Close

January 23, 2011

Press Note Dt:23/01/2011 On Phone Tapping Guj

Click hear to download Press Note 23-1-2011 Phone Tapping Guj

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી તા. ર૩.૧.ર૦૧૧

v   રાજય સરકારના આઇ.બી.વિભાગના રજીસ્‍ટરની કોપી રજૂ કરીને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહે પ્રસ્‍થાસ્પિ‍ત કર્યુ કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સ્‍વ.હરેન પંડ્યાનો ટેલિફોન ટેપ કરાવતા હતા.

v   રાજય સરકારના જ ઉચ્‍ચ અધિકારીએ સોગંદનામા ઉપર એફિડેવિટ ફાઇલ કરી છે કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સ્‍વ.હરેન પંડ્યાનો ટેલિફોન ટેપ કરાવતા હતાં.

v   આઇ.જી.પી. સીકયુરીટી અને એડિશ્‍નલ ડી.જી.પી.નું જે તે  સમયે નોંધાયેલું રજીસ્‍ટર આધારભૂત અને મજબૂત પુરાવો છે કે, મુખ્‍યમંત્રીશ્રી ગેરકાયદેસર ટેલિફોન ટેપીંગનું કામ કરે છે.

v   રાજય સરકારની ક્રાઇમ બ્રાન્‍ચ અને એક પોલીસ અધિકારી મુખ્‍યમંત્રીશ્રીના ઇશારે ટેલિફોન ટેપીંગ કરાવે છે.

v   જાહેર સાહસના બી.એસ.એન.એલ.ફોન રદ કરીને પ્રાઇવેટ કંપનીને ગુજરાત સરકારે ફોન જોડાણો ટેપીંગ કરવા જ  આપ્‍યા છે.

v   ગુજરાતના મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓને પણ ટેલિફોન ટેપીંગનો પૂરો વિશ્‍વાસ છે તેથીજ સરકારીના બદલે વધારાના પ્રાઇવેટ ફોન રાખે છે.

v   ગુજરાતના એક પોલીસ અધિકારી પાસેથી અઢી કિલો સીમકાર્ડ પકડાયા.

v   મુખ્‍યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી પરાગ દવે શું કરતાં હતાં ? અને હવે કેમ વિદેશમાં છે?

v   મુખ્‍યમંત્રીશ્રી ટેલિફોન ટેપ કરાવતા હતાં તેવી એફિડેવીટનું રીજોઇન્‍ડર પણ આપી શકયાં નથી.

રાજય સરકારના પ્રવક્તાઓએ  સ્‍વ.હરેન પંડ્યાના ટેલિફોનને મુખ્‍યમંત્રીશ્રી ટેપ કરતાં હતાં તેનો પુરાવો રજૂ કરવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહને જે ચેલેન્‍જ આપી હતી તેના જવાબમાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે રાજય સરકારના જ સ્‍પીટ આઇ.બી.ના રજીસ્‍ટરની કોપીને પુરાવા તરીકે પ્રેસ તથા મિડિયા સમક્ષ જાહેર કરીને પ્રસ્‍થાપિત કરી આપ્‍યું છે કે, સ્‍વ. હરેન પંડયાનો ટેલિફોન મુખ્‍યમંત્રીશ્રી ગેરકાયદેસર રીતે મોનીટર કરતાં હતાં. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જે તે સમયના સ્‍પીટ આઇ.બી.ના મેઇન્‍ટેઇન થયેલાં રજીસ્‍ટર કે જેમાં જે તે સમયનાં એડમીનીસ્‍ટ્રેશન અને સીકયુરીટીના આઇ.જી.પી. તથા એડિશ્‍નલ ડી.જી.પી પોલીસ રિફોર્મની સહીઓ થયેલી છે તેની નકલ રજૂ કરી છે. આ રજીસ્‍ટરમાં સ્‍પષ્‍ટ રીતે નોંધાયું છે કે, તા.૭મી જૂન-ર૦૦રના રોજ મુખ્‍યમંત્રીશ્રીની સૂચનાથી  સ્‍વ.હરેન પંડ્યા સુપ્રિમ કોર્ટના રીટાયર્ડ જજશ્રી વી.આર.ક્રિષ્‍ણા અયરને મળ્યા હતાં કે કેમ ? તથા રાજય સરકારના કોઇપણ મંત્રીશ્રી પ્રાઇવેટ ઇન્‍કવાયરી કમીશનને મળ્યા હતાં કે કેમ તેની માહિતી આપવા સૂચના આપી હતી. આજ દિવસે સ્‍વ. હરેન પંડ્યા તેમના મિત્રનો જે ટેલિફોન વાપરતા હતાં તેની ડિટેઇલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. તા.૧ર.૬.ર૦૦રના રોજ એડમન સીકયુરીટી, આઇ.જી.પી. દ્વારા સ્‍વ. હરેન પંડ્યાના ફોનની વિગતો મુખ્‍યમંત્રીશ્રીને પહોંચાડવામાં આવી હતી. રાજય સરકારના આઇ.બી. વિભાગના રજીસ્‍ટરની આ કોપીથી મોટો બીજો શું પુરાવો હોઇ શકે ?

