Close

May 3, 2011

Press Note Guj Dt: 03/05/2011 on Right to Education.

Click here to view / download press note.

Encl : GR

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                     તા.૩-પ-ર૦૧૧

 

  • કેન્‍દ્ર સરકારનો કાયદો અને જી.આર. હોવાછતાં ગુજરાતની સરકારે ખાનગી શૈક્ષણિક સંસ્‍થાઓને ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટવાની છૂટ આપી.
  • આર.ટી.ઇ.નો કાયદો સ્‍પષ્‍ટ છે કે, કોઇપણ પ્રકારનું દાન કે ઇન્‍ટરવ્‍યું લીધા સિવાય પારદર્શક ડ્રો દ્વારા વિદ્યાર્થીઓને એડમીશન મળવું જોઇએ.
  • ગુજરાત સરકારે તા.૭.૩.ર૦૧૧ના ગેરકાયદેસર પરીપત્ર દ્વારા ખાનગી શૈક્ષણિક સંસ્‍થાઓને એડમીશનમાં મનમાની કરવાની છૂટ આપી.
  • આર.ટી.ઇ.ના કાયદાથી વિદ્યાર્થીઓને મળતાં અઢળક લાભો ગુજરાતની સરકાર રોકી રહી છે
  • દેશના અનેક રાજ્યોએ કેન્‍દ્ર સરકારના મોડેલ રુલ્‍સ સ્‍વીકારી વિદ્યાર્થીઓને ફાયદો આપ્‍યો છે.
  • ગુજરાત સરકાર છેલ્‍લાં બે વર્ષથી આર.ટી.ઇ.ના મોડેલરુલ્‍સ સ્‍વીકારતી નથી અને તેથી ગુજરાતના વિદ્યાર્થીઓ લાભોથી વંચિત.

 

ભારત સરકારે Right of Children to Free and Compulsory Education Act,2009 (આર.ટી.ઇ.એકટ) સમગ્ર દેશ માટે અમલમાં મૂકેલો છે. આ કાયદામાં સ્‍પષ્‍ટ જોગવાઇ છે કે, કોઇપણ ખાનગી શાળા વિદ્યાર્થિને એડમીશન આપતી વખતે ડોનેશન કે કેપીટેશન ફી લઇ શકશે નહી. એડમીશન આપવાની બાબતમાં વિદ્યાર્થિ કે વિદ્યાર્થિના વાલીઓના કોઇપણ પ્રકારના ઇન્‍ટરવ્‍યુ લઇ શકાશે નહી. આ સ્‍પષ્‍ટ જોગવાઇઓ હોવા છતાં ગુજરાતની ભા.જ.પ.ની સરકાર શિક્ષણનું વ્‍યાપારીકરણ કરતી શૈક્ષણિક સંસ્‍થાઓ સાથે મિલીભગત કરીને ગુજરાતના વિદ્યાર્થિઓનું શોષણ કરવા મંજૂરી આપી છે. ભારત સરકારના કાયદામાં સ્‍પષ્‍ટ જોગવાઇ છે કે, શાળામાં દાખલ થવા માંગતાં વિદ્યાર્થિઓની અરજીઓ મેળવ્યા પછી સંપૂર્ણ પારદર્શક રીતે ડ્રોની સિસ્‍ટમ અપનાવી જાહેરમાં લોટરી દ્વારા વિદ્યાર્થિઓને એડમીશન આપવાનું છે. કાયદો બનાવ્યા પછી ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે ખાસ જી.આર. તા.ર૩.૧૧.ર૦૧૦ના રોજ બહાર પાડીને ગુજરાત સરકારને સ્‍પષ્‍ટ સૂચના આપી છે કે, વિદ્યાર્થિઓને ખાનગી શાળામાં એડમીશન પારદર્શક રીતે ડ્રો કરીને જ આપવાનું રહેશે અને કોઇપણ પ્રકારના ઇન્‍ટરવ્‍યું કે દાન લઇ શકાશે નહી. આ સ્‍પષ્‍ટ કાયદાકીય પરિસ્થિતિઓ હોવા છતાં ગુજરાત સરકારે તા.૭.૩.ર૦૧૧ના પરિપત્ર બહાર પાડીને ખાનગી શાળાઓને એડમીશનમાં મનમાની કરવા દેવા માટે એવી જોગવાઇ કરી છે કે, શાળા પોતાની પાસે આવેલી અરજીઓ પૈકી જે સૌપ્રથમ આવી હોય તે પ્રમાણે નક્કી કરી શકશે. અથવા લોટરી નાંખીને નક્કી કરી શકશે, ગુજરાત સરકારના આ પરિપત્રના કારણે ખાનગી શાળાઓને મનમાની કરવાની છૂટ મળી જાય છે. કઇ અરજી ક્યારે આવી છે તે હકીકત શાળા પાસેજ હોય છે અને માટે પૈસાના વહીવટ અથવા લાગવગ દ્વારા જે વિદ્યાર્થિને એડમીશન આપવું હોય તેની અરજી પહેલાં આવી છે તેવું દર્શાવી  દેવામાં આવે છે. ગુજરાતના વિદ્યાર્થિઓનું શોષણ વ્‍યવસાયીક રીતે ખાનગી શાળા ચલાવતા લોકો કરીશકે તે માટેજ ગુજરાત સરકારે કાયદાની જોગવાઇથી વિરુધ્‍ધ અને કેન્‍દ્ર સરકારના પરિપત્રથી વિરુધ્‍ધ વહેલો તે પહેલાનાં ધોરણો એડમીશન આપવાની છૂટ આપી છે. રાઇટ ટુ એજયુકેશન (આર.ટી.ઇ)ના કાયદાની કલમ-૧૩માં સ્‍પષ્‍ટ જોગવાઇ નીચે મુજબ છે.

