૦૧૪ થી ૨૦૧૮ દરમિયાન કૃષિ વિકાસ દર માત્ર ૧.૯% થઈ ગયો છે. ગ્રામિણ મજદુરીમાં વુધ્ધિ દર કોંગ્રેસના શાસનમાં ૩૮% હતો જે ભાજપના ચાર વર્ષના શાસનમાં ઘટીને માત્ર ૦% પર થયો છે. દર ૨૪ કલાકમાં ૩૫ કિશાનો ભાજપના શાસનમાં આત્મહત્યા કરે છે. ખેડૂતોને તેમની લાગતમાં ૫૦% ઉમેરીને ન્યૂનતમ મુલ્ય (MSP) આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ સત્ય હક્કિત એ છે કે, એક પણ વસ્તુમાં નિશ્ચિત ધારાધોરણ મુજબ ટકાવાળીની દ્રષ્ટિએ ન્યૂનતમ મૂલ્યમાં વધારો થવો જોઈએ તે બિલકુલ થયો નથી અને કોંગ્રેસ સરકાર શાસન સરખામણીમાં MSP અત્યંત નીચી રહી છે.
પ્રધાનમંત્રી વિમા યોજના માત્ર ખાનગી વિમા કંપનીઓને માલામાલ કરવા માટે જ છે. ૨૦૧૬-૧૭માં ખેડૂતો માટેની પ્રધાનમંત્રી વિમા યોજનામાં ૨૦,૪૭૮ કરોડનો પ્રીમીયમ ખેડૂતોએ ભર્યું હતું એનાં સામે બરબાદ થયેલા ખેડૂતોની ક્લેમની રકમ સાવ જ નજીવી વિમા કંપનીએ ચૂકવી છે અને વિમા કંપનીઓને માત્ર એક વર્ષમાં ૧૪,૮૮૮ કરોડનો નફો મેળવ્યો છે.
———————————————————————————————————————————————————————–