Close

September 26, 2022

Press Note Guj 26/09/2022 ભ્રષ્ટ્રાચારનો સાથ, ભાજપનો વિકાસ, સૌ નો વિશ્વાસઘાત, અને સત્તામાં બની રહેવાનો પ્રયાસ

Click here to download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

સાંસદ રાજ્યસભા, રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી અને પ્રભારી , દિલ્હી

અખબારીયાદી                                                                    તા.૨૬.૦૯.૨૦૨૨

હાલના વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે ઉત્તર ગુજરાતમાં તેઓ જેમને પોતાની સૌથી નજીક રાખતા અને જેઓના ખર્ચે અને જોખમે ઉત્તર ગુજરાતના ભાજપના અનેક રાજકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ જેમને વારંવાર સતેજ પરથી મુખ્યમંત્રીશ્રીએ સન્માનિત કર્યા હતા એવા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના સામે ૮૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારની ફરિયાદ કરીને તેઓને જેલમાં નાખવામાં આવ્યા છે ત્યારે કેટલાક મુદ્દાઓ લોકો સમક્ષ સ્પષ્ટ  કરવા જરૂરી ગણીને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે દિલ્હી મુખ્યાલયથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શ્રી વિપુલ ચૌધરી દ્વારા મોટા કાર્યક્રમો ભાજપના રાજકીય લાભો માટે જે તે સમયે મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યા હતા તે તેમજ હાલના વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રીશ્રી તરીકે ભાજપનો ખેસ પેરાવીને વિપુલભાઈને સન્માનિત કરતા હોય અને મંચમાં બાજુમાં બેસારી રાખતા હોય તેવા અનેક ફોટાઓ પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ભ્રષ્ટ્રાચાર જે ૨૦૦૫ થી ૨૦૧૬ સુધીમાં થયો હોય તે વિપુલ ચૌધરીના એકલા થી ના થાય જ્યાં સુધી સરકારના આશીર્વાદ, મિલી ભગત અને સહયોગ ન હોય ત્યાં સુધી આવો ભ્રષ્ટ્રાચાર અશક્ય છે.

ભાજપ વારંવાર સાથ, વિકાસ, વિશ્વાસ અને પ્રયાસની વાતો કરે છે ત્યારે સત્ય હકીકત તો એ છે કે, ભ્રષ્ટ્રાચારનો સાથ, ભાજપનો વિકાસ, સૌ નો વિશ્વાસઘાત, અને સત્તામાં બની રહેવાનો  પ્રયાસ છે.

વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા અને આ દૂધસાગર ડેરી એ ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટી એકટ નીચે રજીસ્ટ્રર થયેલ છે. કાયદાની જોગવાઈ મુજબ રજીસ્ટર્ડ સહકારી સંસ્થા સીધી સરકારના મોનેટરીંગ નીચે હોય છે. દર વર્ષે વાર્ષિક ઓડીટ તેમજ ખાસ ઓડીટ પણ સરકારના સહકાર વિભાગ દ્વારા થતું હોય છે, સરકારના સીધા પ્રતિનિધિઓ સહકારી સંસ્થામાં કાર્ય સંચાલનનું નિરીક્ષણ કરતા હોય છે. મનેજીંગ કમિટી કે જનરલ બોર્ડનો કોઈપણ ઠરાવ જો યોગ્ય ના હોય અથવા  ભ્રષ્ટ્રાચાર માટેનો હોય કે પેટા નિયમથી વિરુદ્ધ હોય તો સરકાર રદ કરવા માટે કાયદેસર રીતે અધિકૃત હોય છે. આ સંજોગોમાં સીધો સવાલ ગુજરાતની ભાજપની સરકાર સામે એ થાય છે કે વિપુલ ચૌધરીએ ૮૦૦ કરોડનો ભ્રષ્ટ્રાચાર કર્યો તો તેને સરકારના આશીર્વાદ ન હોય તો એ કેવી રીતે શક્ય બને ?