 No School or persons shall, while admitting a child, collect any capitation fee and subject the child or his or her parents or guardian to any screening procedure.

સ્‍કીનીંગ પ્રોસીજરની વ્‍યાખ્‍યા આજ કાયદાની કલમ-ર(ઓ) નીચે મુજબ છે.

 “Screening procedure” means the method of selection for admission of a child, in preference over another, other than a random method.

ઉપરની બન્‍ને જોગવાઇઓથી સ્‍પષ્‍ટ થાય છે કે, રેન્‍ડમ પધ્‍ધતિ એટલે કે પારદર્શક પ્રક્રિયા કરીને જાહેરમાં લોટરી (ડ્રો) કર્યા સિવાય એડમીશન આપી જ શકાતું નથી અને ખાનગી શાળાના સંચાલક કોઇપણ પ્રકારના વધારાના રુપિ‍યા કે ઇન્‍ટરવ્‍યું લઇ શકતા નથી. ગુજરાત સરકારની ખાનગી શાળાઓ સાથેની મિલીભગતનો જી.આર. તા.૭.૩.ર૦૧૧નો છે. તેને તાત્‍કાલિક રદ કરવા અને ખાનગી શાળાઓમાં કોઇપણ જાતની મૂડી લીધા વગર ડ્રો થીજ એડમીશન આપવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે.

        ભારત સરકારે ર૦૦૯માં આર.ટી.ઇ.નો કાયદો દેશના તમામ રાજ્યો માટે આપેલો છે. દિલ્‍હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોએ કેન્‍દ્ર સરકારના આ કાયદાનો અમલ શરુ કરી દિધો છે. પોતાના વહીવટને નંબર-૧ કહેવડાવનારા ગુજરાતના  મુખ્‍યમંત્રીશ્રીએ બાળકો માટેના અતિ ઉત્‍તમ કાયદાના મોડેલરુલ્‍સ બે વર્ષથી સ્‍વીકાર્યા નથીઅને તેના કારણે ગુજરાતના વિદ્યાર્થિઓને અતિશય નુકશાન થઇ રહ્યું છે. આર.ટી.ઇ.ના કાયદાના અમલથી વિદ્યાર્થિઓને અનેક ન કલ્‍પી શકાય તેવા લાભો પ્રાપ્‍ત થાય છે. કાયદાથી સાચા અર્થમાં શિક્ષણનું સ્‍તર સુધારી શકે તેમ છે અને શિક્ષણ ક્ષેત્રે ચમત્‍કારો થઇ શકે તેમ છે. આર.ટી.ઇ.ના કાયદાના અમલથી નીચે મુજબના અતિ મહત્‍વના ફાયદાઓ વિદ્યાર્થિઓને મળી શકે છે.

