Close

June 1, 2015

Press Note Guj Dt: 01/06/2015 One year of Modi sarkar

Press Note Guj 1.06.2015 One year of Modi sarkar

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                              તા.૦૧.૦૬.૨૦૧૫ 

  • મોદી સરકારનું પૂરૂં થઇ રહેલ પ્રથમ વર્ષ દેશના વિકાસને રૂંધનારૂં નાણાંકીય અશિસ્તથી ભરપૂર અને કુશાસનનું.
  • મેક ઇન ઇન્ડીયાની વાત કરનારના એક વર્ષના શાસનમાં મેન્યુફેકચરર્સ ગુડ્સ અને સર્વિસીસની નિકાસમાં ઘટાડો.
  • (G.V.A)ના વિકાસ દરમાં કૃષિ‍ આધારીત વસ્તુઓના વિકાસ માટે મોદી શાસનમાં ૩.૭ ટકા થી ઘટીને માત્ર ૧.૧ ટકા થઇ ગયો.
  • FISCAL ડેફીસીટ (નાણાંકીય ખાધ) મોદી શાસનમાં વધીને પ.૩ર લાખ કરોડ થઇ ગઇ.
  • વેપાર,હોટેલ,રેસ્ટોરન્ટ,ટ્રાન્સપોર્ટ અને સંદેશાવ્યવહારનો (G.V.A) વિકાસ દર ૧૧.૪ ટકાથી ઘટીને મોદીના શાસનમાં ૮.૪ ટકા થઇ ગયો.
  • મોદી સરકારનું શાસન ન હોત તો પેટ્રોલ અને ડિઝલ ઘણું સસ્તુ હોત..
  • જેમ્સ અને જ્વેલેરીની નિકાસ મોદી શાસનમાં ઘટી.
  • ડો.મનમોહનસિંહજીના શાસનકાળમાં ડોલરની સરેરાશ કિંમત ર૦૧૩-૧૪માં રૂપિ‍યા ૬૦.પ૦ પૈસા હતી તે મોદીના શાસનમાં વધીને રૂપિ‍યા ૬૩.૭૯ પૈસા થઇ ગઇ.
  • કોલસા પરની સેસ રૂપિયા પ૦ પ્રતિ ટનથી બમણી વધારીને રૂપિ‍યા ૧૦૦ પ્રતિ ટને મોદી સરકારે કરી તેથી વીજળી મોંઘી થશે.
  • વર્ષોથી ડિઝલ ઉપર રૂપિ‍યા ૩.૪પ અને પેટ્રોલ ઉપર ૯.ર૦ રૂપિ‍યા જ પ્રતિ લીટર એકસાઇઝ હતી. મોદી સરકારે એક વર્ષમાં એકસાઇઝ વધારીને ૧૮ રૂપિયા પેટ્રોલ ઉપર કરી નાંખી.

કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રવકતા શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એક વર્ષ મોદી સરકારનું પૂર્ણ થયેલ છે. આ એક વર્ષના આર્થિક હિસાબો અને વહીવટની પરિસ્થિતિએ જોઇએ તો દેશવાસીઓ માટે મોદી સરકારનું આ નાણાંકીય વર્ષ દેશની પ્રગતિને રૂંધનારું કુશાસનવાળું રહ્યું છે.

 ચૂંટણી સમયે મેક ઇન ઇન્ડીયા, કિશાનો કો અપની મહેનત કે પૂરે દામ, યુવાઓ કો રોજગારી, હર દેશવાસી કે એકાઉન્ટમે રૂ.૧પ લાખ આયેંગે, મહિલાઓ કી ઔર દેશવાસીઓ કી સુરક્ષા હોગી, આંતકવાદ કહીં નહી રહેગા. પડોશીઓ કો સુધાર દુંગા., અચ્છે દિન આયેંગે આવા અનેક જુમલાઓ/સૂત્રો અને વાયદાઓ કરીને શાસનમાં આવેલા મોદીના એક વર્ષના હિસાબો જોઇએ તો તદ્દન વિપરીત પરિસ્થિતિ છે. દેશમાંથી મેન્યુફેકચર ગુડ્સ અને સર્વિસીસ પર્સન્ટ ઓફ જી.ડી.પી.ની દ્રષ્ટિએ વર્ષ-ર૦૧૩-૧૪માં ૮ ટકા થી વધારે નિકાસ થતી હતી, મોદી સરકારના કુશાસનના કારણે આ નિકાસ ઘટીને વર્ષ-ર૦૧૪-૧પમાં ૭.પ ટકા જ થઇ ગઇ છે. કૃષિ‍ અને કૃષિ‍ આધારીત વસ્તુઓ અને ફિશીંગમાં ગ્રોથ ઇન ગ્રોસ વેલ્યુ એડેડ  (G,V,A,) કોન્સ્ટન્ટ વર્ષ-ર૦૧૧-૧રની બેઝીક પ્રાઇઝ પર્સન્ટની દ્રષ્ટિએ વર્ષ્‍ર૦૧૩-૧૪માં ૩.૭ ટકા ગ્રોથ હતો. આ વૃધ્ધિ દરમાં વધારાના બદલે ઘટાડો આવીને વર્ષ-ર૦૧૪-૧પ ઘટીને માત્ર ૧.૧ ટકા થઇ ગયો છે. આજ રીતે ટ્રેડ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનમાં ગ્રોથ ૧૧.૪ ટકા વર્ષ-ર૦૧૩-૧૪માં હતો જે મોદી સરકારના આવ્યા પછી વર્ષ-ર૦૧૪-૧પમાં ઘટીને માત્ર ૮.૪ ટકા થઇ ગયો છે. (ઉપરોક્ત આંકડાઓ સેન્ટ્રલ સ્ટેટેસ્ટીક ઓફિસ (C.S.O.)દ્વારા પ્રકાશિત તા.૩૦.૧.ર૦૧પ તથા તા.૭.ર.ર૦૧પના આધારીત છે.