વિપુલ ચૌધરી સામે ૨૦૦૫ થી ૨૦૧૬ ના ગાળામાં ૮૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારનો આરોપ છે પરંતુ જો આ ભ્રષ્ટ્રાચાર ૨૦૦૫ થી ૨૦૧૬ વચ્ચે થયો હતો તો આટલા વર્ષો સુધી સરકાર કેમ ઊંઘતી રહી ? અથવા એફ.આઈ.આર કેમ ન થઇ ? અને હવે જયારે ચૌધરી સમાજના સંગઠનની સંસ્થા અર્બુદા સેનાએ ભાજપ સામે અવાજ ઉઠાવ્યો કે તરત જ વિપુલ ચૌધરી સામે ૮૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારની એફ.આઈ.આર કેમ ? શું ભાજપના સમર્થનમાં, સેવામાં અને ભાગીદારીમાં ભ્રષ્ટ્રાચાર કરો તો કોઈપણ જાતની એફ.આઈ.આર નહિ પરંતુ ભાજપની સામે અવાજ ઉઠે એટલે તરત જ એફ.આઈ.આર ? એનો આ સૌથી મોટો દાખલો છે.

સરકાર દર વર્ષે જે ઓડીટ કાયદેસરની જોગવાઈ મુજબ કરાવતી હતી તો એમાં આ ભ્રષ્ટ્રાચાર કેમ ઉજાગર નો થયો ?  જો સરકારની કે મોટા માથાની સીધી મિલી ભગત નહોતી તો પછી ઓડીટ કરનાર અને નિયંત્રણની તકેદારી રાખનારનાં નામ એફ.આઈ.આર માં કેમ નથી ? ૨૦૧૩માં વિપુલ ચૌધરી સામે એફ.આઈ.આર થઇ પછી ૨૦૧૪ની ચૂંટણીમાં મદદ લેવા માટે અત્યારના આરોપો સમેટી લીધા હતા ?

શું એવું તો નથીને ? કે, વિપુલભાઈના પરિવારને નહી પકડવાના, જેલમાં સુવિધા અને કેસ ચાલે ત્યારે મદદ કરીશુ જેવી લાલચ આપી અર્બુદા સેનાના વિપુલભાઈના સમર્થકો ભાજપને ટેકો આપે તેવી જાહેરાત કરાવી ચૂંટણીમાં ફાયદો લેવાનો અને પછી વિશ્વાસઘાત ?

કોંગ્રેસ પક્ષની માંગણીઓ છે કે,

(૧) ૮૦૦ કરોડનો ભ્રષ્ટ્રાચાર સરકારની મિલીભગત વગર શક્ય નથી ત્યારે સમગ્ર ભ્રષ્ટ્રાચારની તપાસ હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટના જજની દેખરેખનીચે કરવામાં આવે.

(૨) ગુજરાતની અનેક સહકારી સંસ્થાઓમાં સરકારની મીલીભગતથી ચાલતા ભ્રષ્ટ્રાચારનું સ્પેશીયલ ઓડીટ થતું નથી માટે હાઈકોર્ટના જજની દેખરેખ નીચે અમદાવાદ ડી.કો.ઓપ બેંક થી શરુ કરીને ભાજપના મળતિયાઓ વાળી તમામ સહકારી સંસ્થાઓનું સ્પેશ્યલ ઓડીટ કરવામાં આવે.

(૩) ૮૦૦ કરોડના ભ્રષ્ટાચાર માટે ગુ.કો-ઓપ.સોસાયટી એકટની જોગવાઈ મુજબ સરકાર અને સરકારના અધિકારીઓની જવાબદારીઓ છે. તેથી તે તમામને તહોમતદાર તરીકે એફ.આઈ.આર માં સામેલ કરવામાં આવે.

https://youtu.be/MjpyFH5VjAo

———————————————–