Close

February 13, 2022

Press Note Guj 13/02/2022 ABG Shipyard Bank Fraud

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી  અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

અખબારીયાદી                                                                  તા. ૧૩.૦૨.૨૦૨૨

 

  • ક્યારેય ન બન્યું હોય તેટલું સૌથી મોટું કૌભાંડ થયું છે.
  • વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે.
  • ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા.
  • MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ કરવામાં આવ્યું છે.
  • 2003માં જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે કરોડો રૂપિયા ડૂબશે.
  • ICICI બેંકના કરતા ધરતા પણ વાયબ્રન્ટ ગુજરાતમા આવતા હતા.
  • એસ્સાર અને ABGના મલિક મામા – ભાણિયા છે.
  • આખરે CBIએ આ કૌભાંડની તપાસ દાખલ કરી છે.
  • ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો મોટા માથાઓ સામે નહિ આવે.
  • ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, રાજકીય ફાયદાઓ માટે વાયબ્રન્ટના તાયફો બંધ કરો.
  • ABGને મેરિટાઈમ યુનિવર્સિટી બનાવવા જમીન આપી છે તે પાછી લેવામાં આવે. જમીન આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે.

      ABG શીપયાર્ડના 22842 કરોડના કૌભાંડ મુદ્દે શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. AICC ના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ ભાજપના રાજમાં થયું છે.ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કરવામાં આવ્યા હતા. આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. 2003માં જ્યારે MOU થયા ત્યારે જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે ઋષિ અગ્રવાલ દ્વારા સિંગાપોરની સિટીઝનશીપ લેવામાં આવી છે આ MOU થી વિવિધ બેંકોના કરોડો રૂપિયા ડૂબશે તેમછતાં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા અમારી વાતને ધ્યાને લેવામાં નહોતી આવી. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU થયા ત્યારે ICICI બેંકના કરતા ધરતા પણ વાયબ્રન્ટ ગુજરાતમા આવતા હતા. એસ્સાર અને ABGના મલિક મામા – ભાણિયા છે. જેમણે અનેક બેંકોનું કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું છે. આખરે CBIએ આ કૌભાંડને લઈને ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. શક્તિસિંહે વધુમાં કહ્યું કે જો આ કેસની ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો આ કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓ સામે નહિ આવે..હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, રાજકીય ફાયદાઓ માટે વાયબ્રન્ટના તાયફો બંધ કરો..વાઇબ્રન્ટ ગુજરાતમાં ABGને મેરીટાઈમ યુનિવર્સિટી બનાવવા માટે જમીન આપવામાં આવી હતી જ્યાં હજુ સુધી એક ઇંટ પણ મુકાઈ નથી તે પાછી લેવામાં આવે અને જમીન આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે.

———————————————————————————-

Click here to download press note