Close

October 2, 2012

Press Note Guj Dt: 02/10/2012 Top 10 Lies of Modi

Click here to view / download press note.

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

અખબારી યાદી                                                 તા. ર-૧૦-ર૦૧ર

  • દુનિયાને સત્‍યનો રાહ ચીંધનાર પૂ. મહાત્‍મા ગાંધીજીની જયંતિના દિવસે જ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના વધુ એક  જુઠ્ઠાણાંનો પર્દાફાશ.
  • ગુજરાતના ખેડૂતોને વીમો સમયસર મળે તે માટે ઉત્‍પાદનના આંકડા સમયસર મોકલવાના બદલે ગુજરાત સરકારે કરેલો ગુનાહિત વિલંબ.
  • ગુજરાત સરકારે વેધરબેઈઝ ક્રોપ ઈન્‍સ્‍યોરન્‍સ સ્‍કીમ (W.C.I.S.) નહીં સ્‍વીકારી હોવાના કારણે ખેડૂતોને ખૂબ મોટો અન્‍યાય.
  • કેન્‍દ્રીય કૃષિ રાજ્‍યમંત્રીશ્રી હરીશ રાવત દ્વારા સત્‍ય હકીકત લેખિત સ્‍વરૂપે રજૂ થઈ.
  • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના ટોપ ટેન જૂઠ્ઠાણાંઓ.

ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી પોતાની નિષ્‍ફળતાઓને છૂપાવવા માટે સ્‍વામી વિવેકાનંદજીનું નામ વાપરવા પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે રાજકીય યાત્રા લઈને નીકળ્‍યા છે. તેમાં સૌરાષ્‍ટ્ર ખાતે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ જાહેર સભામાં કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને કેન્‍દ્ર સરકાર પાક વીમાના નાણાં આપતી નથી. મુખ્‍યમંત્રીશ્રીની વાતના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કેન્‍દ્રના કૃષિ મંત્રીશ્રીને ખરેખર પરિસ્‍થિતિ શું છે ? તે જણાવવા અને જો ગુજરાતના ખેડૂતોના નાણાં બાકી હોય તો તાત્‍કાલિક ચૂકવવા વિનંતી કરી હતી. જેના સંદર્ભમાં કેન્‍દ્રીય રાજ્‍યકક્ષાના કૃષિ મંત્રીશ્રી હરીશ રાવત દ્વારા તેમના ૧-૧૦-૨૦૧૨ના લેખિત પત્રથી જાહેર કરાયું છે કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની વાત સદંતર જૂઠ્ઠી છે. ગુજરાતના ખરીફ પાકના વીમાના રૂા. ૩૧૬.૨૮ કરોડ એગ્રીકલ્‍ચર ઈન્‍સ્‍યોરન્‍સ કંપની દ્વારા ચૂકવાઈ ગયા છે અને આ ચૂકવણીમાં કેન્‍દ્ર સરકારે પોતાનો ૮૮.૪૩ કરોડનો હિસ્‍સો ચૂકવેલો છે. ગુજરાતના ખેડૂતોના રવિ પાક ૨૦૧૧-૧૨ના વીમાના ચૂકવણા માટે ગુજરાત સરકારે ખેડૂતોના ઉત્‍પાદનના ડેટા ૩૧ જુલાઈ, ૨૦૧૨ સુધીમાં મોકલી દેવાના જરૂરી હતા. આમ છતાં, ગુજરાતની સરકારે ખેડૂતોના ઉત્‍પાદનના ડેટા સમયમર્યાદામાં મોકલવાના બદલે ઘણા જ વિલંબ બાદ ગયા અઠવાડિયે જ ભારત સરકારને મોકલ્‍યા છે. આમ, ખેડૂતોના પાક વીમાને વિલંબમાં નાંખવાનું પાપ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ જ કર્યું છે તેનો પર્દાફાશ થઈ ગયો છે. રાજ્‍ય કૃષિ મંત્રીશ્રીએ પોતાના પત્રમાં વિશેષમાં જણાવ્‍યું છે કે, ગુજરાતની સરકારે વેધરબેઈઝ ક્રોપ ઈન્‍સ્‍યોરન્‍સ સ્‍કીમ  (W.C.I.S.) ૨૦૧૧ અને ૨૦૧૨માં સ્‍વીકારી નથી. જેના કારણે ખેડૂતોને ખૂબ જ મહત્ત્વનો ફાયદો મળી શક્‍યો નથી. જો ગુજરાત સરકારે ખેડૂતો માટે વેધરબેઈઝ ક્રોપ ઈન્‍સ્‍યોરન્‍સ સ્‍કીમ (W.C.I.S.) સ્‍કીમ સ્‍વીકારી હોત તો ખેડૂતોની ૨૦૧૧-૨૦૧૨ના પાક વીમાના નાણાં ૪૫ દિવસમાં જ પ્રાપ્‍ત થઈ ગયા હોત અને ખેડૂતોને દુષ્‍કાળના સમયમાં ખૂબ મોટી રાહત મળી શકી હોત. કેન્‍દ્રીય રાજ્‍ય કૃષિ મંત્રીશ્રીએ પોતાના પત્રમાં વધુમાં જણાવ્‍યું છે કે, ગુજરાતનો ખરીફ ૨૦૧૧નો M.M.I.A.S. યોજના નીચેનો નવ તાલુકા અને ચાર જિલ્લાનો કોઈપણ ક્‍લેઈમ હાલમાં એગ્રીકલ્‍ચર ઈન્‍સ્‍યોરન્‍સ કંપની કે કેન્‍દ્ર સરકારે પાસે પેન્‍ડીંગ નથી.

