Close

August 28, 2015

Press Note Guj Dt: 28/08/2015 Gujarat Agricultural Lands Ceiling _Amendment_Bill, 2015

Click here to view/download a press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                                                                         તા. ૨૮.૦૮.૨૦૧૫

     

      ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યશ્રીઓને સસ્પેન્ડ કરીને ગુજરાત સરકારે આદિવાસી, દલિત, બક્ષીપંચ અને પશુપાલકોના અધિકારની જમીનો જરૂરિયાતમંદના પાસેથી ખુંચવીને માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવા માટેનું વિધેયક પસાર કર્યું છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદાનો કાયદો ૧૯૬૦માં ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય હેતુ એ હતો કે જેમના પાસે ખૂબ વધારે જમીનો છે તેમની પાસેથી ચોક્કસ મર્યાદા ઉપરાંતની જમીનો સરકાર પાસે લઈ લેવી અને જરૂરિયાતમંદ દલિત, આદિવાસી, પશુપાલક, બક્ષીપંચના લોકો અને ખેત મજદૂરોને આપવી. હાલમાં સુપ્રીમકોર્ટના જજમેન્ટ પછી વિડીઓની અબજો રૂપિયાની જમીનો આ કાયદા નીચે ફાજલ થઇને સરકારને પ્રાપ્ત થવાની છે. આ જમીનો દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને જો ગુજરાતમાં મળેતો આ જરૂરિયાતમંદ વર્ગની કાયા પલટ થઇ જાય. ગુજરાત સરકારની ભ્રષ્ટ અને લાલચુ નજર આ જરૂરિયાતમંદ લોકોની જમીન પર પડી અને તેથી વિધાનસભામાં ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક લાવવામાં આવ્યું. આ સુધારાથી મુખ્ય કાયદાનો આખો હેતુ જ મરી જાય છે. જરૂરિયાતમંદને મળવાપાત્ર જમીન ઉદ્યોગપતિઓ ને આપી શકાય તેવો સુધારો લાવીને ફાજલ થઇ રહેલી અબજો રૂપિયાની જમીન ભષ્ટ્રાચાર કરીને ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસ પક્ષને બહાર ફેકી દઈને જે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં લોકોની વચ્ચે જઈને ભાજપ સરકારની દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકો વિરુધ્ધની નીતિ અને સરકારના ષડયંત્રને ઉજાગર કરશે.

      ૧૯૬૦ના વર્ષમાં ખેતી જમીન ટોચ મર્યાદા કાયદો અમલમાં આવ્યા પછી ફાજલ થયેલી જમીનો કોંગ્રસના શાસનમાં અનેક દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલક વ્યક્તિઓને તેમજ તેઓની મંડળીઓને આપવામાં આવી હતી. આવી જમીનો પ્રાપ્ત થયા બાદ લોકોને ખુબજ ફાયદો થયો હતો. ગુજરાતમાં વિડીઓની (ઘાંસ ઉગતી જમીનો) ટોચ મર્યાદામાં ગણવી કે કેમ તેના કોર્ટ કેસ ચાલતા હતા તાજેતરમાં સુપ્રીમકોર્ટે આવી જમીનો ખેતીની જમીન ગણવી અને ટોચ મર્યાદા નીચે આવરી લેવા હુકમ કર્યો છે અને તેથી ગુજરાતમાં અબજો રૂપિયાની જમીન સરકાર પાસે પ્રાપ્ત થશે જુના કાયદા મુજબ આ જમીનો દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને જ આપી શકાય પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ્રાચારી નીતિ ઉદ્યોગપતિઓને આપી ને પૈસા ઘર ભેગા કરવાની છે જે ને ૧૯૬૦નો કાયદો મંજુરી આપતો ન હતો તે થી ખેત જમીન ટોચ મર્યાદા કાયદામાં સુધારો લાવીને ઉદ્યોગપતિઓ ને આપવાનું ષડયંત્ર થયેલ છે. ગુજરાતમાં ભૂતકાળમાં ૧૯૬૦ન જુના કાયદા નીચે અનેક દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને જમીનો અપાઈ હતી પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી શ્રી મોદીનું શાસન આવ્યા બાદ દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને ૧૯૬૦ના જમીન ટોચ મર્યાદાના કાયદા નીચે જમીન આપવામાં આવી નથી. અને હવે સરકાર પાસે ઉપલબ્ધ અબજો રૂપિયાની જમીન માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે આ કૃત્યએ ગરીબ વિરોદ્ધી કૃત્ય છે અને કોંગ્રસ તેની લોકોની વચ્ચે જઈ સમજ આપી લોક વિરોધ ઉભો કરાવશે.

    _________________________________________________________