રાજય સરકારના આઇ.બી. વિભાગના આજ રજીસ્‍ટરની અંદર તા.૧૬.૪.ર૦૦રના રોજ મુખ્‍યમંત્રીશ્રીએ જે તે સમયના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શંકરસિંહ વાઘેલાનો ટેલિફોન ટેપ કરવા સૂચના આપી હતી. તેની પણ નોંધ  થયેલી છે. આજ રજીસ્‍ટરમાં અન્‍ય પોલીસ અધિકારી, કોંગ્રેસના આગેવાનો એન.જી.ઓ. વિગેરેની પણ ગેરકાનૂની રીતે માહિતીઓ એકત્ર કરવાની સૂચનાઓ અપાયા અંગેની સ્‍પષ્‍ટ નોંધ થયેલી છે.

સ્‍વ. હરેન પંડ્યાને રાજકીય રીતે ખતમ કરવા માટે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍ટેટ આઇ.બી.નો જે ઉપયોગ કરેલો છે તેનો આધારભૂત પુરાવો આ રજીસ્‍ટરમાંથી પ્રાપ્‍ત થાય છે.

રાજય સરકારે ક્રાઇમ ડિપાર્ટમેન્‍ટ તથા રાજય સરકારના જ એક ઉચ્‍ચ અધિકારીને ગેરકાયદેસર ટેલિફોન ટેપીંગના કામે વળગાડેલા છે. આજ કારણોસર રાજય સરકારના મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સરકારી ફોન ઉપરાંત પોતાના ખાનગી ફોન રાખવા મજબૂર બન્‍યાં છે અને આ ખાનગી ફોન પણ તેઓએ વારંવાર બદલવા પડે છે. રાજય સરકારને સંપૂર્ણ સસ્‍તા દરે જાહેર સાહસ એવા બી.એસ.એન.એલ.ના ફોન ઉપલબ્‍ધ હતાં. બી.એસ.એન.એલ. દ્વારા અન્‍ય કોઇપણ કંપની જે કાંઇ ભાવ આપે તેનાથી પણ સસ્‍તા દરે બી.એસ.એન.એલ.ની સેવાઓ આપવા તૈયારી બતાવી હતી. આમ છતાં પ્રાઇવેટ કંપનીના જ ટેલિફોન રાજય સરકારમાં એટલા માટે રાખવામાં આવ્‍યાં છે કે, બી.એસ.એન.એલ. સરકારી જાહેર સાહસ હોય તેમાંથી ડુપ્‍લીકેટ કલોન કાર્ડ મેળવવું ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને મુશ્‍કેલી પડે છે.