વિરોધપક્ષના નેતા શક્‍તિસિંહ ગોહિલે પ્રેસ અને મીડીયાને કેન્‍દ્રીય રાજ્‍ય કૃષિ મંત્રીશ્રી હરીશ રાવતનો ૧-૧૦-૨૦૧૨નો પત્ર સુપ્રત કર્યો હતો અને જણાવ્‍યું હતું કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સદંતર જૂઠ્ઠું બોલે છે અને ગુજરાતની જનતાને તેમનાથી કેટલું નુકસાન થાય છે તેનો પર્દાફાશ શ્રી હરીશ રાવતના પત્રથી થયો છે. ગુજરાતના ખેડૂતોના ખરેખર ઉભા પાકને પાણીપત્રકમાં નોંધ કરીને રેકોર્ડ રાખવામાં આવતું હતું. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સરકારી તંત્રને પોતાની પ્રસિદ્ધિ અને રાજકીય પ્રચાર માટે જ વાપરતા હોવાથી ગુજરાતમાં ખેડૂતોના પાણીપત્રક તૈયાર જ થતા નથી. ખેડૂતોના માટે ઉપયોગી વેધરબેઈઝ ક્રોપ ઈન્‍સ્‍યોરન્‍સ સ્‍કીમ (W.C.I.S.) ગુજરાતના મુખ્‍યમંત્રીએ નહીં સ્‍વીકારીને ખેડૂતોને ન કલ્‍પી શકાય તેટલું નુકસાન કરેલું છે. ખેડૂતોના વીમા માટે ઉત્‍પાદનના આંકડા રજૂ કરવાની જવાબદારી રાજ્‍ય સરકારની છે અને તેમાં પણ ઘણો જ વિલંબ ગુજરાતની સરકારે કર્યો છે. ગુજરાતના ખેડૂતોને ખરા અર્થમાં જો મદદ કરવી હોય તો સમગ્ર સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાતમાં વિલંબથી થયેલ વરસાદના કારણે પારાવાર નુકસાન થયું છે તેની રાહત ગુજરાત સરકારે આપવી જોઈએ. ભૂતકાળમાં આ પ્રકારના સમયમાં સરકારો રાહત આપતી જ હતી. વિલંબથી થયેલો વરસાદ ખેડૂતોને ઉત્‍પાદનમાં ઉપયોગી બની શક્‍યો નથી માટે ખરેખર સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્‍તારો આજે પણ અછતની પરિસ્‍થિતિ ભોગવી રહ્યા છે ત્‍યાં તાત્‍કાલિક અછત જાહેર કરવી જોઈએ અને ઉત્‍પાદનના આંકડાઓમાં પૂરતો ખ્‍યાલ રાખીને ખેડૂતોનું હિત જોવું જોઈએ. મુખ્‍યમંત્રીશ્રીને ગુજરાતના આમ આદમી કે ખેડૂતોની કોઈ ચિંતા જ નથી, માત્ર જૂઠ્ઠાણાંઓ દ્વારા ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું પાપ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કરી રહ્યા છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્‍તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ જે સેંકડો જૂઠ્ઠાણાંઓ ચલાવ્‍યા છે તે પૈકીના ટોપ ટેન જૂઠ્ઠાણાંઓ પ્રેસ અને મીડીયા સમક્ષ રજૂ કરીને મહાત્‍મા ગાંધીજીની જયંતિએ આશા વ્‍યક્‍ત કરી હતી કે, દુનિયાને સત્‍યનો માર્ગ શીખવાડનાર મહાત્‍મા ગાંધીજીની ગુજરાતમાં ગપોડીબાજ મુખ્‍યમંત્રીએ ગુજરાતનું અપમાન છે.

