Close

May 31, 2015

Press Note Guj 31.05.2015 Reaction on Mann ki Baat

Press Note Guj 31.05.2015 Reaction on Mann ki Baat

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                              તા.૩૧.૦૫.૨૦૧૫

વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમ ઉપર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વડપ્રધાનશ્રીએ માત્ર શબ્દોની સજાવટ કરીને દેશવાસીઓને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે. હકીકતમાં મોદી સરકારના એક વર્ષની વાસ્તવિકતા તેમના બોલેલા શબ્દોથી સંપૂર્ણ વિપરીત છે. શિક્ષણ અંગે ખુબ વાતો કરવામાં આવી પરંતુ હકીકતમાં મોદી સરકાર કેન્દ્રમાં આવ્યા પછી બજેટમાં એક વર્ષમાં જ શિક્ષણના ક્ષેત્રે ૧૪૦૮૮.૫૯ કરોડ રૂપિયા કાપી લેવામાં આવ્યા છે. જેમાં પ્રાથમિક શિક્ષણમાં ૧૦૧૮૬ કરોડ, માધ્યમિક શિક્ષણ માંથી ૧૪૨૨ કરોડ અને ઉચ્ચ શિક્ષણ માંથી ૧૪૭૯ કરોડ કાપી લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વ્રારા તાલુકા મથકો પર (૬,૦૦૦) છ હજાર જેટલી મોડેલ શાળાઓ ચાલતી હતી મોદી સરકારે આ મોડેલ સ્કૂલોને કેન્દ્ર તરફથી મળતી સહાય બંધ કરી દીધી છે. શિક્ષણ પ્રત્યે સંપૂર્ણ દુર્લક્ષ ભારતીય જનતા પક્ષની સરકારો રાખે છે અને પરિણામે જ ગુજરાતમાં ગઈ કાલે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું તેમાં છેલ્લા કેટલાય વર્ષોમાં ખરાબ પરીસ્થિતિ ન થઈ હોય તેવી પરીસ્થિતિનું નિર્માણ થયું અને પરિણામ માત્ર ૫૪.૯૮% આવ્યું. ભારતીય જનતા પાર્ટીની આદિવાસી વિરોધી નીતિના કારણે ગુજરાતના આદિવાસી જીલ્લાઓ માં અત્યંત કંગાળ પરિણામ આવ્યું છે. જેમાં છોટા ઉદયપુર જીલ્લો સૌથી ખરાબ પરિણામ માટેનો રહ્યો છે. આ ખરાબ પરિણામ માટે ગુજરાતના વિદ્યાર્થીઓ જવાબદાર નથી પરંતુ શાળાઓમાં વિદ્યાર્થીઓ ને શિક્ષણ આપનાર જ શિક્ષકોજ ગુજરાતમાં નથી. ફિક્સ પગારના નામે શિક્ષકોનું શોષણ થાય છે. શાળામાં કોમ્પ્યુટરો છે પરંતુ કોમ્પ્યુટરનું શિક્ષણ આપનારો શિક્ષકજ નથી.

પ્રધાનમંત્રીએ અનેક મુશ્કેલીઓ થી ઝઝૂમી રહેલા ખેડૂતોના પ્રશ્નો અંગે કંઈ કહેવાના બદલે પોતાની પ્રસિદ્ધિ માટે કૃષિ ટીવી ચેનલ ચાલુ કરવાની  જ વાતો કરી. હકીકતમાં આ દેશનો ખેડૂત આત્મહત્યા કરવા મજબુર બને છે. કારણકે કમોસમી વરસાદ અને અન્ય સમસ્યાઓ માં કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ આપવામાં આવતી નથી. ખેડૂતોને ખરા અર્થમાં કેન્દ્ર સરકાર તરફથી જે મદદ મળતી હતી તે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં મોદી સરકારે ચાલુ વર્ષે ૭૪૨૬.૫૦ કરોડ રૂપિયા કાપી લીધા છે. UPA સરકાના સમય થી ચાલતી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં મોદી સરકારે ચાલુ વર્ષે ૮૧૫૬.૨૨ કરોડ રૂપિયા કાપી લીધા છે. આમ ખેડૂતોને મદદ કરવાની તો એક બાજુ રહી પરંતુ જે લાભો મળતા હતા તે  પણ ઓછા કરવામાં આવ્યા છે. પશુપાલન અંગે માત્ર સલાહો આપનારા પ્રધાનમંત્રીએ પશુપાલન અને ડેરી વિકાસ માટે કોંગ્રેસના સમયની કેન્દ્ર સરકાર પશુપાલન અને ડેરી વિકાસ માટે જે નાણાં ફાળવતી હતી તે માંથી ૬૮૫ કરોડ રૂપિયા આ વર્ષે કાપી લીધા છે. આમ ખેડૂતો કે પશુપાલકોને મદદરૂપ બનવાના બદલે માત્ર નુકશાન કરવાનું કામ મોદી સરકારે કર્યું છે.

ચુંટણી પહેલા દેશના નિવૃત જવાનોને સંબોધીત કર્તા મોદી સરકાર આવે કે તુરંતજ વન રેંક, વન પેન્શન પૂરેપૂરું અમલમાં મૂકી દઈશું તેવી વાતો કરનાર વડાપ્રધાનને આજે વન રેંક, વન પેન્શન મોદી સરકાર ક્યાર થી અમલ કરશે તેની કોઈ ચોક્કસ તારીખ કે સમય મર્યાદા આપી નથી. હકીકતમાં કોંગ્રસની આગેવાનીવાળી કેન્દ્રની UPA સરકારે વન રેંક, વન પેન્શનનો સૈધ્યાંતિક સ્વિકાર કરીને બજેટમાં ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ચાલુ વર્ષે દેશની સુરક્ષા માટે કામ કર્તા જવાનોને વન રેંક, વન પેન્શન મળી જવું જોઈતું હતું તેના બદલે એક વર્ષ પછી પણ કોઈ ચોક્કસ સમય મર્યાદા વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમમાં આપી નથી.

ગરીબ લોકોની માત્ર વાતો કરીને મતો જ લેવામાં આવે છે તેનો સૌથી મોટો પુરાવો એ છે કે, મોદી સરકારે સામાજીક ક્ષેત્રમાં જે પૈસા વપરાતા હતા તેમાં ચાલુ વર્ષે ૧,૭૫,૧૨૨ કરોડ રૂપિયાની કાપ મૂકી છે. જે સ્પષ્ટ બતાવે છે કે મોદી સરકાર સુટ-બુટ પહેરીને સૂટકેસો ભરી ભરી કરોડપતિઓ માટે તિજોરી લુંટાવે છે અને આમ દેશવાસીઓ માટે આ સરકાર કશું જ કરવા માંગતી નથી.       

————————————————————————————————–