કોઇપણ સરકારની કોશિષ નાણાંકીય ખાધ ઘટાડવા માટેની હોવી જોઇએ અને તેના માટે સુશાસન અને નાણાંકીય શિસ્ત હોવી જોઇએ. કમનસીબે મોદી સરકારના એક વર્ષના વહીવટમાં દેશની FISCAL ડેફીસીટ ૫.૩૨ લાખ કરોડની થઈ છે. (આ આંકડા (C.G.A.) દ્રારા પ્રસિધ્‍ધ  થયા છે.) આ નાણાંકીય ખાધ ૧૦૦.ર ટકા (B.E.)ની સરખામણીએ છે. આટલી મોટી FISCAL ડેફીસીટ ક્યારેય પણ રહી નથી. છેલ્લાં પાંચ વર્ષની કોંગ્રેસના શાસનની સરેરાશ એવરેજ ૭૭.૭ પર્સન્ટ માત્ર રહી છે. એમ નાણાંકીય અશિસ્ત મોદી સરકારની ઉજાગર થાય છે.

       મેક ઇન ઇન્ડીયાનું માત્ર સૂત્ર આપ્યું પરંતુ દેશમાંથી બનેલી વસ્તુઓની નિકાસ માટે સરકાર તરફથી કોઇ નક્કર કામો નથી થતાં તેથી કૃષિ‍ અને તેને આધારીત પ્રોડક્ટની નિકાસમાં કમી આવી છે. જેમ્સ એન્ડ જ્વેલેરી મોટા પાયે નિકાસ થતી હતી જે નિકાસમાં વધારો થવાના બદલે જેમ્સ એન્ડ જ્વેલેરીની નિકાસમાં પણ મોદી શાસનમાં નાણાંકીય વર્ષમાં ઘટેલી છે.(ઉપરોકત હકીકત એ.એસ.આઇ. તથા સી.એસ.ઓ.ના આધારભૂત આંકડાઓ ઉપરની છે.)

       યુ.પી.એ.સરકારના સુશાસન અને દેશના વિકાસ માટે નિકાસને પ્રોત્સાહીત કરવામાં લેવાયેલાં પગલાંઓને કારણે સન-ર૦૦૪-૦પમાં આપણા દેશમાંથી માત્ર ૧૯પ.૧ બિલીયન યુ.એસ.ડોલર નિકાસ થતી હતી તે વધીને સન-ર૦૧૩-૧૪માં ૭૬૪.૬ બિલીયન યુ.એસ.ડોલર થઇ શકી હતી. વર્ષ-ર૦૦૪-૦પ માં જી.ડી.પી.માં નિકાસનો હિસ્સો માત્ર ર૯ ટકા હતો તે વર્ષ-ર૦૧૪-૧પમાં વધીને યુ.પી.એ.સરકારના સુશાસનના કારણે ૪૧.૮૪ ટકા થઇ ગયો છે.

       ચૂંટણી દરમ્યાન મોદી ડોલરની કિંમત વધતી હોવા અંગે ડો.મનમોહનસિંગને જવાબદાર ગણીને મજાક ઉડાવતા હતાં વર્ષ-ર૦૧૩-૧૪માં વાર્ષ્‍િાક સરેરાશ ૧ ડોલરની ૬૦ રૂપિયા પ૦ પૈસા રહી હતી જયારે મોદીના આ નાણાંકીય વર્ષમાં જાન્યુઆરી-ર૦૧પની સ્થિતિએ અમેરિકન ડોલરની કિંમત ૬૩.૭૯ રૂપિ‍યા થઇ ગઇ છે. ડોલરની કિંમત વધવા માટે પ્રધાનમંત્રીશ્રીને નિષ્ફળ ગણાવતા મોદી પોતેજ કરેલા આક્ષેપોનું આત્મખોજથી નિરીક્ષણ કરે.