મુખ્‍યમંત્રીના ટોપ ટેન જૂઠ્ઠાણાં

મુખ્‍યમંત્રીશ્રીનું જૂઠ્ઠાણું સત્‍ય હકીકત
(૧) ચૂંટણી સમયે મુખ્‍યમંત્રીશ્રીએ કહેલું કે, ગુજરાતને કેજી બેઝિનમાં ૨૦ ટીસીએફ ઓઈલ અને ગેસ મળી ગયો છે. મારો ગુજરાતી હવે ચકલી ખોલશે તો ઓઈલ અને ગેસ મળશે. (૧) ડીજી હાઈડ્રો કાર્બને સર્ટીફાઈડ કરીને આપ્‍યું છે કે, ૨૦ ટીસીએફ ઓઈલ અને ગેસ નથી, કેજી બેઝીનમાં માત્ર ૨ ટીસીએફ છે અને તે પણ રીકવરેબલ થાય કે કેમ ? તે કહી શકાય તેમ નથી. આજે આમ ગુજરાતી ચકલી ખોલે છે તો પેટ્રોલ કે ડીઝલ નહીં પરંતુ પીવાનું પાણી પણ મળતું નથી. કેજી બેઝિનમાં ૮૦૦૦ કરોડ રૂપિયા ખવાઈ ગયા છે અને સામે ટીપું પણ ઓઈલ કે ગેસ મળેલ નથી.
મુખ્‍યમંત્રીશ્રીનું જૂઠ્ઠાણું સત્‍ય હકીકત
(૨) મારો ગુજરાતનો ખેડૂત દર વર્ષે નવી મારૂતિ ખરીદે છે. (૨) સરકાર ખેડૂતોને મદદ જ કરતી નથી અને તેથી ગુજરાતનો ખેડૂત આત્‍મહત્‍યા કરે છે અને ખેડૂતની મા રોતી રહે છે.
મુખ્‍યમંત્રીશ્રીનું જૂઠ્ઠાણું સત્‍ય હકીકત
(૩) ૨૦૦૭ના વાયબ્રન્‍ટ ગુજરાતમાં કહેલું કે, વાયબ્રન્‍ટ ગુજરાતના કારણે ૨૫ લાખ યુવાનોને રોજીરોટી મળી જશે. ગુજરાતમાં કોઈપણ યુવાન બે વર્ષમાં બેરોજગાર નહીં હોય. (૩) સરકારને ચોપડે નોંધાયેલા ૮,૨૫,૪૮૮ શિક્ષિત બેરોજગાર છે. કોંગ્રેસના શાસન કરતાં આ બેરોજગારોની સંખ્‍યા ૨.૫ લાખ કરતાં વધુ છે.
મુખ્‍યમંત્રીશ્રીનું જૂઠ્ઠાણું સત્‍ય હકીકત
(૪) બનાસકાંઠાનો ખેડૂત જે ટમેટા પકવે છે તેમાંથી ટમેટા સોસ અને બટાકામાંથી વેફર બનાવીને પાઈપલાઈનથી યુરોપમાં ઠલવાશે અને યુરોપમાંથી યુરો(યુરોપના રૂપિયા)નો ગુજરાતમાં ઢગલો થશે. (૪) ખેડૂતોની ખેતપેદાશ માટે છેલ્લા ૧૨ વર્ષમાં એકપણ વખત માર્કેટ ઈન્‍ટરવેન્‍શન થયું નથી. બનાસકાંઠાના ખેડૂતોના ટમેટાના કેચઅપ કે બટાકાની વેફર ક્‍યાંય વેચાણી નથી, પરંતુ બનાસકાંઠાના ખેડૂતોએ બટાકા રોડ ઉપર ફેંકવાનો વારો આવ્‍યો હતો.
મુખ્‍યમંત્રીશ્રીનું જૂઠ્ઠાણું સત્‍ય હકીકત
(૫) ચૂંટણી સમયે કહેલું કે, મારી ગુજરાતની બહેન એક પોસ્‍ટકાર્ડ લખશે તો આ તમારો ભાઈ ગાંધીનગરમાંથી તમારું કામ કરી આપશે. (૫) કોઈ બહેનને એકપણ જવાબ તેમના પોસ્‍ટકાર્ડનો મળ્‍યો નથી. બહેનોના બાળકો કે બહેનોના ગળાનું મંગળસૂત્ર કશું જ સલામત નથી. વિધવા બહેનોના પેન્‍શનમાં એક રૂપિયાનો પણ વધારો આ મુખ્‍યમંત્રીશ્રીએ ૧૨ વર્ષમાં કર્યો નથી.