તાજેતરમાં સી.બી.આઇ. દ્વારા જે રેડ કરવામાં આવી તેમાં સરકારના એક અધિકારી પાસેથી અસંખ્‍ય માત્રામાં સીમકાર્ડ મળ્યા હતા જેથી સી.બી.આઇ.ના ચાર્જશીટમાં એમ લખાયું છે કે, અઢી કિલો સીમકાર્ડ આ અધિકારીઓના કબજામાંથી મળ્યા છે. આજ દર્શાવે છે કે મુખ્‍યમંત્રીશ્રીના ઇશારે ટેલિફોન ટેપીંગનું કેવું કૌભાંડ ચાલે છે.

રાજય સરકારના પ્રવક્તાને એટલી પણ ખબર નથી કે, ગુજરાતમાં રાજય સરકારને ક્રિમીનલ એકટીવીટીના સંદર્ભમાં ફોન ટેપીંગ માટે કેન્‍દ્ર સરકારની મંજૂરીની જરુર નથી. ગુજરાત સરકારે ક્રિમીનલ એકટીવીટીને રોકવાના બદલે ગેરકાયદેસર ફોન ટેપ કરાવીને ક્રાઇમ કરી રહી છે.

ગુજરાતના જ એક ઉચ્‍ચ પોલીસ અધિકારીએ સોગંદનામા ઉપર એફિડેવીટ કરીને કમિશન પાસે જણાવ્‍યું છે કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સ્‍વ. હરેન પંડ્યાનો ટેલિફોન ટેપ કરવા સૂચના આપતાં હતાં. જયારે કોઇપણ કાનૂની પ્રક્રિયામાં એફિડેવીટથી કોઇના સામે આક્ષેપ થયો હોય ત્‍યારે જે તે વ્‍યકિતએ જ રીજોઇન્‍ડર ફાઇલ કરીને પોતાની સહીથી સોગંદનામું રજુ કરવું જોઇએ. જો આમ ન થાય તો પોતાની સામે થયેલો આક્ષેપ તેમણે સ્‍વીકારી લીધો છે તેમ કાનૂનથી માનવાનું રહે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ પોતે સ્‍વ. હરેન પંડ્યાનો ટેલિફોન ટેપ કરવા સૂચના આપતાં હતાં તે વાતનું ખંડન કરતી પોતાના સોગંદનામા સાથેની કોઇજ એફિડેવીટ કમિશન પાસે ફાઇલ કરી નથી. જેનાથી સ્‍પષ્‍ટ થાય છે કે, સ્‍વ. હરેન પંડ્યાનો ટેલિફોન ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ટેપ કરાવતા હતાં.

મુખ્‍યમંત્રીશ્રીના કાર્યાલયમાં શ્રી પરાગ દવે નામના માણસને ઓ.એસ.ડી.,આઇ.ટી. તરીકે શા માટે રાખવામાં આવ્‍યા હતાં ? આ વ્‍યકિત ઓ.એસ.ડી.ના હોદ્દા પર રહીને શું કામ કરતા હતાં? શ્રી સંજય જોષીની સીડીના કાંડમાં આ વ્‍યકિતનો શું રોલ હતો ? મુખ્‍યમંત્રીશ્રીના કાર્યાલયના ઓ.એસ.ડી. જેવા હોદ્દાને છોડીને શ્રી પરાગ દવે વિદેશ કેમ નાસી ગયાં? આ બધા સવાલોનો જવાબ મુખ્‍યમંત્રીશ્રીએ જાતેજ ગુજરાતની જનતાને આપવો જોઇએ.

રાજય સરકારના ઇન્‍ટેલીજન્‍ટ વિભાગના જે તે સમયનું રજીસ્‍ટર કે જે આઇ.જી.પી. (એડમીનીસ્‍ટ્રેશન અને સીકયુરીટી) તથા એડિશ્‍નલ ડી.જી.પી દ્વારા તૈયાર થયેલું તેની નકલ વેબસાઇટ www.shaktisinhgohil.com ઉપર ઉપલબ્‍ધ છે.

————————————————————————————————–