Close

September 29, 2013

Press Note Guj Dt: 29/09/2013

Click here to view / download press note.

Encl : Relevant pages of Socio Economic Review 2012 – 2013 Gujarat State.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય,

 પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી, ગુજરાત

https://shaktisinhgohil.com

અખબારી યાદી.                                              તા. ૨૯.૦૯.૨૦૧૩

  • જુઠાણા થી ભરપુર અને બેજવાબદારી પૂર્ણ મોદીનું દિલ્હી ખાતે ભાષણ.
  • UPA ના શાસનમાં નેશનલ હાઈવે અને રેલ્વે ધટ્યા છે તેવું જુઠું બોલનાર મોદી ગુજરાત સરકારના જ અધિકૃત આંકડાથી જુઠા સાબિત થયા.
  • NDA ના શાસનમાં રેલ્વે લાઈન ૫૩૯૬ કી.મી. માંથી ૫૧૮૬ કી.મી. થઈ ગયેલ જયારે UPA સરકારે રેલ્વે લાઈન ૫૨૭૧ કી.મી. કરી અને બ્રોડગેઇજ ૨૪૫૯ કી.મી. માંથી ૩૩૮૨ કી.મી. કરી.
  • NDA ના શાસનમાં નેશનલ હાઈવે ૨૩૮૨ કી.મી. માંથી ધટીને ૨૩૫૬ કી.મી. થઈ ગયેલા જયારે UPA સરકારે ૨૩૫૬ કી.મી. માંથી વધારીને ૩૨૬૨ કી.મી. કર્યા.
  • યુવાનોને રોજગારીની વાત કરનાર મોદી પોતાના રાજયમાં ફિક્સ પગારના નામે યુવાનોનું શોષણ કરે છે તેમ હાઇકોર્ટે નોધ્યું છે.
  • ગુજરાતમાં ૧૯૯૦માં માત્ર ૮ હજાર બેરોજગાર પોસ્ટ ગ્રેજ્યુએટ હતાં તે આજે ૫૨ હજાર થઈ ગયા છે.
  • ગુજરાતમાં ૮ લાખ ૩૨ હજાર શિક્ષિત બેરોજગાર છે.
  • ગુજરાતના ખેડૂતને ૮ કલાક પણ વિજળી ખેતરમાં મળતી નથી.
  • ૩ વર્ષની સજા પામેલા અને ૪૨૦ કરોડનું કૌભાંડ કરનાર મોદીના પ્રધાન મંડળમાં છે.
  • મોદીના શાસનમાં નિર્ધારિત થયેલ સરકાર હસ્તકનું વીજ ઉત્પાદન થયું નથી.
  • રામ સેવકોને જીવતા સળગાવનાર અને પછી રહીમના બંદાઓને મારનાર કાયદો અને વ્યવસ્થાની ક્યાં મોઢે વાત કરે છે?

    

          ગુજરાતના મુખ્યમંત્રીએ દિલ્હીની જનસભામાં સદંતર જુઠાણાનો આશરો લઈને એક બેજવાબદાર ભાષણ કર્યું હતું. તેઓએ કહ્યું કે NDA ની સરકારમાં નેશનલ હાઇવે અને રેલ્વેની લાઈન વધતી હતી અને UPA ની સરકાર આવતા આ રેલ્વે લાઈન અને નેશનલ હાઇવેની લંબાઈ ધટી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મિડિયા સમક્ષ ગુજરાત સરકારે જે સોસિયો ઇકોનોમિક રીવ્યુ ૨૦૧૨-૧૩ વર્ષમાં તૈયાર કરીને આ વર્ષે જ વિધાનસભામાં રજુ કર્યો છે તેના પેઈજ S – 62 અને S – 63 ને રજુ કરીને મોદીના જુઠાણાનો પર્દાફાશ કર્યો હતો. હકીકતમાં દેશમાં જયારે NDA ની સરકાર હતી ત્યારે ગુજરાતમાં અને દેશમાં રેલ્વે લાઈન ધટી હતી. જયારે UPA ના શાસનમાં રેલ્વે લાઈન વધી છે. તેજ રીતે નેશનલ હાઈવે પણ ગુજરાત અને દેશમાં UPAના શાસનમાં અનેક ગણા વધ્યા છે. કુલ રેલ્વે ૧૯૬૧માં ૫૩૯૬ કી.મી. હતી જે ૧૯૮૧માં ૫૫૮૮ કી.મી. થઈ  પરંતુ NDAના શાસનમાં ધટીને ૫૧૮૬ કી.મી જ થઈ ગયેલ હતી. UPAની સરકાર આવ્યા પછી કુલ રેલ્વે લાઈન ૫૨૭૧ કી.મી. થયેલ છે. બ્રોડગેઈઝ રેલ્વે લાઈનમાં NDAના સમયમાં માત્ર નજીવો વધારો થયેલ છે. જયારે UPA સત્તામાં આવી ત્યારે ૨૦૦૩ થી  બ્રોડગેજ રેલ્વે  લાઈન માત્ર ૨૪૫૯ કી.મી. હતી. જે આજે વધીને ૩૩૮૨ કી.મી. થઈ ગયેલ છે. ગુજરાત સરકારે જે આંકડા આપેલ છે તે મુજબ નેશનલ હાઈવેની લંબાઈ પણ UPA ના સમયમાં જ વધી છે. NDAના શાસનમાં ૨૦૦૦માં નેશનલ હાઈવે ૨૩૮૨ કી.મી. હતો તે ધટીને ૨૦૦૩ – ૦૪ માં ૨૩૫૬ કી.મી. થઈ ગયેલ છે. આમ નેશનલ હાઈવે પણ NDAના શાસનમાં જ ઘટ્યા છે. UPA ના શાસનમાં નેશનલ હાઈવે ૨૩૫૬ કી.મી. થી વધારીને ૩૨૬૨ કી.મી. એટલે કે અત્યંત મોટો વધારો થયો છે. (આ આંકડા ગુજરાત સરકારના ઓફીશીયલ રેકોર્ડના છે અને તેને શક્તિસિંહ ગોહિલની વેબસાઈટ પર