 

  • દરેક બાળકને કોઇપણ પ્રકારના ભેદભાવ વગર આઠ ધોરણ સુધી મફત શિક્ષણનો અધિકાર મળે છે.
  • દરેક બાળકને ઉત્‍તમ ભણતર માટે જરુરી તમામ સગવડો કરવાની જવાબદારી હવેથી સરકારને માટે ફરજીયાત બને છે.
  • પાંચમા ધોરણ સુધીની નિશાળ એક કિલોમીટરની અંદર હશે. આઠ ધોરણ સુધીની નિશાળ ત્રણ કિલોમીટરની અંદર હશે.
  • દરેક નિશાળમાં ત્રીસ વિદ્યાર્થિએ એક શિક્ષક હશે. શિક્ષકો પાસે શિક્ષણ સિવાયના કામ(ખાસ સંજોગોમાં વસ્‍તી ગણતરી કે ચૂંટણીને બાદ કરતાં) હવેથી સરકાર કરાવશે નહી.
  • ગરીબ બાળકો માટે ગરીબ નિશાળ જેવી સર્વ શિક્ષા અભિયાનની વૈકલ્પિ‍ક શાળાઓ (બીન તાલીમી શિક્ષકો,૧૦૦૦ રુપિ‍યા જેવા ઓછા પગારવાળા શિક્ષકો, અડધા સમયની નિશાળો), બાળમજૂરી કરતાં બાળકોની એન.સી.એલ.પી. નિશાળો હવે. પછી બંધ થશે. આવી શાળાઓના બાળકો માટે તેમની જરુરિયાતોને ધ્‍યાનમાં રાખીને ખાસ સમાન તકની શિક્ષણ વ્‍યવસ્‍થાઓ સરકાર પૂરી પાડશે.
  • રોજીરોટીની શોધમાં મજૂરી માટે સ્‍થળાંતર કરતાં કુટુંબોના બાળકો માટે તેમની મુશ્‍કેલીઓને ધ્‍યાનમાં રાખી ખાસ જરુરી વ્‍યવસ્‍થાઓ સરકાર કરશે. જેથી આ બાળકો તેમના માતા પિતા જેવા અભણરહે નહીં.
  • નિશાળે ન જતા હોય, રખડતા ભટકતાં હોય, કાગળ કચરો વીણતાં હોય, બુટપોલીશ કરતાં હોય, ભીખ માંગતા હોય તેવા બાળકોની પરિસ્થિતિ અને લાક્ષણિકતાઓને ધ્‍યાનમાં લઇને આવા બાળકોને બાળપણ મળે, શિક્ષણની સુવિધા મળે તે માટે યોગ્‍ય ઉકેલ વિચારીને ખાસ વ્‍યવસ્‍થાઓ કરવાની જવાબદારી સરકારની બને છે.
  • ખાનગી શાળાઓમાં રપ ટકા પ્રવેશ આર્થિક રીતે નબળાં તેમજ વંચિત  સમાજના બાળકો માટે અનામત રહેશે. તેમની પાસેથી કોઇપણ પ્રકારની ફી લીધા સિવાય સમાન તકની શિક્ષણ વ્‍યવસ્‍થા આપવાની  જવાબદારી ખાનગી શાળાના સંચાલકોની રહેશે.
  • ખાનગી શાળાઓમાં કોઇપણ પ્રકારનું ડોનેશન લેવા ઉપર પ્રતિબંધ લાગુ પડે છે. પ્રવેશ આપવામાં થતાં ભ્રષ્‍ટાચારને રોકવા પ્રવેશ ઇન્‍ટરવ્‍યુ લઇ શકાશે નહીં. પ્રવેશ સંખ્‍યા કરતાં વધુ અરજીઓ આવે ત્‍યારે ફકત લોટરી ડ્રો કરીને પ્રવેશ આપવો ફરજીયાત છે.
  • દરેક બાળક નિશાળમાં દાખલ થાય, નિશાળમાં સતત હાજર રહીને ભણતું રહે અને આઠમા ધોરણ સુધી સારું શિક્ષણ મેળવી શકે તે માટેની કાળજી સરકારે રાખવી ફરજીયાત છે. સરકારને આ જવાબદરી નિભાવવામા; મદદ કરવા માટે દરેકશાળામાં શાળા સંચાલન સમિતિ બનાવાશે. જેમાં ૭પ ટકા પ્રતિનિધિત્‍વ જે તે શાળામાં ભણતાં બાળકોના માતા પિતાનું હશે. આ સમિતિ ઉત્‍તમ નિશાળ માટે જરુરી તમામ કામોનું આયોજન, દેખરેખ અને નિયંત્રણ કરશે. આ સમિતિની જે જવાબદારી છે તે નિભાવવા માટે તેમને જરુરી સત્‍તા પણ આપવામાં આવેલ છે.

—————————————————————————————————–