Close

October 2, 2013

Press Note Guj Dt: 02/10/2013

Click here to view / download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય,

 પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી, ગુજરાત


અખબારી યાદી.                                              તા. ૦૨.૧૦.૨૦૧૩

  • અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા ભયંકર નુકશાનનું તાત્કાલિક વળતર સરકાર ચુકવે.
  • કેન્દ્રની સહાય વાળા નેચરલ કેલીમીટી ફંડમાં ૨૦૦૦ કરોડ ગુજરાત સરકાર પાસે જમા પડેલ છે.
  • કપાસ, અનાજ, કઠોળ વિગેરે પાકને અતિશય નુકશાન ગુજરાતમાં થયેલ છે.
  • ગુજરાત સરકારે ખેડૂતોના પાણી પત્રક બનાવ્યા નહી તેથી ખેડૂતોને પાક વીમો મળ્યો નથી.
  • વીમાના પ્રીમીયમ વાળા વાવેતર કરતા ગુજરાત સરકારે કુલ વાવેતર ઓછુ બતાવ્યું તેથી ખેડૂતોનો વીમો અટવાયો.
  • કેન્દ્ર સરકારે પાક વીમાના ૭૦૦ કરોડ એડવાન્સ જમા કરાવી દીધેલ છે.

      અતિવૃષ્ટિને કારણે ગુજરાતના અનેક ખેડૂતોને ન કલ્પી શકાય તેટલું નુકશાન થયેલ છે. કપાસનો મોટા ભાગનો ફાલ ખરી ગયેલ છે અને ધણા બધા ખેડૂતોના કપાસ અતિવૃષ્ટિને કારણે કાળા પડીને સુકાવવા લાગેલ છે. તેજ  રીતે બાજરો અને જુવાર ખેડૂતોના ખળામાં કે પાકેલી અવસ્થામાં ખેતરમાં હોવાના કારણે અતિવૃષ્ટિથી દાણા ઉગી ગયા છે અને અનાજનો પાક સંપુર્ણ નિષ્ફળ ગયેલ છે. શીંગ, કઠોળ અને અન્ય પાકોને પણ અતિવૃષ્ટિ થી ભયંકર નુકશાન થયેલ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક વળતર પરું પાડવા ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કુદરતી આપતિમાં મદદરૂપ બનવા માટે આપવામાં આવતી એડવાન્સ રકમ ગુજરાત નેચરલ કેલેમીટી ફંડમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની પડી છે ત્યારે ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવીને વળતર ચુકવવું જોઈએ.

       ગુજરાત સરકારે પાણી પત્રક બનાવવાની કામગીરી બંધ કરાવી દીધી અને પછી વીમો ઉતરાવેલ વાવેતર કરતા કુલ વાવેતરના આંકડા ઓછા આપ્યા તેથી ગુજરાતના ખેડૂતોને પાક વીમાની રકમ હજુ સુધી મળી નથી. કેન્દ્ર સરકારે પોતાના હિસ્સાના ૭૦૦ કરોડ વીમા કંપનીને ચૂકવી આપ્યા પછી પણ ગુજરાત સરકારની ગુનાહીત બેદરકારીના કારણે ખડૂતોને પાક વીમો મળી શક્યો નથી. આ સંજોગોમાં અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોને તાત્કાલિક વળતર ચુકવવું જોઈએ.

—– ——————————————————————-