આ અધિકૃત સરકારી રેકોર્ડની નકલ મુકેલ છે).

       યુવાનોને રોજગારી મળવી જોઈએ હું ગુજરાતના યુવાનોનું કલ્યાણ કરું છું. તેવું કહેનાર મોદીના રાજયમાં ગ્રેજ્યુએટ યુવાનોને માત્ર ૨૫૦૦ કે ૩૫૦૦ નો ફીફ્સ પગાર અપાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વ્રારા ગુજરાત સરકારની ટીકા કરીને કહેવામાં આવ્યું છે કે આ યુવાનોનું શોષણ છે છતાં હુજુ મોદી પુરતો પગાર આપતા નથી. ગુજરાતમાં સરકારી નોકરીઓ ની કુલ જગ્યાઓ વધવી જોઈએ તેના બદલે ધટી ગઈ છે. તેથી સરકારના જ આધારભૂત આંકડા S-84 ઉપર સ્પષ્ટ લખાયું છે કે ગુજરાતમાં ૧૯૯૦ માં પોસ્ટ ગ્રેજ્યુએટ નોધાયેલ બેરોજગાર ૮૧૨૯ હતાં તે આજે વધીને ૨૦૧૧ માં ૫૨૫૩૮ થઈ ગયા છે. ગ્રેજ્યુએટ ૧૯૯૦ માં માત્ર ૫૫૦૦૭ બેરોજગાર હતાં તે આજે વધીને ૨૪૩૩૮૨ થઈ ગયા છે. એન્જીનીયર બેરોજગાર ૪૦૮૫ હતાં તે આજે વધીને ૧૦૬૪૧ થઈ ગયે છે. કુલ શિક્ષિત બેરોજગાર નોધાયેલ હોય તેવા ૧૯૯૦ માં માત્ર ૫,૯૩,૧૫૫ હતાં તે આજે વધીને ૮,૩૨,૧૬૮ થઈ ગયા છે. આમ ગુજરાત યુવાનો બેકાર રખડે છે અને મોદી યુવાનોને રોજગારીના નામે ભાષણ આપે છે.

       દિલ્હીમાં વીજળીના નામે મોટી મોટી વાતો કરનાર ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતમાં સરકારે જે વિજળી પેદા કરવાની હતી તે લક્ષ્યાંક ની સામે ખુબ જ ઓછુ કામ કર્યું છે. સરકારના જ આંકડા મોદીના જુઠ્ઠાણાને ખુલ્લા પાડે છે. ગુજરાતના ખેડૂતોને ૨૪ કલાક માંથી ૮ કલાક પણ વિજળી ખેતરમાં મળતી નથી.

       સુશાસનની વાત કરનાર મોદી ના શાસનમાં ચાલતા કુ:શાસનની ટીકા કેગ દ્વ્રારા કરવામાં આવી છે. મોદી સત્તામાં આવ્યા ત્યારે ગુજરાત ઉપર દેવું ન હતું પરંતુ આજે એક લાખ છપ્પન હજાર કરોડનું દેવું ગુજરાત ઉપર છે.

       દિલ્હીના મુખ્યમંત્રી રીબીનો કાપે છે અને ઉદઘાટન કરે છે તેવી ટીકા કરનાર મોદી તો ગુજરાતમાં કામ કર્યા વગરના જુઠા ભાષણ થી કાલ્પનિક વિકાસના ઉદઘાટન કરે છે.

