Close

February 9, 2022

Press Note Guj 09.02.2022 માછીમારોના પ્રશ્ન બાબતે સંસદમાં રજૂઆત

cLICK TO VIEW/DOWNLOAD THE PRESS NOTE

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી  અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

અખબારીયાદી                                                                  તા.૦૯.૦૨.૨૦૨૨

ગુજરાતના માછીમારોને તેમની બોટ સાથે પાકિસ્તાન મરીન સિક્યુરીટી ધ્વારા ઉઠાવી જવામાં આવતા હોય રાજયસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે આજે સંસદમાં જીરો અવર્સમાં માછીમારોનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, ગત રાત્રે પાકિસ્તાને ગુજરાતમાંથી ૧૦  બોટ અને ૬૦ માછીમારો પકડ્યા હતા. ગયા અઠવાડિયે ગુજરાતમાં અલગ અલગ ત્રણ ઘટનાઓમાં પાકિસ્તાનની મરીન સિક્યુરીટીએ ૨૩ માછીમારો સહિત 3 ફિશિંગ બોટને ઉઠાવીને લઈ ગઈ હતી. ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાનની સરહદને અડીને આવેલો છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી આપણા માછીમારોને ફિશિંગ બોટ સાથે વારંવાર આપણી સરહદેથી ઉઠાવીને લઈ જાય છે. આજે પણ ૬૪૩  માછીમારો અને ઘણી ફિશિંગ બોટ પાકિસ્તાનના કબજામાં છે. આપણા માછીમારોને પાકિસ્તાનની જેલોમાં ભારે ત્રાસ આપવામાં આવે છે તેમજ માનવઅધિકારનું ઉલ્લંઘન કરવામાં આવે છે. પાકિસ્તાનમાં ભારતીય માછીમારોની બોટમાંથી એન્જીન તેમજ બીજા સાધનો કાઢી નાખવામાં આવે છે પરિણામે  લાખો રૂપિયાનું દેવું કે લોન કરીને જે માછીમારોએ બોટ અને સાધનો લીધા હોય તેમને ખુબજ મોટું આર્થિક નુકશાન સહન કરવું પડે છે. તેથી ગુજરાતના માછીમારોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેમજ  પાકિસ્તાન દ્વારા તાજેતરમાં પકડાયેલા માછીમારોને તેમની બોટ સાથે વહેલામાં વહેલી તકે પરત લાવવામાં આવે તેવી શ્રી ગોહિલે સંસદમાં કેન્દ્ર સરકારને રજૂઆત સાથે વિનંતી કરી છે.

માન. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં ગુજરાતના માછીમારોના પ્રશ્ન બાબતે જે રજૂઆત કરી હતી તેની વિડીયો જોવા તેમજ સાંભળવા માટે આ સાથે સામેલ લિંક https://youtu.be/l1W4nz72kJA  પર ક્લિક કરવા વિનંતી છે.

 

———————————————————————————-