Close

March 4, 2011

Press note Guj Dt: 04/03/2011 on Budget Question Hour

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                              તા.૪-૩-ર૦૧૧

વાયબ્રન્‍ટ ગુજરાતના ખૂબજ મોટા ધિરાણો આવી જાય છે તેવી સદંતર જુઠ્ઠાણાભરી વાતો કરનાર ગુજરાતની સરકારનો આજે વિધાનસભામાં પ્રશ્નોતરીના લેખિત જવાબમાં પર્દાફાશ થયો હતો. વિધાનસભામાં પ્રશ્ન ક્રમાંક-રપ ઉપ્‍ર કોંગ્રેસના ધારાસભ્‍યશ્રી ખુમાનસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં રાજય સરકારે સ્‍વીકારવું પડ્યું હતું કે, વાય્બ્રન્‍ટ ગુજરાત સમિટ ર૦૦૭ અને ર૦૦૯માં પ્રવાસન ક્ષેત્રે પર.ર૧૪ કરોડ રુપિ‍યાના ધિરાણો આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તા.૩૧.૧ર.ર૦૧૦ની સ્થિતિ સુધીમાં એટલે કે લાંબા સમય પછી પણ ખરેખર પ્રવાસન ક્ષેત્રમાં મૂડીરોકાણ માત્ર ૪૧પ કરોડનું આવેલું છે. વાયબ્રન્‍ટ ગુજરાત જેવા ઉત્‍સવો પાછળ કરોડો રુપિ‍યા ન ખર્ચાયા હોત તો પણ આટલું મૂડીરોકાણ આવ્‍યું હોત. પર,૦૦૦ કરોડ રુપિ‍યાના રોકાણોની જાહેરાત કર્યા પછી માત્ર ૪૧પ કરોડ રુપિ‍યાનું મૂડીરોકાણ આવેલું છે. તેજ બતાવે છે કે, ગુજરાતની ભાજપની સરકાર વાયબ્રન્‍ટ ગુજરાતના નામે કેવા જુઠ્ઠાણા ચલાવે છે.

        આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્‍યશ્રીના પ્રશ્નના જવાબમાં  એ વાતનો પર્દાફાશ થયો હતો. ગુજરાત સરકાર પ્રસિધ્ધિઓ પાછળ કરોડો રુપિ‍યા ખર્ચે છે પરંતુ મેડિકલ કોલેજના સ્‍ટાફની ભરતી કરતી નથી. ગુજરાતની જુદી જુદી સરકારી મેડિકલ કોલેજોમાં અનેક જગ્‍યાઓ ઘણાં લાંબા સમયથી ખાલી છે. ઉમેદવારો ઉપલબ્‍ધ હોવા છતાં વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્‍યાઓ પર ગુજરાતના યુવાનોને નિમણૂંક આપવાના બદલે આઉટસોર્સિગના નામે ભ્રષ્‍ટાચાર થઇ રહ્યો છે.

        ગુજરાતમાં ખેત તલાવડાઓના અને બોરીબંધના નામે વ્‍ય‍વસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. છેલ્‍લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં એકપણ નાની કે મોટી સિંચાઇ માટેના ડેમ બનાવવામાં આવ્‍યા નથી. ગુજરાતના ખેડૂતોના હિતમાં ભૂતકાળની સરકારોએ મોટા ડેમ બાંધવામાં આવેલા હતાં તેનો ફાયદો આજે પણ ખેડૂતોને છે. જયારે વર્તમાન સરકાર મધ્‍યમ અને મોટા ડેમ બનાવવાના બદલે નાના તલાવડાઓના નામે ભ્રષ્‍ટાચાર કરી રહી છે. તે આજની પ્રશ્નોતરીમાંથી સરકારે આપેલા જવાબો દ્વારા પ્રસ્‍થાપિત થાય છે.

        આજની પ્રશ્નોતરીમાં વિધાનસભામાં  પ્રશ્ન ક્રમાંક- ૭૩ ઉપર કોંગ્રેસના ધારાસભ્‍યશ્રી ફારુકભાઇ શેખના પ્રશ્નના જવાબમાં સરકારે સ્‍વીકાર્યુ  કે, અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્‍પીટલમાં ૧૦૯ જેટલી નર્સ બહેનોની જગ્‍યા ખાલી છે. નર્સીંગનો કોર્ષ કરેલ અનેક બહેનો ઉપલબ્‍ધ હોવા છતાં પ્રચાર પાછળ ખર્ચ કરનારી ગુજરાત સરકાર જગ્‍યાઓ ખાલી હોવા છતાં નર્સ બહેનોને નોકરી આપતી નથી.

        ગુજરાતને કેન્‍દ્રમાંથી અન્‍યાય થાય છે તેવી સદંતર જુઠ્ઠી વાતો કરનાર સરકારનો આજે વિધાનસભામાં પ્રશ્ન ક્રમાંક – ૬૮નો જવાબ સ્‍પષ્‍ટ છે કે, જવાહરલાલ નહેરુ અર્બન રિન્‍યુઅલ ‍મીશન નીચે ગુજરાતને કરવેરાના હિસ્‍સા પેટે મળતાં રુપિ‍યા ઉપરાંત શહેરી વિસ્‍તારમાં વિકાસના કામો માટે છેલ્‍લાં ત્રણ વર્ષમાં ૧૬૦૦ કરોડ કરતાં વધારે રુપિ‍યા ફાળવવામાં આવેલા છે.

———————————————————————————————–