Close

June 12, 2014

Press Note Guj 12.06.2014 on Drought

Click here to view/download press note.

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                            તા. 12-6-2014

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસા વિસ્તારના ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા અબડાસા તાલુકાના ૭૨ અને લખપત તાલુકાના ૧૦ ગામો તેમજ અન્ય ૧૫ ગામો મળી કુલ ૯૭ ગામોને અર્ધઅછતગ્રસ્ત તરીકે અગાઉ જાહેર થયેલ ગામો ઉપરાંતના જાહેર કરવામાં આવ્યા છે. આ અર્ધઅછતગ્રસ્ત જાહેર થયેલ તમામ ગામોને અછતરાહત મેન્યુઅલ મુજબ ઘાસ, પાણી તેમજ અન્ય વ્યવસ્થા તાત્કાલિક અને પૂરતી મળે તે માટે સચિવાલય, ગાંધીનગર ખાતે શક્તિસિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બન્ની વિસ્તારના ગામોમાં કે જ્યાં આનાવારી થયેલી નથી તે તમામ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવો જોઈએ. કચ્છમાં સરકારી ગોડાઉનોમાં પૂરતું ઘાસ ઉપલબ્ધ છે. ઉપરાંત, સમગ્ર ગુજરાતમાં અન્ય કોઈ જગ્યાએ અછત નથી ત્યારે નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં રાહતદરે ઘાસનું વિતરણ તાત્કાલિક શરૂ કરવું જોઈએ.

નર્મદા બંધની ઊંચાઈ વધારવાની અને ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરીને આવકાર આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યારે પણ નર્મદા ડેમમાં પૂરતું પાણી ઉપલબ્ધ છે. હકીકતમાં કેનાલના કામો પૂર્ણ કરીને ખેતરો સુધી પાણી પહોંચાડવું જોઈએ. કચ્છનો વિસ્તાર સૌથી વધારે જરૂરિયાતવાળો છે, માટે નર્મદા યોજનાનું પાણી કચ્છને પૂરેપૂરું મળે તે માટે સરકારે અગ્રીમતા આપવી જોઈએ.

——————————————————————————————