Close

May 30, 2011

Press Note Guj Dt: 30/05/2011 on Fairs & Festivals (Utsavo)

Click here to view / download press note.

Encl :-  Documents

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                      તા.૩૦-૦પ-ર૦૧૧

  • સરકારના જ નિયમોથી વિરુધ્‍ધ મુખ્‍યમંત્રીશ્રીના ઉત્‍સવોમાં કરોડો રુપિ‍યા ઉઘરાવવામાં આવે છે.
  • ઉત્‍સવોના નામે બીન અધિકૃત રીતે ઉઘરાવેલાં પૈસા સરકારના કોઇપણ હેડમાં જમા જ થતાં નથી.
  • આર.ટી.આઇ.માં મળેલી માહિતી એ વાતની ખાત્રી આપે છે કે, ઉત્‍સવોના નામે કરોડો રુપિ‍યા મુખ્‍યમંત્રીશ્રી અને તેમના મળતીયાઓ ચાઉં કરી જાય છે.
  • સન-ર૦૦પની સાલમાં મુખ્‍યમંત્રીશ્રીએ માત્ર એક જ કંપની પાસેથી શરદોત્‍સવના નામે એક કરોડ પંદર લાખ લઇ લીધાં.
  • સરકારના નિયમો ૧ર અને ૧૩ થી સ્‍પષ્‍ટ જોગવાઇ ફાળા કે ભેટ નહીં ઉઘરાવવાની હોવાછતાં મુખ્‍યમંત્રીશ્રી જ  ભ્રષ્‍ટાચાર માટે નાણાં ઉઘરાવે છે.

ગુજરાતમાં જુદાં જુદાં ઉત્‍સવો, મેળાઓ અને મુખ્‍યમંત્રીશ્રીના નાટકીય કાર્યક્રમોના નામે બેફામ રીતે ફાળા ઉઘરાવવામાં આવે છે. ગુજરાત સરકારના જ સ્પષ્‍ટ પરિપત્રની જોગવાઇ છે કે, સરકારી અધિકારી કોઇપણ જાતના ફાળા ઉઘરાવી શકતાં નથી. આમ છતાં લાખો રુપિ‍યા ઉઘરાવવામાં આવે છે અને આ ઉઘરાવેલાં નાણાં  સરકારના કોઇપણ હેડે પ્રજાની તિજોરીમાં જમા કરાવ્યા વગર ભ્રષ્‍ટાચારથી ખાઇ જવામાં આવે છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે માહિતી અધિકાર નીચે મેળવેલાં પુરાવાને રજૂ કરીને પ્રેસ અને મિડિયાને માહિતી  આપી હતી કે લાખો રુપિ‍યા મુખ્‍યમંત્રીશ્રીના ઇશારે ઉઘરાવવામાં આવે છે. સરકારના તા. ર૭.૭.ર૦૦પ સુધીના સુધારેલા “ગુજરાત રાજ્ય સેવા વર્તણુંક” નિયમોમાં સ્‍પષ્‍ટ જોગવાઇ નિયમ-૧ર થી કરવામાં આવી છે કે, કોઇપણ ઉદ્દેશ માટે કોઇપણ સરકારી કર્મચારી ફાળો માંગી શકશે નહીં કે, ફાળો સ્‍વીકારી શકશે નહીં, તેમજ બીજી કોઇપણ રીતે ફાળો ઉઘરાવવાની પ્રવૃત્તિમાં સામેલ પણ થઇ શકશે નહીં. આ સ્‍પષ્‍ટ જોગવાઇઓ છતાં ગરીબ કલ્યાણ મેળા, શરદોત્‍સવ, રણોત્‍સવ, કૃષિ‍ મહોત્‍સવ, પતંગ ઉત્‍સવ, નવરાત્રી ઉત્સવ વિગેરેના નામે લાખો રુપિ‍યા મુખ્‍યમંત્રીશ્રીના ઇશારે અધિકારીશ્રીઓ મારફત ઉઘરાવવામાં આવે છે. આ ઉઘરાવેલા નાણાં કોઇપણ સરકારી હેડમાં પ્રજાની તિજોરીમાં જમા કરવામાં આવતાં નથી તે વાત પણ આર.ટી.આઇ. નીચે આપેલી માહિતીમાં સ્‍વીકારવામાં આવી છે. આ રીતે ઉઘરાવેલા નાણાં ખર્ચ કરતી વખતે કોઇપણ જાતની નિવિદા બહાર પાડીને એટલે કે, પારદર્શક ટેન્‍ડરની પ્રક્રિયા કરવામાં આવતી નથી. કોઇ ગામડાનો નાનો સરપંચ પાંચ હજાર રુપિ‍યાનું પણ કામ જાહેરાત વગર કરાવે તો તેને કેમ ટેન્‍ડર બહાર પાડ્યું નથી અને કેમ પારદર્શક પ્રક્રિયા અપનાવી નથી તેમ કહીને સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે, જયારે બીજી તરફ લાખો રુપિ‍યા વગર ટેન્‍ડરે ખર્ચેલા બતાવીને મુખ્‍યમંત્રીશ્રી પોતાની પ્રસિધ્‍ધી અને ભ્રષ્‍ટાચાર કરે છે તેમજ કરાવે છે.

ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ શરદોત્‍સવના નામે કચ્‍છ જિલ્‍લામાં WELSPUN GROUP પાસેથી રુપિ‍યા પ૦ લાખનો ચેક, રુપિ‍યા રપ લાખનો ચેક સન-ર૦૦પમાં કચ્‍છ ખાતે સ્‍વીકારાવેલો હતો. ત્‍યારબાદ બીજા ૩પ લાખ રુપિ‍યા પણ જે તે સમયે બદલીથી આવેલા બીજા કલેકટરશ્રી પાસે સ્‍વીકારાવેલા હતાં. મુખ્‍યમંત્રીશ્રી જ જયારે લાખો રુપિ‍યાના બીનઅધિકૃત ચેકો સ્‍વીકારતા હોય અને તે પછી રાજ્ય સરકાર જ મફતના ભાવે WELSPUN GROUP કંપનીને જમીનો અપાવતી હોય ત્‍યાં ભ્રષ્‍ટાચારની ગટર ઉભરાયા વગર રહે નહીં.

વિરોધપક્ષના નેતાશ્રીએ જણાવ્‍યું હતું કે, સમગ્ર રાજ્યમાં પ્રજાની તિજોરીમાંથી મુખ્‍યમંત્રીશ્રીની પ્રસિધ્ધિ માટે એક તરફ કરોડો રુપિ‍યા ખર્ચાય છે અને બીજી તરફ કાયદાથી સંપૂર્ણ વિરુધ્ધ કરોડો રુપિ‍યા મુખ્‍યમંત્રીશ્રીના મળતીયાઓ ઉત્‍સવોના નામે ઉઘરાવે છે. આ ઉઘરાવેલા નાણાં નથી તો સરકારની તિજોરીમાં જમાં થતાં કે નથી તેનું ખર્ચ માટેનું પારદર્શક વહીવટનું આયોજન થતું નથી. માત્ર નામની રકમ ખર્ચી બાકીના નાણાં ખવાઇ જાય છે. આ પ્રવૃત્તિ મુખ્‍યમંત્રીશ્રી પોતે કરોડો ખાવા માટે અને અન્‍ય માનીતાઓને ખવરાવવા માટે જ કરે છે.

——————————————————————————————————————–