 

મુખ્‍યમંત્રીશ્રીનું જૂઠ્ઠાણું સત્‍ય હકીકત
(૬) અમિતાભ બચ્‍ચન સાવ મફતમાં બ્રાન્‍ડ એમ્‍બસેડર તરીકે ગુજરાતનું કામ કરે છે. (૬) વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે, ગુજરાતની તિજોરીમાંના કરોડો રૂપિયા કોઈપણ ટેન્‍ડરની પ્રક્રિયા વગર અમિતાભ બચ્‍ચન અને તેની જાહેરાત પાછળ ખર્ચાયા છે.
મુખ્‍યમંત્રીશ્રીનું જૂઠ્ઠાણું સત્‍ય હકીકત
(૭) ચૂંટણી સમયે કહ્યું હતું કે, હું કાંઈ ખાતો નથી અને ખાવા દેતો નથી. (૭) કેગના અહેવાલ પરથી સાબિત થયું કે, કરોડોથી ઓછું કાંઈ ખાતા નથી અને આમ ગુજરાતીને તેની મહેનતની રોટી પ્રેમથી ખાવા દેતા નથી. ભ્રષ્‍ટાચાર ન પકડાય એ માટે ગુજરાતમાં કાયદો હોવા છતાં સાડા આઠ વર્ષથી લોકાયુક્‍ત નિયુક્‍ત કરવા દેતા નથી.
મુખ્‍યમંત્રીશ્રીનું જૂઠ્ઠાણું સત્‍ય હકીકત
(૮) કેન્‍દ્ર સરકાર ગુજરાતને અન્‍યાય કરે છે. મણ લઈ જાય છે અને કણ આપતા નથી. (૮) એનડીએની સરકારના સમયમાં ગુજરાતમાંથી જે ટેક્‍સ જતો હતો તેની સામે રાજ્‍યને મળતા નાણાંની ટકાવારી, કુલ રકમ અને ખાસ યોજનાઓમાં મળતી રકમની કેન્‍દ્રની સહાય આ બધું જ કોંગ્રેસની કેન્‍દ્રમાં સરકાર આવ્‍યા પછી ગુજરાત માટે વધ્‍યું છે. આ આંકડાકીય માહિતી નાણાં વિભાગની વેબસાઈટ ઉપર પણ ઉપલબ્‍ધ છે.
મુખ્‍યમંત્રીશ્રીનું જૂઠ્ઠાણું સત્‍ય હકીકત
(૯) મેં માત્ર એક એસ.એમ.એસ. રતન ટાટાને કર્યો અને ગુજરાતમાં નેનો આવી ગઈ. નેનો ગુજરાતમાં લાવવાનો ખર્ચ એટલે એક એસ.એમ.એસ. એટલે એક રૂપિયો. (૯) ૩૩ હજાર કરોડના લાભો ગુજરાતની તિજોરીમાંથી ટાટાને આપી દીધા અને ગુજરાતીઓને નોકરી આપવાની લીટીમાંથી પણ મુક્‍તિ આપી દીધી.
મુખ્‍યમંત્રીશ્રીનું જૂઠ્ઠાણું સત્‍ય હકીકત
(૧૦) વિસ્‍તારમાંથી આર.ટી.આઈ. કરનારને કેન્‍દ્ર સરકારે જવાબ આપ્‍યો છે કે, સોનિયા ગાંધીજીની તબિયત પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. (૧૦) વિસ્‍તારના આર.ટી.આઈ. કાર્યકર્તાએ જ સ્‍પષ્‍ટ કહ્યું છે, મારા નામે ગુજરાતના મુખ્‍યમંત્રીએ જે વાત કરી છે તે જૂઠ્ઠાણું છે. સોનિયાજીના તબિયત પાછળના ખર્ચનો કોઈ આંકડો સરકારે મને આપ્‍યો નથી.

————————————————————————————————————–

નોંધ :- આ સાથે કેન્‍દ્રીય કૃષિ રાજ્‍ય મંત્રીશ્રી હરીશ રાવતનો ૧-૧૦-૨૦૧૨નો પત્ર સામેલ છે.

——————————————————————————-

1st October, 2012

Crop Insurance in Gujarat

1.     All the admissible claims amounting to Rs.316.28 crore with Government of India share of Rs.88.43 crore for Kharif 2011 season under NAIS have already been paid by the implementing agency i.e. Agriculture Insurance Company.
2.     The yield data in respect of Rabi 2011-12 was received within the cut off date i.e. 31st July, 2012.  However, sown area data has been received from the State only in the last week.  Admissible calims are under process and would be settled shortly.  It shows that there is no delay on the part of Agriculture Ministry in settlement of claims.
3.     No claims under MNAIS (9 talikas of 4 districts) are pending up to Kharif 2011 season in Gujarat.
4.     It is mentioned here that Gujarat State has not implemented Weather Based Crop Insurance Scheme (WBCIS) during 2011-12 which has the advantage of faster settlement of admissible claims within 45 days.  If the State Government of Gujarat has opted the Weather Based Crop Insurance Scheme, it would have helped the farmers of Gujarat during this abnormal drought in some district of State.

(Harish Rawat)

Encl :

Click here to view letter from Shri Harish Rawat.