Close

February 29, 2012

Press Note Dt:29/02/2012 on Adani – Modi

Click here to view/download press note.

 

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                   તા.૨૯-૨-ર૦૧૨

  • માત્ર એક જ જીલ્‍લામાં અદાણીને પાંચ કરોડ છાંસઠ લાખ અઠ્ઠાવન હજાર ચોરસ મીટર જમીન એક રૂપિ‍યાના ભાવે આપી.
  • અદાણીને બચાવવા માટે વિધાનસભામાં ભાજપના તમામ ધારાસભ્‍યશ્રીઓ મેદાનમાં આવ્‍યાં.
  • કરાર કર્યા પછી પણ ગુજરાતને નિયત ભાવે વીજળી નહીં આપનાર  અદાણીને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી માલામાલ કરે છે.
  • સેઝમાં પણ લાખો ચોરસ મીટર જમીન એક રૂપિ‍યાના ભાવે નરેન્‍દ્ર મોદીએ આપી.
  • અદાણીનો પ્રશ્ન વિધાનસભામાં ન ચર્ચાય તે માટે ભાજપના મંત્રીઓ મેદાનમાં ઉતર્યા.
  • મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેને મોદી અને અદાણીની મીલીભગત બચાવવા કરેલો પ્રયત્‍ન.

 

આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીમાં રાજ્ય સરકારે સ્‍વીકાર્યુ હતું કે, માત્ર એક કચ્‍છ જિલ્‍લામાં મુખ્‍યમંત્રીશ્રીના માનીતા અને લોક મુખે જેને મુખ્‍યમંત્રીશ્રીના ખાસમ ખાસ ગણવામાં આવે છે તે શ્રી અદાણીને ગુજરાતની ભાજપની સરકારે પાંચ કરોડ છાંસઠ લાખ અઠ્ઠાવન હજાર ચોરસ મીટર કરતાં વધારે જગ્યા ( ૧૪,૩૦પ.૪૯) એકર જમીન માત્ર  એક રૂપિ‍યાના ભાવથી ફાળવી દિધી છે. આજે એક રૂપિ‍યામાં એક કપ ચા પણ મળતી  નથી ત્‍યારે અદાણીને અબજો રૂપિ‍યાની જમીન માત્ર એક રૂપિ‍યાથી લઇને બત્રીસ રૂપિ‍યા જેવી નજીવી કિંમતમાં ફાળવી દેવામાં આવી છે. ગુજરાતમાં આમ આદમીને ર૦૦ વારનો પ્‍લોટ પણ મળતો નથી. દલીત ભાઇઓને સાંથણીમાં જમીન મળતી નથી. આદિવાસીને જમીન પરના હક્ક મળતાં નથી, જયારે બીજી તરફ ૪૦ વર્ષથી અન્‍ય સરકારોએ ગુજરાતની અબજો રૂપિ‍યાની મિલ્‍કતો પ્રજા હિતમાં બચાવીને રાખી હતી તે અદાણીને અર્પણ કરવાની મુખ્‍યમંત્રીશ્રી પાપ કરી રહ્યાં છે. આજે પ્રશ્નોતરી દરમ્‍યાન પ્રશ્ન ક્રમાંક- રપર૯૭  કોંગ્રેસના ધારાસભ્‍યશ્રી ચંદુભાઇ ડાભીનો ચર્ચામાં ન આવે તેવી વેતરણ સરકારે અદાણીના દલાલ તરીકે કરી હતી. આજ કારણોસર પહેલા જ પ્રશ્નથી  બીન સંસદીય શબ્‍દો અને ઉશ્‍કેરણીજનક જવાબો ભાજપના મંત્રીશ્રીઓ આપતાં હતાં. કોંગ્રેસપક્ષે સ્‍વયં રાખતાં ભાજપની કારીગરી ચાલી નહી અને પ્રશ્ન ક્રમાંક-રપર૯૭નો જવાબ માન.મંત્રી શ્રીમતી આનંદીબેન આપવા ઉભા થયાં ત્‍યારે અદાણીને અને મોદીને બચાવવા પ્રશ્નનો જવાબ ટાળવા પ્રયત્‍ન કરેલો. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે અદાણીને શ્રી મોદીના શાસનમાં અપાયેલી જમીનો અને એક રૂપિ‍યામાં અપાયા પછી  શ્રી અદાણીએ કેટલાં રૂપિ‍યામાંથી જમીનો અન્‍યને વેચી છે. તેની વિગતો માંગતા ભાજપના મંત્રીશ્રીઓ ભીંસમાં આવી જશે તેવી બીક લાગતાં વિધાનસભા ગૃહની કાર્યવાહી ભાજપ દ્વારા ખોરવી નાખવાનો લોકશાહી માટે કલંકીત બનાવ બન્‍યો હતો. આજની અન્‍ય પ્રશ્નોતરીમાં અદાણીને લાખો ચોરસ મીટર જમીન સેઝ માટે આપવામાં આવી છે. તેની વિગતો પણ ખુલ્‍લી પડેલી છે.

        કર્ણાટકના લોકાયુક્તે ભ્રષ્‍ટાચારના મુદ્દે જેના સામે આક્ષેપો કર્યા છે, અને જે ગુજરાતને વીજળી આપવાનું પ્રોમીસ આપ્‍યા પછી પણ નિયત ભાવે વીજળી નહીં આપીને  જલસા કરે છે. તેવા અદાણી જૂથને શ્રી નરેન્‍દ્રભાઇ મોદી માલામાલ કરીને ગુજરાતને લૂંટી રહી છે. ગુજરાતની આ લૂંટ અદાણી સાથેના મિલાપીપણામાંથી કરીને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી રાષ્‍ટ્રીય ભાજપને પૈસા આપતા હોવાથી રાષ્‍ટ્રીય ભાજપનું નેતૃત્‍વ પણ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીથી દબાઇ જાય છે. અદાણી મારફત કરોડો રૂપિ‍યાનો ભ્રષ્‍ટચાર થતો હોવાથી ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી થવા દેતાં નથી.

————————————————————————————————–

Press Note 29.02.2012 Attachment Adani-Group-SEZ-list

 

Encl:- 

Press Note 29.02.2012 Attachment Adani-Group-SEZ-list