‍વિશ્વ બજારમાં કાચા ક્રુડની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. દુનિયાના ઘણા બધા દેશોએ ઘટેલા ક્રુડની કિંમતનો લાભ પોતાના નાગરિકોને આપ્યો. કમનસીબે મોદી સરકારે વિશ્વ બજારમાં ઘટેલી ક્રુડની કિંમતનો લાભ દેશવાસીઓને આપવાના બદલે સરકારની એકસાઇઝ ડ્યુટી વધારી દઇને દેશવાસીઓને અન્યાય કર્યો છે. વર્ષોથી પેટ્રોલ ઉપર રૂપિયા ૯.ર૦ પૈસા અને ડિઝલ ઉપર માત્ર રૂપિયા ૩.૪પ પૈસા એકસાઇઝ લેવામાં આવતી હતી. મોદી સરકારે માત્ર એક નાણાંકીય વર્ષના આ ટૂંકા ગાળામાં પેટ્રોલ ઉપરની એકસાઇઝ ૧૮ રૂપિયા કરી નાંખી છે. જ્યારે ડિઝલ ઉપરની એકસાઇઝ ૧ર રૂપિ‍યાને ૬પ પૈસા કરી નાંખવામાં આવી છે. આમ દેશના લોકોને પેટ્રોલ અને ડિઝલ જો મોદી સરકાર ન હોત તો વધેલી એકસાઇઝ અને વધેલી એકસાઇઝ ઉપરના વેટનો ભારણ દૂર કરીએ તો પ્રતિ લીટર પેટ્રોલ રૂા.૧ર કરતાં વધારે સસ્તુ મળતું હોત અને ડિઝલ પ્રતિ લીટરે રૂા.૯ જેટલું સસ્તુ મળતું હોત.

       કોલસાની સેસમાં પણ બમણો વધારો માત્ર એક વર્ષના મોદી સરકારના શાસનમાં થયો છે. કોલ સેસ રૂપિ‍યા પ૦ પ્રતિ ટન હતો અને તેમાં સીધોજ બમણો વધારો કરીને કોલ સેસ રૂપિ‍યા ૧૦૦ પ્રતિ ટન કરી દેવામાં આવી છે. કોલ સેસના આ વધારાની સીધી અસર દેશના તમામ નાગરિકો ઉપર થવાની છે. કારણ કે, કોલ સેસ વધે. વિદ્યુતના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય અને તેથી સ્વાભાવિક રીતે જ  વીજળી ઉત્પાદન કરતી કંપનીઓ ગ્રાહકો પાસેથી વીજ દર વધારાની માંગણી કરે અને તે કિંમત નકકી કરતી રેગ્યુલેટરી ઓથોરીટી માન્ય રાખે એમ દેશવાસીઓના ઉપર જ આ વધારો પણ આવે. મોદી સરકારના આ વધારાથી દેશવાસીઓ ઉપર ૧૭૦૦૦ કરોડ રૂપિ‍યાનું વધારાનું ભારણ આવી પડ્યુ છે.

       દેશમાં મહીલાઓની સુરક્ષા, કાયદો વ્યવસ્થાની જાળવણી અને સુશાસનમાં માત્ર રાજકીય જુમલાઓ બની ગયા છે. દેશમાં બળાત્કાર, ખૂન અને વિવિધ ધાર્મિક સ્થળો ઉપર થતા હુમલાઓની સંખ્યામાં મોટા પાયે વધારો થયો છે. કેન્દ્ર સરકારનું કુશાસન અને ચૂંટણી સમયે આપેલાં વચનો તરફથી લોકોનું ધ્યાન અન્ય દિશામાં આકર્ષત કરવા પ્રધાનમંત્રીશ્રી અને પક્ષની વિચારધારામાં જોડાયેલા લોકો ધાર્મિક લાગણીઓ ઉશ્કેરાય અને ધાર્મિક વિવાદમાં કેન્દ્ર સરકારની નિ્ષ્‍ફળતા ભૂલાય તેવા પ્રયત્નો કરે છે.

       કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ન કલ્પી શકાય તેવું નુકશાન થયું છે. પ્રધાનમંત્રીશ્રીએ મન વગરની મનકી બાતના શબ્દોનો માત્ર શબ્દની સજાવટ અને રાજકીય પ્રવચનોથી કર્યા છે. ખેડૂતો માટેના કોઇપણ નક્કર મદદના શબ્દો કેન્દ્ર સરકાર તરફથી કે પ્રધાનમંત્રીશ્રી તરફથી આવ્યા નથી. ખેડૂતોની જમીનો પડાવી લેવા માટે જે જમીન અધિગ્રહણ કાયદો પ્રધાનમંત્રીશ્રી લાવી રહ્યાં છે તે કાળા કાયદા સમાન છે.

 ————————————————————————————————–