       ભ્રષ્ટ્રાચારના નામે ભાષણ કરનાર મોદીના પ્રધાન મંડળમાં સૌથી ભ્રષ્ટ મંત્રીઓ બેઠા છે. કોંગ્રેસની કેન્દ્ર સરકારના રેલ્વે મંત્રીના ભાણેજ સામે ફરીયાદ થઈ તો રેલ્વે મંત્રીએ રાજીનામું આપેલ જયારે ગુજરાતમાં મોદીના મિનિસ્ટર બાબુભાઈ બોખરીયા કરોડોની ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા પકડાયા અને કોર્ટમાં તેમનો કેસ ચાલ્યો. જેમાં કોર્ટે ગુન્હો સાબિત માનીને ૩ વર્ષની સજા કરી છતાં બોખરીયા આજે મોદીની કેબીનેટમાં છે. બીજા એક મિનિસ્ટર પુરષોત્તમ સોલંકી સામે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ અને હાઈકોર્ટની ડીવીઝન બેન્ચે લંબાણ થી કેસ સાંભળીને માન્યું કે પુરુષોત્તમ સોલંકીએ માછીમારીના કોન્ટ્રાક્ટમાં ૪૨૦ કરોડ નો ભ્રષ્ટ્રાચાર કર્યો છે. હાઇકોર્ટના આદેશથી તેની સામે કેસ થયો છતાં એ પુરષોત્તમ સોલંકી મોદીના મંત્રી મંડળમાં છે. બાંગારૂને બગલમાં બેસાડવાના અને યદુરુપ્પા સાથે હાથ મેળવવાની તૈયારી રાખનાર મોદી ક્યાં મોઢે ભ્રષ્ટ્રાચારની વિરુધ્ધ વાત કરે છે?

       દિલ્હીમાં જઇને કાયદો અને વ્યવસ્થાની વાતો કરનાર મોદીના શાસનમાં ગુજરાતમાં ગુન્હાનું પ્રમાણ સૌથી વધારે છે. ભૂતકાળમાં ૧૯૯૨ માં સૌથી વધારે કાર સેવકો ગુજરાતમાં આયોધ્યા ગયા હતાં અને પાછા આવ્યા હતાં પરંતુ કોઈનો વાળ પણ વાંકો કોંગ્રેસની સરકારે થવા દીધો ન હતો. રામના નામે મત લીધા પછી ગોધરામાં રામ સેવકોને જીવતા સળગાવ્યા અથવા સળગાવવા દીધા અને પછી રાજય પ્રેરિત હુલ્લડો કરીને રહીમના બન્દાઓને સળગાવ્યા તે મુખ્યમંત્રીને શું અધિકાર છે કે કાયદો અને વ્યવસ્થા ઉપર બોલે?

       મનમોહન સિંગની વિદેશ નીતિની ટીકા કરનાર મોદીના પક્ષ BJP ની આગેવાની વાળી NDA સરકારની નીતિની તુલના કરે. તા. ૨૧.૦૨.૧૯૯૯ ના રોજ NDA ના વડાપ્રધાન શ્રી વાજપાઇએ લાહોર ડેકલેરેશન એગ્રીમેન્ટ ભારત વતી સાઈન કર્યું હતું. આ ડેકલેરેશન મુજબ બન્ને દેશના નેતાઓ અને અધિકારીઓએ નિયમિત મળવાનું વચન વાજપાઇએ આપ્યું હતું. ભાજપની કેન્દ્ર સરકાર હતી ત્યારે બસમાં બેસીને લાહોર ગયા હતાં ત્યારે બીજી તરફ પાકીસ્તાનનું સૈન્ય કારગીલમાં ધુસી ગયું હતું. મે ૧૯૯૯ થી જુલાઈ ૧૯૯૯માં કારગીલ યુદ્ધ થયું અને આપણા અનેક જવાનો શહીદ થયા ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી. આમ આતંકવાદ વધારે હોવા છતાં ૧૪ થી ૧૬ જુલાઈ ૨૦૦૧ દરમ્યાન પાકિસ્તાનના સરમુખત્યારને આગ્રા બોલાવીને ભાજપના નેતાઓએ જુકી જુકીને સલામો ભરી હતી. ત્યારે મોદીએ કેમ સલાહો આપી નહીં ? NDA સરકારની નિષ્ફળ નીતિના કારણે એપ્રિલ ૨૦૦૧માં બાંગ્લાદેશની સરહદ ઉપર આપણા BSF ના ૧૬ જવાનોને ખરાબ રીતે મારી નખાયા હતાં. આતંકવાદીઓ પાર્લામેન્ટ હોય કે અક્ષરધામ હોય તેને નિશાન બનાવી ગયા અને BJP ની કેન્દ્ર સરકાર આતંકવાદીઓ ને કંધાર છોડવા ગઈ હતી.

————————————————————————

નોંધ : — ગુજરાત સરકારના દ્રારા પ્રકાશિત  સોસિયો ઇકોનોમિક રીવ્યુ ૨૦૧૨-૧૩ નો ઓફીશીયલ રેકોર્ડ https://shaktisinhgohil.com/ ઉપર ક્લિક કરવાથી જોઈ શકાશે.

——————————————————————