Close

January 10, 2014

Press Note Guj 10.01.2014 Sadachar Yatra

Press Note 10.01.2014 Sadachar Yatra

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય,

 પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી, ગુજરાત

 

અખબારીયાદી                                                             તા. ૧૦.૦૧.૨૦૧૪    

           કોંગ્રેસ પક્ષ આયોજીત સદાચાર યાત્રાનું મોરબી, ટંકારા, લતીપુર અને ધ્રોલ ખાતે ઉષ્માભર્યું સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું હતું અને અસંખ્ય લોકો યાત્રામાં જોડાયા હતાં.

IMG-20140110-00131

મોરબી થતા ધ્રોલ ખાતે જાહેરસભાને સંબોધન કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે એક જવાબદાર રચનાત્મક વિરોધપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ લોક પશ્નો અને ગુજરાત સરકારની ગુનાહિત પ્રવુતિઓને ઉજાગર કરવા માટે સમગ્ર રાજયમાં યાત્રા સ્વરૂપે આ કાર્યક્રમ આપેલ છે. ગુજરાતમાં વાસ્તવિક પરિસ્થિતિથી વિપરીત સદંતર જુઠ્ઠાણા ભરી વાતો ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી ચલાવી રહ્યા છે. ગુજરાત સરકારેજ તૈયાર કરેલા સામાજીક આર્થિક સર્વેક્ષણ (સોસીયો ઇકોનોમિક રીવ્યુ) નું પુસ્તક જો જોઈએતો ગુજરતને કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર આવી ત્યારે સૌથી વધારે અન્યાય થયા છે. ગુજરાતમાં રેલ્વે ની લાઈન ૫૩૯૬ કિલોમીટર ની હતી પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર જયારે આવી ત્યારે રેલ્વે લાઈન ગુજરાતમાં વધારવાના બદલે ઘટાડીને ૫૧૮૬ કિલોમીટર કરી નાખવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવતા કુલ રેલ્વે લાઈનમાં ફરી વધારો કરવામાં આવ્યો છે તેમજ ગુજરાતમાં બ્રોડગેજ રેલ્વે લાઈન કેન્દ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે  માત્ર ૨૪૫૯ કિલોમીટર હતી તેમાં ખુબજ મોટો વધારો કરીને કેન્દ્રની કોંગ્રેસની સરકારે ૩૩૮૨ કિલોમીટર બ્રોડગેજ લાઈન કરી આપી છે. આજ રીતે ગુજરાતમાં નેશનલ હાઈવે કેન્દ્રમાં જયારે ભાજપની સરકાર આવી ત્યારે ૨૩૮૨ કિલોમીટર હતાં તેને ઘટાડીને ૨૩૫૬ કિલોમીટર કરી નાખવામાં આવ્યા હતાં. કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર આવ્યા બાદ ગુજરાતમાં નેશનલ હાઈવેને ખુબ મોટા પાયે વધારીને ૩૨૬૨ કિલોમીટર કરવામાં આવ્યા છે. આમ હકીકતમાં ગુજરાતને અન્યાય કેન્દ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે થયો હતો જયારે કોંગ્રેસની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે ગુજરાતને ખુબ મોટા ફાયદાઓ  આપેલા છે. આમ છતાં ઉલટો ચોર કોતવાલને દંડે તેરીતે સદંતર જુઠ્ઠાણા ફેલાવવામાં ભાજપ માસ્તર માઈન્ડ રહ્યું છે.

      ગુજરાતના મુખ્યમંત્રી બહારના રાજ્યોમાં ગુજરાતમાં યુવાનોને રોજગારી આપી હોવાના નામે સદંતર જુઠ્ઠાણા ફેંકે છે. હકીકતમાં ગુજરાત સરકારનાજ આધારભૂત એસ.ઈ.આર (સોસીયો ઇકોનોમિક રીવ્યુ) ના પુસ્તકને જોઇએતો ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા બાદ સરકારી અને અર્ધસરકારી નોકરીઓ ઘટાડવામાં આવી છે અને ગુજરાતમાં યુવાનોને રોજગારીની તક સરકારે જુટવી લીધી છે પરિણામે ગુજરાતમાં બેરોજગારી વધી છે. કોંગ્રેસના શાશનમાં નોધાયેલા પોસ્ટ ગ્રેજ્યુએટ બેરોજગારોની સંખ્યા માત્ર ૮૧૨૯ હતી જે હાલના ભાજપના શાશનમાં વધીને ૫૨૫૩૮ થઈ ગઈ છે. ગુજરાતમાં હાલ સરકારી દફતરે નોધાયેલા શિક્ષિત બેરોજગારો ૮૩૨૧૬૮ જેટલા થયા છે. આ આંકડાઓ ગુજરાત સરકારેજ તૈયાર કરેલા આધારભૂત દસ્તાવેજના છે. ગુજરાતના યુવાનોને ફિક્સ પગાર આપીને ગુજરાતની સરકાર યુવાનોનું શોષણ કરી રહી છે. ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાત સરકારની ટીકા કરીને ફિક્સ પગારના બદલે પુરતો પગાર આપવા હુકમ કર્યો હોવા છતાં ગુજરાત સરકાર તેનો અમલ કરતી નથી.

      ગુજરાતના મુખ્યમંત્રી એન્ટી ટેરેરીસ્ટ સ્કોર્ડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ ગેરકાયદેસર રીતે કોઈ મહિલાની જાસુસી કરવાનું કામ સોપે તે ગુજરાતની સંસ્કારીતાનું અપમાન છે. શરૂઆતમાં પોતાનું પાપ છુપાવવા મહિલાના પિતાના નામનો પત્ર ભાજપના કાર્યાલય મારફત પ્રેસ અને મીડિયાને મોકલાયો હતો  પરંતુ ત્યાર બાદ એ હકીકત બહાર આવી કે માત્ર મહિલાનીજ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારની અને એક આઈએએસ અધિકારીની પણ જાસુસી ગુજરાતના મુખ્યમંત્રીના ઈશારે થતી હતી. પોતાનું પાપ ઢાંકવા માટે હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ એ રીતનું વલણ ગુજરાતના મુખ્યમંત્રી ધરાવે છે.

      મારી પાસે સરપ્લસ વિજળી છે અને હું પાકિસ્તાનને વિજળી આપી શકું તેમ છું તેવી ડફાસ મારનારા મુખ્યમંત્રી ગુજરાતના ખેડૂતોને ખેતરમાં ૮ કલાક પણ પુરતી વિજળી આપતા નથી.

      મોરબી અને ટંકારા ખાતેની યાત્રા તેમજ સભામાં સંસદ સભ્યશ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી દિનેશભાઈ પરમાર, શ્રી સહેનાજ બાબી તથા શ્રી વાઘજીભાઈ બોડા વિગેરી ઉપસ્થિત રહ્યા હતાં. જામનગર જીલ્લાના લતીપુર તથા ધ્રોલ ખાતેની જાહેરસભામાં તેમજ યાત્રામાં શ્રી શક્તિસિંહ ગોહિલ સાથે સંસદ સભ્યશ્રી વિક્રમભાઈ માંડમ, ધારાસભ્યશ્રીઓ રાઘવજીભાઈ પટેલ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધ્રોલ નગરપાલિકાના પ્રમુખશ્રી , જીલ્લા સમિતિના પ્રમુખ તેમજ શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.          

——————————————————————————————————————–